નવી દિલ્હી: મુંબઈ હુમલાના (Mumbai Attack) આરોપી આતંકી (Terrorist) હાફિઝ સઈદને લઈને મોટી માહિતી સામે આવી છે. ભારતે (India) પાકિસ્તાન (Pakistan) પાસે...
સુરત(Surat): હાર્ટ એટેકથી (Heart Attack) મોતની (Death) ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ગુરુવારે તા. 28 ડિસેમ્બરની સવારે સુરત...
સુરત(Surat): શહેરમાં પબ્લીક ટ્રાન્સપોર્ટેશન તંત્ર માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં તંત્રને યોગ્ય સર્વિસ મળી રહી...
સુરત(Surat): થોડા દિવસ અગાઉ શહેરમાં બીઆરટીએસ બસ દ્વારા વાહનચાલકોને અડફેટે લેવાની ઘટના બન્યા બાદ આમ આદમી પાર્ટીએ અહીંના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ...
સુરત(Surat): શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી ડોગ બાઈટના (DogBite) કેસો ચિંતાજનક હદે વધ્યા છે, ત્યારે આજે શહેરના ડિંડોલી વિસ્તારમાં એક વિચિત્ર બનાવ બન્યો...
મેલબોર્ન(Malborne): ઓસ્ટ્રેલિયાના (Australia) મેલબોર્ન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની ટેસ્ટ મેચના (TestMatch) ત્રીજા દિવસે વિચિત્ર ઘટના બની હતી....
સુરતઃ સુરત (Surat) શહેર માટે અતિ મહત્ત્વના પ્રોજેક્ટ એવા મેટ્રોની (SuratMetro) કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. શહેરમાં મેટ્રોની કામગીરી પગલે ઘણાં સ્ટ્રક્ચર...
સુરત(Surat): અમદાવાદથી (Ahmedabad) શરૂ કરીને મુંબઈ (Mumbai) સુધી દોડનારી બુલેટ ટ્રેનનું (BulletTrain) કામ હાલમાં બુલેટની ગતિએ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના રૂટમાં...
સુરત (Surat) : ઝારખંડમાં (Jharkhand) આવેલા વસેપુર (Vasseypur) ગામ જયા ગેંગ્સ ઓફ વસેપુરનુ (Gangs of Vasseypur) શુટિંગ થયું હતું તે સ્થળેથી સુરત...
સેંકડો ભારતીયોને નિકારાગુઆ લઈ જતું લિજેન્ડ એરલાઈન્સનું વિમાન ફ્રાન્સમાં એક સૂચનાના આધારે અટકાવવામાં આવ્યું હતું. ફ્રેન્ચ એજન્સીઓને શંકા હતી કે માનવતસ્કરી થઈ...
સુરત(Surat) : એક આરટીઆઇ (RTI) અરજીના ઉત્તરમાં સુરત એરપોર્ટ (SuratAirport) વિશે નવી ચોંકાવનારી વાત સામે આવી છે. પર્યાવરણીય દૃષ્ટિકોણથી આ ખૂબ જ...
દાહોદ, તા.૨૭દાહોદના વિજાગઢ ગામે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. ભારત સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા...
બીઆરટીએસ વિશે નવે નામથી વિચારવાની જરૂર છે. મહાનગરપાલિકાએ બેજવાબદારી સાથે તેને ચલાવવાની જવાબદારી લીધી છે. બેજવાબદારી એ રીતની કે તેઓ ઇજારદારોને બસ...
વડોદરા(Vadodara) : છેલ્લાં એક અઠવાડિયાથી ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની (Electrical Assistant) ભરતીના (Recruitment) મામલે વડોદરામાં વીજકંપનીની મુખ્ય કચેરી જેટકો (Getco) ખાતે ઉમેદવારો ધરણાં પ્રદર્શન...
હાલોલ, તા.૨૭પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. પંચમહોત્સવના બીજા દિવસે,લોકગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યા રજૂ કરીને...
જીવનમાં વિશ્વાસ બહુ અણમોલ વસ્તુ છે. મનુષ્યો એકબીજા પર વિશ્વાસ રાખી ચાલે તો જીવન સુખમય વિતે છે. પરંતુ અંધવિશ્વાસ વહાણ ડૂબાડી દે...
અખબારી અહેવાલો મુજબ વર્તમાન સમય ‘શોર્ટકટ’થી નાણાં પ્રાપ્ત કરવાનો છે! કેટકેટલી વ્યક્તિ ‘ઠગ’બની અન્યનાં નાણાં ઉચાપત કરે છે! કોઈ વિદેશ મોકલવાને બહાને...
કાલોલ, તા.૨૭કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં આવેલી ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે સોસાયટીના રહીશો...
કાલોલ, તા.૨૭કાલોલ તાલુકાના વેજલપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેજલપુર તળાવ ઉપર મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત યોજના હેઠળ નાળાનું કામ ચાલી...
એક માણસ ભગવાન ગૌતમ બુધ્ધ પાસે આવ્યો અને પ્રણામ કરી બોલ્યો, ‘ભગવન્ મને મારા સ્વભાવમાં એક તકલીફ લાગે છે અને મારે તે...
બે સપ્તાહ સુધી ચાલેલી કશ્મકશનો આખરે સુખદ અંત આવ્યો. ઉત્તરાખંડની સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ ૪૧ શ્રમિકોને હેમખેમ બહાર લાવી શકાયા. માનવસર્જિત આ...
આણંદ જિલ્લા પંચાયત સહિત આઠ તાલુકા પંચાયતોમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી અધિકારીઓ, કર્મચારીઓની ઘટ હોવાથી વહીવટી કામોમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી...
અંતર માપવા માટે ગુજરાતી ભાષામાં ગાઉ શબ્દ વપરાય છે. એ ગાયના વિચરણ પરથી બન્યો છે. ગાય એક દિવસમાં એક દિશામાં જેટલું વિચરણ...
વીરપુર તાલુકાના ચાર ગામોમાં ખેડૂતો માટે કિસાન સૂર્યદેવ યોજના સૂર્યાંસ્ત યોજના બની રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ગામોમાં દિવસના બદલે...
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં હારને કારણે શોકમાં ઉતરી ગયેલી કોંગ્રેસને હવે કળ વળી છે. આ ત્રણેય રાજ્યોમાં ભલે હાર થઈ પરંતુ...
તમિલનાડુ: અભિનેતા અને રાજકારણી અને DMDK ચીફ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે. પક્ષના જણાવ્યા અનુસાર, તેમને કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને...
મધ્ય પ્રદેશ: મધ્યપ્રદેશના (MP) ગુનામાં ગઇકાલે લગભગ 8 વાગ્યાની આસપાસ માર્ગ અકસ્માત (Road Accident) થયો હતો. અહીં મુસાફરોથી (Passenger) ભરેલી બસ (Bus)...
નવી દિલ્હી: ડિસેમ્બના (December) અંતમાં ગાઢ ધુમ્મસએ (Smog) લગભગ અડધા દેશને ઘેરી લીધુ છે. ત્યારે આ ધુમ્મસથી ઉત્તર અને મધ્ય ભારતના (North...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના બોપલ વિસ્તારમાં એક જમીન દલાલની ઓફિસમાં દારૂની (Alcoholo) મહેફિલ ચાલી રહી હતી, ત્યારે દારૂના નશામાં ચક્ચૂર એક શખ્સે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી: મુંબઈ હુમલાના (Mumbai Attack) આરોપી આતંકી (Terrorist) હાફિઝ સઈદને લઈને મોટી માહિતી સામે આવી છે. ભારતે (India) પાકિસ્તાન (Pakistan) પાસે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (Foreign Ministry) પાસે આતંકીને સોંપવાની માંગ કરી છે.
પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે ભારતે કહ્યું છે કે હાફિઝ સઈદ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો પણ માસ્ટરમાઈન્ડ છે. આ સંદર્ભમાં મોદી સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઔપચારિક અરજી પણ આપી છે. ભારતની આ માંગ બાદ હવે પાકિસ્તાન સરકારની હાલત કફોડી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે પાકિસ્તાન પાસેથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની ઔપચારિક વિનંતી કરી છે. પાકિસ્તાની મીડિયા ઈસ્લામાબાદ પોસ્ટે પણ આ દાવો કર્યો છે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી એક સત્તાવાર વિનંતી મળી છે, જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવાની વિનંતી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે હાફિઝ મોહમ્મદ સઈદ મુંબઈમાં 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ પણ તેના સંગઠનને આતંકવાદી જાહેર કર્યું છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. હાલમાં, લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક હાફિઝ મોહમ્મદ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JuD) ના કેટલાક અન્ય નેતાઓ સાથે 2019 થી જેલમાં છે. તેને આતંકવાદી ફંડિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સઈદની આગેવાની હેઠળની JuD એ લશ્કર-એ-તૈયબા (LeT) નું આગળનું સંગઠન છે, જે 2008ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે.
મળતી માહિતી મુજબ માત્ર કથિત રીતે હાફિઝ સઈદ 2019થી પાકિસ્તાનની જેલમાં છે, પરંતુ આજે પણ તે ત્યાંની રાજનીતિ અને સેના પર પ્રભુત્વ ધરાવે છે. પાકિસ્તાનમાં તેના પ્રભાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આતંકવાદી હાફિઝ સઈદની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) પણ પાકિસ્તાનમાં ફેબ્રુઆરી 2024ની સામાન્ય ચૂંટણીમાં લડી રહી છે. તેણે દેશભરમાં દરેક રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારમાં તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હાફિઝે પોતાના પુત્ર તલ્હા સઈદને પણ ઉમેદવાર બનાવ્યા છે.