સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં આજે મંગળવારે તા. 24 સપ્ટેમ્બરના રોજ આગ ફાટી નીકળી છે. ડાયમંડ ફેક્ટરીની ગેસ પાઈપ...
સુરતઃ યુવા અવસ્થામાં જાતીય આકર્ષણ સ્વભાવિક છે, પરંતુ ક્યારેક યંગસ્ટર્સ જાતીય આવેગમાં એવી ભૂલ કરી બેસતાં હોય છે કે કાયમી પસ્તાવો રહી...
સુરત: વરાછામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 2 વર્ષની બાળકીએ પાણીની બોટલમાં મુકેલું ડીઝલ પી જતા મોત થયું...
નવી દિલ્હીઃ ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના 1600 ટાર્ગેટોને નિશાન બનાવીને નષ્ટ કરી દીધા છે. લેબનોનમાં આખી રાત બોમ્બ ફેંકવામાં આવ્યા છે. હુમલામાં અત્યાર...
નવી દિલ્હીઃ બે દિવસથી શેરબજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે. આજે મંગળવારે સવારે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. જો કે, આ...
જમીન દલાલ ખુલ્લી તલવાર લઈને પ્રણવભાઈ મિસ્ત્રીના ઘરે પહોંચી પિતા-પુત્રને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદનડિયાદ, તા.23નડિયાદ નગરપાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખના પતિ દ્વારા...
શહેરના સનફાર્મા રોડ ખાતે રહેતા અને સયાજીગંજ રેલવે સ્ટેશન પાછળ આવેલી સોસાયટીમાં ખાનગી સિક્યુરીટીમા ફરજ બજાવતા વૃદ્ધનું બેહોશ થયા બાદ સારવાર દરમિયાન...
વડોદરામાં વિવિધ રમતો સાથે ગોલ્ફ તરફ પણ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે,ત્યારે ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત ભારતીય ગોલ્ફ યુનિયન સાથે સંલગ્ન...
કવાંટમાં આજરોજ રાત્રે 8:00 કલાકે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા વીજ પુરવઠો ઠપ થતા કવાંટ નગર અંધારપટમાં છવાયો હતો. આજરોજ રાત્રે 8:00...
નડિયાદની જવાહરનગર ઝુપડપટ્ટી ગેંગના સભ્ય પાસેથી 10 મોબાઇલ કબજે કરાયાં વિદ્યાનગરમાં ખુલ્લા ફ્લેટમાં ઉપરા છાપરી મોબાઇલ ચોરી કરતી ગેંગના સભ્યને પોલીસે પકડી...
મેયર પિંકી સોનીની તબિયત સુધારા પર હોવાથી તેમણે પાલિકાની કચેરીએ આવવાની શરૂઆત કરી વડોદરાના મેયર પિંકીબેન સોનીની તબિયત સુધારા પર હોવાથી તેમણે...
હાઈકોર્ટે આપેલા આદેશ ને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યા વડોદરામાં 18મી જાન્યુઆરીએ હરણી લેકઝોન દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના નિર્દોષ 12 માસુમ બાળકો સહિત...
વિદ્યાનગર પોલીસે ઓલા ઇલેક્ટ્રીક શો – રૂમમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા સેલ્સમેનની ધરપકડ કરી (પ્રતિનિધિ) આણંદ તા.23 આણંદમાં આવેલા ઓલા ઇલેક્ટ્રીક શો...
છ માસ પહેલા બનેલા બનાવમાં વાંચતા આવડતું ન હોવાથી ધબ્બા મારતાં ચામઠા ઉપસી આવ્યાં (પ્રતિનિધિ) આણંદ તા.23 બોરસદની ઇશ્વર કૃપા પ્રાથમિક શાળામાં...
આણંદ શહેરના વિવિધ વિસ્તારમાંથી અત્યાર સુધી કૂલ 630 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો (પ્રતિનિધિ) આણંદ તા 23 આણંદ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન...
ખોડીયાર નગરથી એરપોર્ટ રોડ પરઇકો કારમા ચિક્કાર બેઠેલા મુસાફરોના જીવ જોખમમાં : ટ્રાફીક કાયદાની એસી કી તેસી કરતો વાહન ચાલક : વડોદરામાં...
ગુજસીટોકના કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા મિલકતો ટાંચમાં લેવા હુકમ કરતા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, માથાભારે આરોપીઓએ લોકોને ધમકાવી તથા બળજબરીપૂર્વક મિલકત પચાવી...
શાળાના આચાર્યે સ્યૂસાઈડ કરતા ચકચાર વ્યાજખોર સહિત વહીવટદારો મળી 7 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ (પ્રતિનિધિ) નડિયાદ, તા.23 માતર તાલુકાના ભલાડા ગામના ધના...
શહેરમાં રવિવારે બપોરે કેટલાક વિસ્તારોમાં વધતા ઓછા અંશે વરસાદી ઝાપટાં પડ્યા બાદ સોમવારે વધુ ઉકાળાટભર્યુ વાતાવરણ અનુભવાયુ.. અચાનક તાપમાનમાં પણ સોમવારે વધારો...
દાહોદજિલ્લાના તોયની પ્રાથમિક શાળાની ઘટનાના આરોપીને પોલીસ દ્વારા કોર્ટમા રજુ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા આરોપી આચાર્ય નો કેસ લડવા માટે...
૪૫૦ મકાનોમાથી અંદાજે ૨૨૫ મકાનો કે જેમાં પૂર દરમિયાન નુકસાન થયું હતું તેનો સર્વે કરાયો.. શહેર ભાજપ પ્રમુખ તથા સ્થાનિક નગરસેવક નૈતિક...
મુંબઈને અડીને આવેલા બદલાપુરમાં બે સગીર બાળકીઓ પર બળાત્કારના કેસમાં આરોપી અક્ષય શિંદેનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈ...
ભૂતડીઝાપાના સરકારી અનાજના ગોડાઉનમાં સ્થાનિક રહીશોનો હલ્લાબોલ શહેરના ભૂતડીઝાપા ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ઊડતી અને ઝીણી જીવાત તથા મરી ગયેલા ઉંદરોના...
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છાત્રો માટેની શિષ્યવૃત્તિ, હોસ્ટેલ સુવિધા, નિવાસી શાળાઓ અંગેની પણ માહિતી મેળવી.. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી...
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધિકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20...
પાલિકા તંત્ર પોતાના હસ્તકના મેદાનો, પ્લોટ્સ નજીવા દરે ધંધાદારીઓને આપે છે તે મેદાનોમાં ગરબા રમવા, જોવા સહિતના પાસ, થકી તેઓ કમાણી કરે...
સુરતઃ નવરાત્રિના આયોજનને લઈ સુરત પોલીસનું જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. આ વર્ષે ખૈલેયાઓની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. કોઈ...
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી,વિંઝોલ(ગોધરા) -ના કુલપતિ ડૉ પ્રતાપ સિંહજી ચૌહાણની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ માં પીએચ. ડીના અભ્યાસક્રમનો શુભારંભ કરવામાં આવ્યો...
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. હિઝબુલ્લા પર દબાણ લાવવા માટે ઇઝરાયલે લેબનોનમાં 300 ટાર્ગેટ પર હુમલો કર્યો છે....
લાવાકોઈ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનને પુરવઠા નાયબ મામલતદારે માર્યું સીલ નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે આવેલી સસ્તા અનાજની પરમિશન લીધા વગર જથ્થો...
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
પર્થમાં ભારતનો મહાવિજયઃ બુમરાહની સેનાએ 295 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં આજે મંગળવારે તા. 24 સપ્ટેમ્બરના રોજ આગ ફાટી નીકળી છે. ડાયમંડ ફેક્ટરીની ગેસ પાઈપ લાઈનમાં અચાનક બલાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 14 રત્નકલાકાર દાઝ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. કોલ મળતા ફાયર બ્રિગેડનો કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આગ લાગી છે. ફેક્ટરીની પેન્ટ્રીમાંથી પસાર થતી ગેસ પાઈપ લાઈનમાં ધડાકો થયો હતો. આગની ઝપેટમાં આવતા ફેક્ટરીમાં કામ કરતા 14 રત્નકલાકારો દાઝી ગયા હતા. બે વ્યક્તિની હાલત ગંભીર હોય તે બંનેને સારવાર અર્થે નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કેવી રીતે બની ઘટના?
ઘટના બની ત્યારે ફેક્ટરીમાં ક્લીનીંગની કામગીરી ચાલી રહી હતી. એકાએક ગેસ લાઈનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. હીરા ઉપરની ધૂળ સાફ કરવા માટે આ ગેસ લાઈનનો ઉપયોગ કરાતો હતો. એકાએક બ્લાસ્ટ થતા હીરાના ક્લીનીંગનું કામ કરતા 14 રત્નકલાકારો દાઝી ગયા હતા.
ફાયર ઓફિસરે શું કહ્યું?
આ ઘટના અંગે ફાયર ઓફિસર રમેશ સેલરે કહ્યું કે, કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ ઓલવવામાં આવી હતી. ફાયરની ટીમ પહોંચે તે પહેલાં 14 રત્નકલાકારો દાઝી ગયા હતા. તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કયા કારણોસર બ્લાસ્ટ થયો તે જાણવા મળ્યું નથી.
ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું કે, કોલ મળતાં જ કતાર ગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેશફાયરથી બે કારીગર ગંભીર રીતે દાઝ્યા હતાં. ઘુમાડાને હટાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઈનમાં લિકેજ થતાં આગ લાગી હોય શકે છે. 6 ફાયરની ગાડીઓ અને બ્રાઉઝર આવ્યા હતાં.