Top News

More Posts

   The Latest

Most Popular

ભારતની વસ્તી લગભગ સરખી છે. પરંતુ ચીનનો GDP 30 ટ્રીલીયન ડોલર છે, અમરિકા 50 ટ્રીલીયન પર છે. જ્યારે ભારત 3 ટ્રીલીયન ડોલર પર ફાંફા મારે છે. ચીને પોતાની નદીઓ ઉપર 85000થી વધુ ડેમ બાંધ્યા છે. જ્યારે ભારતે 6500 જેટલા ડેમ બાંધ્યા છે ચીને 48 એટમીક પાવર હાઉસ બાંધ્યા છે જ્યારે ભારતે 22 એટમીક પાવર હાઉસ બાંધ્યા છે. ચાઈનાએ ગટ વર્ષે ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળ 1000 બીલીયન ડોલર ફાળવ્યા હતા જ્યારે ભારતે 11 લાખ ડોલર ફાળવ્યા હતા. ચાઈનાનું ડીફેન્સ બજેટ 20 લાખ કરોડ છે.

ભારતનું 6 લાખ કરોડ. ચાઈનાએ સાયન્સ ટેકનોલોજી માટે 57 બીલીયન ડોલર ખર્ચ કરેલો સરકારે માંડ 16000 કરોડ ફાળવ્યા છે. ચાઈના જાત જાતના શોધ સંશોધનો માટે હજ્જારો વિજ્ઞાનીકોને પોષે છે. એણે મોબાઈલ લેપટેભ અને ઈલેકટ્રીક વાહનોની બેટરીના સંશોધન માટે 60000 યુવા વિજ્ઞાનીઓની જંગી ટીમ કામે લગાડી છે. આપણી સરકાર ભણેલા યુવાનોને પકોડા વેચવાની સલાહ આપે છે. ચીને ધાર્મિક બાબતો ઉપર સંપૂર્ણ લગામ નાંખી છે. અહીં સરકાર જાતે ધરમને ધંધો બનાવી રોડ-રસ્તા બંધ કરાવી યુવાનો પાસે ઘંટા વગાડાવે છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગુજરાતના કથળતા શિક્ષણની વાસ્તવિકતા
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે. નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાત શિક્ષણક્ષેત્રે 18માં ક્રમે છે. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા 2023/24નો રિપોર્ટ ચોંકાવનારો છે. ગુજરાત જયારે 2018માં ફ્રન્ટચીર્સ એટલે હાઇ પર્ફોમિંગ રાજ્યમાં હતું જે હાલ 2024માં પર્ફોમિંગ રાજ્યમાં આવી ગયું છે. રાજ્યમાં જેટલા બાળકો જન્મે છે તેમાંથી 11 ટકા બાળકો શાળામાં પ્રવેશ મેળવી શકતા નથી.

શાળામાં જેટલા પ્રવેશ મેળવી છે તે પૈકી માત્ર 24 ટકા જેટલા 18 થી 24 વર્ષના વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાએ પ્રવેશ મેળવી શકે છે ! ગુજરાતમાં શિક્ષણ/વિદ્યાર્થીઓનો રેશિયો 29 વિદ્યાર્થીઓની સામે એક શિક્ષક છે. જે રાષ્ટ્રિય સરેરાસ મુજબ દેશમાં 18 વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે. ગુજરાત મોડેલના નામે ગુલબાંગો પોકારનારી સરકાર શિક્ષણક્ષેત્રે નિષ્ફળ રહી છે. શિક્ષણને વેપાર બનાવનાર શિક્ષણ વ્યવસ્થાથી ગુજરાતના ભાવિ બાળકોનું ભાવિ ચિંતાજનક હોવાની વાત સત્ય નથી?
બોટાદ    – મનજીભાઇ ડી. ગોહિલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top