સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પાવાગઢ બાયપાસ રોડ પર જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા સ્વચ્છતા અને દબાણ હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કરાયું ગત...
પાન ,પડીકી તમાકુ ગુટખાના વેચાણ પર પ્રતિબંધ વડોદરા શહેર વિસ્તારમાં યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં તમામ ફુડ સ્ટોલ ધારકોએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ...
શહેરના વડસર ગામે યોગી કન્સ્ટ્રકશન સાઇટ પર યુવકને સાપે દંશ દેતાં યુવકને સારવાર અર્થે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર,...
શહેરના અનેક સ્થળોએ હોર્ડિંગ્સ, બેનરો તથા વૃક્ષો ધરાશાયી, કેટલાક કાચા પાકા મકાનોના પતરાં, છાપરા ઉડ્યા.. કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાતા અંધારપટ છવાયુ…...
બોડેલીના વનયાદ્રી પાસેથી પ્રેમી યુગલે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું પ્રેમી યુવકને સ્થાનિકોએ દોરડા વડે બચાવ્યો, યુવતી ઊંડા પાણીમાં ગરકાવ જરોદ પાસેથી પસાર...
વડોદરા શહેરમાં વસ્તીમાં વધારો થવા સાથે નવા વિસ્તારોનો પણ હરણફાળ ગતિએ વધારો થઇ રહ્યો છે. તેની સાથે જ ટ્રાફિકનું પણ ભારણ વધી...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી તારીખ ૩ ઓક્ટોબરથી શરૂ થનાર માં...
અરૂણાચલ એપાર્ટમેન્ટના પ્રથમ માળના મકાનમાં તસ્કરો ઘુસ્યાં પ્રતિનિધિ વડોદરા તા.25 વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતા બેસણાના પ્રસંગમાં ગયા હતા જ્યારે પુત્ર અને...
નવી દિલ્હીઃ ઇઝરાયેલના લેબનોન પર અનેક હવાઈ હુમલા બાદ હિઝબુલ્લાહના આતંકવાદીઓએ વળતો પ્રહાર કર્યો છે. આજે બુધવારે તા. 25 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયેલની...
વિશ્વામિત્રીમાં પાણી ધસી ના આવે તે માટે શું પગલાં ભરી શકાય તેની પ્રાથમિક માહિતી અધિકારીઓ પાસેથી એકત્ર કરાઈ : વિશ્વામિત્રી નદીમાં ફરી...
સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળા ખાતે જે એક વર્ષે પહેલા ધોરણમાં ભણતી બાળકીનું જે આચાર્ય દ્વારા મૃત્યુ નીપજવામાં આવ્યું હતું, તે આચાર્યને...
સુરતઃ શ્રાદ્ધ પક્ષની અકળાવનારી ગરમી વચ્ચે આજે બપોરે સુરતના શહેરીજનોને થોડી રાહત મળી હતી. બપોરે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે ધમધોકાર...
સુરતઃ સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની હાલત છેલ્લાં ચાર મહિનાથી ખરાબ છે. વરસાદમાં ધોવાઈ જવાના લીધે શહેરના અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા પડી...
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી બેઠકના સાંસદ કંગના રનૌતે ખેડૂત કાયદાને ફરીથી દાખલ કરવાની હિમાયત કરી હતી ત્યારબાદ રાજકીય...
ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દેનથી ફરી એક ભુવાનો જન્મ વડોદરા શહેરનાં મકરપુરા ઓનજીસ મુખ્યમાર્ગ પર ભૂવો પડતાં ફાયર વિભાગને જાણ કરી બેરીકેડિંગ...
સુરતઃ છેલ્લાં બે વર્ષ કરતા વધુ સમયથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે, જેના લીધે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા...
નવી દિલ્હીઃ દર વર્ષે શિયાળા દરમિયાન દિલ્હીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ ઉઠતું હોય છે, તેના લીધે લોકોના સ્વાસ્થ્યને ભયંકર નુકસાન...
જરૂરી ડોક્યુમેન્ટ 2 દિવસમાં કરી આપવા માંગ : વહેલી તકે સહાય ચુકવવામાં નહીં આવે તો ચક્કાજામ કરવા ચીમકી ઉચ્ચારી : ( પ્રતિનિધિ...
પ્રતિનિધિ વડોદરા તારીખ 25વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પોરબંદરના 18 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા...
અલ્હાબાદઃ અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણ ભથ્થાને લઈને એક વૃદ્ધ દંપતી વચ્ચેની લાંબી કાનૂની લડાઈને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું, એવું લાગે...
નવી દિલ્હીઃ અમેરિકામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. હવે રાજસ્થાનના ચિત્તોડગઢથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ...
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની લોકસભા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં છે. કંગનાએ ભારતના ખેડૂતોને...
એક સમયે મધ્ય પૂર્વનું પેરિસ કહેવાતું બૈરુત આ દિવસોમાં ગરીબીમાં જીવી રહ્યું છે. આતંકવાદ, સાંપ્રદાયિકતા અને અસ્થિર સરકારે લેબનોનને બરબાદ કરી નાખ્યું...
સાબરકાંઠાઃ આજે બુધવારે વહેલી સવારે હિંમતનગર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘુસી જતા 7 લોકોના...
જિનિવા ખાતે યોજાયેલા સ્ટોકહોમ કન્વેન્શનમાં યુરોપના દેશો દ્વારા ભારતના ખેડૂતોની સ્વદેશી દવા એન્ડોસલ્ફાન ઉપર પ્રતિબંધ મૂકવા પ્રસ્તાવ થયો. ૨૫ એપ્રિલથી ૫ દિવસ...
સીતારામ યેચુરી માર્ક્સવાદી રાજકારણી હતા, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના જનરલ સેક્રેટરી હતા. તેઓ 2005થી 2017 સુધી પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ પણ...
શૂન્યાવકાશ એટલે જેમાં હવા તત્ત્વનો સર્વથા અભાવ હોય એવું પોલાણ, ‘વેક્યૂમ’. ખાલી સાવ શૂન્ય સ્થાન. માનવજીવનમાં પણ ક્યારેક શૂન્યાવકાશ સર્જાય એવા પ્રસંગો...
સુરત શહેરવાસીઓ પૈકીના ખાસ કરીને સેન્ટ્રલ ઝોન સહિતના મોટા ભાગના રહેણાંક અને ધંધાકીય વિસ્તાર પર દરરોજ નજર સામે જ વાહનવ્યવહારની અગવડ સાથે...
ભારત દેશ સંતોની ભૂમિ હોવાની ઓળખ ધરાવે છે. તો બીજી બાજુ જોઈએ તો મહાન સમાજ સુધારકો પણ પેદા થયા. સંતોની વાત કરીએ...
પોર્નોગ્રાફી એટલે કે જાતીયતાના દ્રશ્યો બતાવતા વીડિયોઝ, ક્લિપો, ફિલ્મો વગેરે આજે એક મોટું દૂષણ બની ગયું છે. તેમાં પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે...
IPL Auction: આજે 132 જગ્યાઓ માટે 493 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પાવાગઢ બાયપાસ રોડ પર જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા સ્વચ્છતા અને દબાણ હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કરાયું
ગત તારીખ 17 મી સપ્ટેમ્બર 2024 ના રોજ ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હતો અને આગામી તારીખ 2 જી ઓક્ટોબર 2024 ના રોજ ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે જેમાં સ્વચ્છતાના હિમાયતી અને આગ્રહી આ બન્ને મહાનુભાવો દ્વારા સમગ્ર વિશ્વને સ્વચ્છતાનું સૂત્ર આપવામાં આવ્યું છે જેને અનુલક્ષીને ભારત સરકાર દ્વારા તા. 17 મી સપ્ટેમ્બરથી તા. 2 બીજી ઓક્ટોબર સુધી એટલે કે સતત 15 દિવસ સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરી વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત હાલોલ નગર ખાતે પણ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરી નગરના જાહેર સ્થળો સહિતના સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી સ્વચ્છતાને લગતા કામો કરાઈ રહ્યા છે જે તમામ જાહેર સ્થળો સહિતના સ્થળોની ચકાસણી કરી સ્થળોનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરવા માટે આજે બુધવારે હાલોલના પાવાગઢ બાયપાસ રોડ સહિતના જાહેર વિસ્તારોની પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારની હાજરીમાં તમામ સ્થળોએ સ્વચ્છતાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને સ્વચ્છતા અંતર્ગત કરવામાં આવેલી તમામ કામગીરીનું જિલ્લા કલેકટર આશિષ કુમારદ્વારા નીરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે આગામી દિવસોમાં આરંભ થનાર માં આદ્યશક્તિની આરાધનાના નવલી નવરાત્રીના પર્વને લઈને સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે હજારો લાખોની સંખ્યામાં યાત્રિકો પગપાળા આવતા હોવાને લઈને પાવાગઢ બાયપાસ રોડ સહિતના મુખ્ય પાવાગઢ રોડ પરના રસ્તાઓ પર જ્યાં પાવાગઢ ખાતે પગપાળા ચાલીને આવતા યાત્રિકોને ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવેલ હતા તે ફૂટપાથ પર ઉભા કરાયેલા તમામ નાના મોટા ગેર કાયદેસરના દબાણો હટાવા માટેની કામગીરી કરવા માટેની લાગતા વળગતા તંત્રની સૂચનાઓ આપવામાં આવી હતી જ્યારે દબાણકર્તાઓને પણ તાત્કાલિક પોતાના દબાણ હટાવવા માટેનો આદેશ કરાયો હતો જ્યારે પાવાગઢના તમામ વિસ્તારોના મુખ્ય રોડ રસ્તાઓની સફાઈ કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર આશિષ કુમારની હાજરીમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી અને નવરાત્રી દરમિયાન પાવાગઢ રોડ પર રહીને આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તેઓના ચાલવાના ફૂટપાથને ખુલ્લા કરવા લાઇટિંગ કરવા તેમજ અન્ય તમામ સુચારું વ્યવસ્થા ઉભી કરવા માટેની જિલ્લા કલેકટર આશિષ કુમારદ્વારા તમામ લાગતા વળગતા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને વિવિધ સલાહ સૂચનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં તમામ લોકોને જોડાઈ પોતાની આસપાસ તેમજ વધુમાં વધુ જાહેર સ્થળો સહિતના તમામ સ્થળોએ સાફ-સફાઈ રાખવા માટેનું આહવાન કર્યું હતું આ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, હાલોલ મામલતદાર પ્રદિપસિંહ ગોહિલ, હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, આર.એમ.બી.ના અધિકારી જીગરભાઈ પટેલ સહિત અન્ય અધિકારીઓ તેમજ વિવિધ લાગતા વળગતા તંત્રના કર્મચારીઓ અને હાલોલ નગર પાલિકા તંત્રના સાફ-સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.