ભારત દેશ સંતોની ભૂમિ હોવાની ઓળખ ધરાવે છે. તો બીજી બાજુ જોઈએ તો મહાન સમાજ સુધારકો પણ પેદા થયા. સંતોની વાત કરીએ...
પોર્નોગ્રાફી એટલે કે જાતીયતાના દ્રશ્યો બતાવતા વીડિયોઝ, ક્લિપો, ફિલ્મો વગેરે આજે એક મોટું દૂષણ બની ગયું છે. તેમાં પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે...
AIMIM પાર્ટીના નેતા મહારાષ્ટ્ર AIMIMના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલે મહંત રામગિરિ મહારાજ દ્વારા ઈસ્લામ વિરુદ્ધ આપવામાં આવેલા કથિત નિવેદનને લઈને મોરચો ખોલ્યો છે....
ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત જીઈઆરએમએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમ નજીક મેડિકલ...
ગેસ કટરની મદદથી દુકાનની અંદર પ્રવેશી લાકડાંનો દરવાજો ખોલી તસ્કરોએ ખેલ પાડ્યો (પ્રતિનિધિ) વડોદરા તા. 24 શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર લોજની...
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે શરદી ખાંસી, તાવ ,માથા અને શરીરમાં દુખાવો, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધ્યાં ગત મહિને પૂરપ્રકોપ...
પૂરની તારાજી બાદ મ્યુનિનું તંત્ર જાગ્યું, દબાણકારોની યાદી તૈયાર કરી,વડોદરા: શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી પૂરના કારણે લોકોની માલ-મિલકતોને ભારે...
લેબનોનમાં ઇઝરાયેલના હુમલા હાલમાં ચાલુ છે. મંગળવારે 24 સપ્ટેમ્બરના રોજ હિઝબોલ્લાહનો કમાન્ડર લેબનોનમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યો ગયો. સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સી...
સાપુતારા : ડાંગમાં ભેંસકાતરી રેંજની ટીમે એક્સુવીમાંથી ગેરકાયદે લઈ જવાતો લાકડાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગની ટીમને જોઇ વિરપ્પનો...
આણંદ જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ‘ધંધે’ લાગ્યા સરકારના શિક્ષણ વિભાગે શિષ્યવૃત્તિ માટે ઇ-કેવાયસીના તઘલખી નિર્ણયને કારણે બાળકો...
શિનોર: શિનોર તાલુકામાં નર્મદા નદીના કિનારે કંજેઠા ખાતે આવેલા સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર પર ગતરાત્રિના મોટા ધડાકા સાથે વીજળી પડતા માતાજીના મંદિરને...
તિરુપતિના લાડુમાં પ્રાણીની ચરબીના કથિત ઉપયોગનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે અને આ અંગે રાજકારણ પણ તેજ બની રહ્યું છે. લાડુના...
આદ્ય શક્તિની આરાધનાના નવલી નવરાત્રીના મંગલ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિના પર્વમાં ભક્તિ અને શક્તિની આરાધનામાં માઈ ભક્તો લીન...
બીલીમોરા: બીલીમોરામાં સોમવારની મધ્યરાત્રીથી કડાકા અને વીજળીના ભડાકા સાથે પડેલા વરસાદે જાણે કે ફરી ચોમાસાને સક્રિય કરી લીધું હોય તેમ મંગળવારે આખો...
*સાળો બનેવી ઓટોરિક્ષામા ભીખ માંગવાના બહાને આવી ચોરીને અંજામ આપતા**આયુર્વેદિક હોસ્ટેલ પાસેથી બંનને પોલીસે ઝડપ્યા* (પ્રતિનિધિ) વડોદરા તા. 24 વડોદરા શહેરમાં મિલ્કત...
* વાઘોડિયા: વાઘોડિયાના તરસવા ગામે પાંચ દિવસ પહેલા ગુમ થનાર ખેડૂત રામકિશન ભઈલાલભાઈ પરમાર ઉંમર વર્ષ 45નો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં ગામના જ...
અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ હવે નવા વડાપ્રધાને પણ શપથ લીધા છે. હરિની અમરસૂર્યાએ મંગળવારે શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે શપથ...
ડભોઇ પોલીસ ની વાર્ષિક કામગીરી, પોલીસના પહેરવેશ અને પરેડ સહિતની તમામ વિગતોની ચકાસણી અર્થે ડભોઇ વિભાગીય કચેરીના નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ...
દાહોદ: દાહોદ જિલ્લામાં ગતરોજ રાત્રીના સમયે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર પુનઃ એન્ટ્રીને પગલે સર્વત્ર વરસાદી...
પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડના વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર અને ભાજપ પર પ્રહાર દાહોદ: દાહોદના વિવિધ સંગઠનો અને વિવિધ પાર્ટી દ્વારા છ વર્ષ...
મધ્યપ્રદેશના દમોહમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. મંગળવારે બપોરે દમોહ-કટની સ્ટેટ હાઈવેના દેહત...
બદલાપુર રેપ કેસમાં એન્કાઉન્ટરની તપાસ મંગળવારે CIDને સોંપવામાં આવી હતી. 23 સપ્ટેમ્બરે થાણે ક્રાઈમ બ્રાન્ચે આ કેસના આરોપી અક્ષય શિંદેનું થાણેમાં એન્કાઉન્ટર...
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે...
પરિણીતા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી આકાશ ગોહિલનો ઓડિયો વાયરલ પ્રતિનિધિ વડોદરા તા 24 ધારાસભ્ય સહિત ભાજપના ઘણા રાજકીય નેતાઓ સાથે ધરોબો ધરાવનાર...
સ્ટેન્ડિંગસમિતિમાં દરખાસ્ત રજૂ, 10 મશીન ખરીદવાનો ખર્ચ રૂ. 4.47 કરોડ થશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છ ભારત મિશન અર્બન-2ની મળેલી ગ્રાન્ટમાંથી 10 ટ્રક...
સિદ્ધારમૈયાને કર્ણાટક હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. MUDA કેસમાં સિદ્ધારમૈયાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જમીન...
મુંબઈઃ તિરુપતિ બાલાજીમાં લાડુ વિવાદ બાદ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંદિરના...
નવી દિલ્હીઃ લેબનોનમાં પેજર બોમ્બ બ્લાસ્ટ અને વોકી-ટોકી બ્લાસ્ટથી ટેક્નોલોજીના ખતરનાક ઉપયોગને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઇઝરાયલ વિરોધી લેબનીઝ...
સુરતઃ શહેરમાં સિટી બસ બેફામ દોડતી હોવાની અનેક ફરિયાદ ઉઠતી રહે છે. ગયા વર્ષે સુરત મનપાના તંત્રએ ફુલસ્પીડમાં બસ હંકારી અકસ્માત નોંતરતા...
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં આજે મંગળવારે તા. 24 સપ્ટેમ્બરના રોજ આગ ફાટી નીકળી છે. ડાયમંડ ફેક્ટરીની ગેસ પાઈપ...
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
પર્થમાં ભારતનો મહાવિજયઃ બુમરાહની સેનાએ 295 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
ભારત દેશ સંતોની ભૂમિ હોવાની ઓળખ ધરાવે છે. તો બીજી બાજુ જોઈએ તો મહાન સમાજ સુધારકો પણ પેદા થયા. સંતોની વાત કરીએ તો ખરા અર્થમાં જેમણે વૈષ્ણવ જન તો તેને રે કહીએ એવી રચના આપી તેવા ભક્ત કવિ નરસિંહ મહેતા, તો ‘મેરો તો ગિરધર ગોપાલ દુજા ન કોઈ’ તેવી રચનાના રચયિતા મીરાંબાઈ, જેનાં ભજનો આજે પણ કર્ણપ્રિય હોય તેવાં પાનબાઈ, ગંગાસતી વગેરે અનેક નામો ગણાવી શકાય. જ્યારે બીજી તરફ નજર કરીએ તો સમાજમાં સદીઓથી ચાલી આવતી અંધશ્રધ્ધા, વહેમો, કુરિવાજો, જ્ઞાતિવાદ, untouchability વગેરે નાબૂદ થાય તે માટે કવિ નર્મદે ડાંડિયો નામનું છાપુ કાઢી તે જમાનામાં જેહાદ જગાવી હતી. તો ભક્ત કવિ નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન ગાવા ગયા તો ન્યાત બહાર મૂક્યા હતા. સમાજસુધારા માટે અથાગ પ્રયત્નો કર્યા છે તેવા કબીર, રાજારામ મોહનરાય, રામાસ્વામી પેરિયાર, કાર્લ માર્ક્સ, મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રી બાઈ ફૂલે, મહાત્મા ગાંધી જેવાં અનેક નામો ગણાવી શકાય.
આ કાર્યને આગળ ધપાવવા માટે સુરતમાં સત્ય શોધક સભાની સ્થાપના થઇ, અન્ધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો નાબૂદ થાય તે માટે જાણીતા રેશનાલિસ્ટ રમણ પાઠક દ્વારા ‘ગુજરાતમિત્ર’ વર્તમાનપત્રમાં “રમણ ભ્રમણ” કોલમ જીવ્યા ત્યાં સુધી ચલાવી. આટલા આટલા વિચારકોએ પોતાનું બલિદાન આપ્યું છતાં આ બદી નાબીદ નથી કરી શકતા. હજુ પણ અમુક જ્ઞાતિના હોવાના કારણે ભેદભાવનો ભોગ બનવું પડે તેવા અનેક દાખલા, સમાચારો વાંચતાં જણાય છે. સાહિત્ય ક્ષેત્રે પણ સમાજ સુધારણા માટે ખૂબ કામ થયું છે અને છેલ્લે બાબાસાહેબ આંબેડકરે ફકત ને ફકત શિક્ષણને જીવનનો મુદ્રા લેખ હોવાનો સંદેશો આપ્યો અને કાયદા દ્વારા જ આ બધી બદી નાબૂદ થઈ શકે તે માટે કાયદાઓ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દેશ વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યો છે કે પછી ગુરુઓ વિશ્વમાં ફેલાઈ રહ્યા છે કંઇ સમજાય છે ખરું?
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.