Top News

More Posts

   The Latest

Most Popular

કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા સુરતના પોલીસ અધિકારીઅો, જવાનો તેમજ ટ્રાફિક વિભાગ અને હોમગાર્ડના જવાનો માટે સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર મેડીકલ ચેકઅપ વાન શરૂ કરવામાં આવી છે. શુક્રવારે પોલીસ કમિશનરે ત્રણેય વાનને લીલીઝંડી આપી હતી.
આ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે શહેરને સ્વસ્થ અને સુરક્ષિત રાખનારા પોલીસ જવાનોની કાળજી લેવી પણ તેટલી જ જરૂરી બને છે, શહેરમાં કુલ્લે ૩૬૬ પોઇન્ટ આવ્યા છે અને તમામ પોઇન્ટ ઉપર શહેરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ તેમજ અધિકારીઅો ખુબ જ સારી રીતે પોતાની ફરજ બજાવી રહ્ના છે. રાત-દિવસ કામ કરતા પોલીસ કર્મચારીઅોની કાળજી લેવાની એ સૌપ્રથમ પ્રાથમિકતા છે અને તેઅોના હેલ્થનું પણ ધ્યાન રાખવું તેટલુ જ જરૂરી છે. ત્યારે આવા તમામ પોલીસ કર્મચારીઅો, ટીઆરબી તેમજ હોમગાર્ડના જવાનોની તબીયત જળવાઇ રહે અને તેઅો સારી રીતે કામ કરી શકે તે માટે મીશન હોસ્પિટલના સહયોગથી ત્રણ મેડીકલ યુનીટ વાન શરૂ કરવામાં આવી છે. ગુજરાત નહીં પંરતુ ભારતમાં સૌપ્રથમવાર પોલીસ માટે મેડીકલ વાન શરૂ થઇ છે. એક વાનમાં બે ડોક્ટરની ટીમ દ્વારા શહેરના તમામ પોઇન્ટ ઉપર જઇને પોલીસના હેલ્થની તપાસ કરાશે. આ બાબતે મીશન હોસ્પિટલના ડોક્ટર અનિલકુમારએ જણાવ્યું કે, પોલીસને ખાસી, શરદી, ફીવર તેમજ બ્લડપ્રેશર અને સુગરની તકલીફની સારવાર કરવામાં આવશે. મેડીકલ ચેકઅપ વાનમાં તમામ પ્રકારની કીટ ઉપલબ્ધ છે અને તમામ સ્થળો ઉપર જઇને પોલીસના મેડીકલ ટેસ્ટ કરવામાં આવશે.

To Top