Top News

More Posts

   The Latest

Most Popular

સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને કોલકાતાનો પ્રવાસ કર્યો છે અને તે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ હતી, ઇચ્છાનાથની 21 વર્ષીય યુવતી છે જે દુબઇથી આવી છે અને તે મીશન હોસ્પિટલમાં દાખલ હતી, કેનેડાથી આવેલી સીટીલાઇટ રોડની 20 વર્ષીય યુવતી કેનેડાથી આવી હતી અને મિશન હોસ્પિટલમાં દાખલ હતી, મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા મહિધરપુરાના 32 વર્ષીય પુરૂષ જે મિશન હોસ્પિટલમાં દાખલ હતા. કતારગામના 38 વર્ષીય પુરૂષ જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી અને તેઓ સ્મીમેરમાં દાખલ હતા. સ્મીમેર હોસ્પિટલમાંદાખલ ગોડાદરાનો 20 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિંગણપોરની 14 વર્ષિય કિશોરી જે સ્મીમેરમાં સારવાર લઇ રહી હતી. સરથાણાની 74 વર્ષીય વૃદ્ધા જે સ્મીમેરમાં સારવાર લઇ રહ્યાં હતાં. પુણાગામના 74 વર્ષીય વૃદ્ધ જે નવી સિવિલમાં હતા અને ડભોલીની 57 વર્ષીય મહિલા જે પ્રાર્થના હોસ્પિટલમાં હતા આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આ પહેલા ગુરૂવારે વધુ 16 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતાં. પરંતુ સાંજ સુધીમાં તેમાંથી પણ 10નો રિપોર્ટ નેગેટિવ આવી જતા હવે માત્ર છ કેસ પેન્ડિંગ હતા. મનપા દ્વારા તકેદારીના પગલારૂપે શહેરમાં ડીસઇન્ફેકશનની કામગીરી તો ચાલુ જ રાખી હતી. તેમજ લોકોને થોડી ઘીરજ રાખી ઘરમાં જ રહેવાની અપીલ કરતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે જો હવે માત્ર થોડા દિવસ લોકો જાગૃતિ દાખવવામાં આવશે તો આપણે કોરોનાને હરાવી દઇશું. અઠવા ઝોન વિસ્તારનો કોરોના પોઝિટિવ દર્દીનો સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા તેને બુધવારે રાત્રે રજા આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા આધેડનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને યોગ્ય સારવાર મળતા તેનો પણ રિપોર્ટ નેગેટિવ આવતા તેને પણ રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોના પોઝિટિવ પૈકીના કુલ ત્રણ દર્દીના સારવાર બાદ નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે.ઘોડરોડ રોડ કરિમાબાદ સોસાયટીમાં રહેતા યુવકને ગત તારીખ ૧૮મીના રોજ શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન રિકવરી આવી હતી અને ફરી તપાસ કરતા તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તેને બુધવારે રાત્રે રજા આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત હવે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કૈલાશનગરમાં રહેતા ૪૫ વર્ષીય આધેડને અગાઉ પોઝિટિવ કેસ આવ્યો હતો. જોકે તેની યોગ્ય સારવાર બાદ આખરે ફરી વાર રિપોર્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ બીજી વાર રિપોર્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ ફરી નેગેટિવ આવતા આજે તેને રજા આપી દેવામાં આવી હતી.

To Top