Top News

More Posts

   The Latest

Most Popular

સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં રહેતા સત્યભામા વનારેનો રીપોર્ટ પોઝીટીવ હતો. સત્યભામા ડિમાર્ટમાં કામ કરતા યુવાનની માતા છે અને તે યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ તેમના સંપર્કમાં હતાં. તેમજ અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા અબ્દુલ બાહીદ ખુરેશી કે જેઓની ઉમર 50 વર્ષની છે. તેમની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. અને તેઓને 4 એપ્રિલે મીશનમાં દાખલ કરાયા હતો. જેઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગઇકાલે સુરતમાં 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ કરાઇ છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, એક વર્ષ અને ત્રણ મહિનાનું બાળક છે જે વેડરોડ ખાતે રહે છે તેને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો છે. પાલની 61 વર્ષીય મહિલા છે જેને મિશનમાં દાખલ કરાઇ છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, સરથાણાનો 22 વર્ષીય યુવક છે તેની મહેસાણાની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને તેને નવી સિવલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, કતારગામની 34 વર્ષીય મહિલાને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પાંડેસરાના 36 વર્ષીય પુરૂષને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી છે. વરિયાવી બજારના 64 વર્ષીય પુરૂષને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, હીરાબાગના 16 વર્ષીય કિશોરને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, ભટારના 48 વર્ષીય પુરૂષને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો છે અને તેની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

To Top