Top News

More Posts

   The Latest

Most Popular

દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ છે. 12 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ગયા છે. આ દરમિયાન હચમચાવી મુકનારા સમાચાર સામે આવ્યા છે. લીબિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહમૂદ જિબ્રિલનું અવસાન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ કોવિડ-19 પોઝિટિવ હતા અને તે જ તેમના મોત માટેનું કારણ બન્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જિબ્રિલ હાલમાં જ કોવિડ-19થી સંક્રમિત થઈ ગયા હતા અને તેમનું અવસાન શનિવારે રાત્રે થઈ ગયું હતું. જો કે રવિવારે તેમના અવસાનની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી હતી. જિબ્રિલ લાંબા સમય માટે વડાપ્રધાન પર પર રહી ચૂક્યા છે. આ પહેલા સ્પેનના રાજકુમારીનું કોરોનાને લીધે મોત થયું હતું.
તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાથી તેમને લિબિયાની રાજધાની કાહિરાની એક હોસ્પિટલમાં 10 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જિબ્રિલ લીબિયાના તાનાશાહ મુઅમ્મર અલ ગદ્દાફીને સત્તામાંથી હટ્યા બાદ તેઓ વડાપ્રધાન બન્યા હતા.

To Top