સુરત (Surat): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થવાનો છે. લોકોનું અને સરકારનું ધ્યાન હાલમાં રસીકરણ કાર્યક્રમ પર છે....
આણંદ: (Anand) આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું...
આણંદ: ઉનાળાના આગમનને હજુ બે માસનો સમય બાકી છે ત્યારે ગ્લોબલ ર્વોમિંગની અસરના કારણે આણંદ શહેરમાં આંબા પર કેરીઓ લાગી ગઈ છે....
વડોદરા: પાડોશી રાજયો સહિતના સ્થળોએબર્ડ ફલુનો રોગ વકરતા વિવિધ જિલ્લાઓમાં બર્ડ ફલુના સર્વેલન્સ તથા અટકાયત પગલાં લેવાની કામગીરી કરવા રાજ્ય સરકારના આરોગ્ય...
વડોદરા: શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્મા નગર પાછળના મેદાનમાં એક યુવકની ભેદી સંજોગોમાં હત્યા કરેલી લાશ મળી આવી હોવાના બનાવથી ભારે ચકચાર...
શિયાળાની ઋતુમાં ગુજરાતીઓ ઘણા શિયાળુ પાક ખાતા હોય છે જે શરીરને પોષણ પૂરું પડે છે, એમાં પણ લોકો ઘણીવાર ગુંદરનાં લાડુ ખાવાનું...
ભારત એક ગરીબ દેશ છે. ભારત સરકારની તિજોરી હંમેશા તળિયું દેખાડતી હોય છે. સરકાર પાસે કોઈ પણ વિકાસનું કામ માગવામાં આવે ત્યારે...
આ શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા પત્રકાર સંજીવ ઓઝાના અઢી વર્ષના માસુમ દીકરાનું પડી જવાથી મૃત્યુ થયું. બ્રેઇન ડેડ થયેલા દીકરાના ડોનેટ લાઇફ...
આકાશવાણી એફ. એમ. સુરત કેન્દ્રએ ‘‘ફોન ઈન કાર્યક્રમ રજુ કરે છે. ઊધઘોષક ભાઈ બહેનો શ્રોતા મિત્રો સંગાથે વાતો ખુબજ સારી રીતે કરે...
આજના યુવાન – યુવતિઓમાં મોટાભાગે સંસ્કારનો અભાવ છે, જેના કારણે સમય પ્રમાણે વર્તતા નથી. અને તમિઝ પણ જાળવતા નથી. હાલમાં જ માંડવીથી...
યુ.એસ. માં હિંસાની વચ્ચે, કોંગ્રેસે રાષ્ટ્રપતિ જો બિડેનની જીતને મંજૂરી આપી દીધી છે. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વિજયને પણ...
જાન્યુઆરી 2020 માં દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ માર્ચ 2020 થી દેશવ્યાપી લોકડાઉન થઈ ગયું. દરમિયાન, દરેક કોલ પહેલાં કોરોના...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) ગુરુવારે ખેડૂત આંદોલનમાં (Farmers’ Protest) કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને...
સુરત: (Surat) સામાન્ય રીતે કોઈપણ વાહન ખરીદી કરતી વખતે કોઈપણ રેન્ડમ નંબર આપવામાં આવે છે. જેમાં લોકોને ગમતા નંબર માટે પણ માર્ગ...
નવી દિલ્હી (New Delhi): થોડા દિવસોમાં હવે કોરોના સામે રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે ત્યારે ઉત્તર પ્રદેશ (UP) અને હરિયાણા (Haryana)...
હાડ થીજાવી નાંખતી એક ડિગ્રી સુધીના નિમ્ન તાપમાનમાં કડકડતી ઠંડીમાં લગભગ દોઢેક માસથી દિલ્હીમાં ત્રણ સ્થળે લગભગ પચાસ હજાર ખેડૂતો, ખેડૂતને સ્પર્શતા...
તા. 20.11.20ને શુક્રવારના રોજ ગુજરાતમિત્ર વર્તમાનપત્રમાં રાજ કાજ કોલમ હેઠળ કાર્તિકેય ભટ્ટનો સમયને આવકારવાનો ઉત્સવ ઉજવવાનો પણ તેનું મહત્વ નહીં સ્વીકારવાનું! લેખ...
એક નાનકડી હોટલમાં શનિવારની સાંજે બહુ ભીડ હતી.હોટલ એક યુવતી જાતમહેનતે ચલાવતી હતી.બહુ નાની હોટલ;યુવતી અને બીજા બે જણ એમ કુલ બસ...
મુંબઈ, (MUMBAI): બીએમસીએ (BMC) અભિનેતા સોનુ સૂદ (SONU SOOD) સામે 6 માળની રહેણાંક મકાનને હોટેલમાં રૂપાંતરિત કરવાના આરોપ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી...
મુંબઇ (MUMBAI): બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (ANUSHAKA SHARMA) આજકાલ તેના ગર્ભાવસ્થાના સમયગાળાની ખૂબ મજા લઇ રહી છે. અનુષ્કા સાથે તેના પતિ વિરાટ...
બાળકોને સામાન્ય રીતે ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, પણ કઈ ઉંમર સુધીનાં બાળકોનો તેમાં સમાવેશ કરવો એ સ્પષ્ટ નથી. સામાન્યપણે એવું જોવા...
મુંબઇ (MUMBAI): ગઈકાલના ભારે ઘટાડા પછી ગુરુવારે બજાર ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) હાલમાં 227 અંક સાથે 48,401.77 પર કારોબાર કરી રહ્યો છે....
આસામ (ASSAM): ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સદસ્ય બિશ્વજીત ડાયમારીનો (BISHAVJIT DAYMARI) પુત્ર અમૃતરાજ મંગળવારની સાંજથી ગુમ હતો. તે કોકરાઝારની બોર્ડિંગ...
NEW DELHI, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43 મો દિવસ છે. આજે દિલ્હીની આસપાસ ખેડુતો ટ્રેક્ટર કૂચ (TRACTOR MARCH)કરી રહ્યા છે. તેમનો...
જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયા અર્થાત્ સહિયારા અને ન્યાયી ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે રાજકીય વિકલ્પ નથી અને જે લોકો હિંદુ...
જ્યાં સરમુખત્યારશાહી આવે છે ત્યાં વિકાસનો રસ્તો બંધ થઈ જાય છે. વિશ્વનો આ ક્રમ છે અને અનેક દેશોમાં તેની સાબિતી પણ મળી...
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(DONALD TRUMP)ના કાર્યકાળના અંતિમ દિવસોમાં અમેરિકાએ ફરી એકવાર હિંસાનું સ્વરૂપ જોયું છે. આ વખતે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં...
બ્રિટનમાંથી બહાર આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના લઇને સુરતમાં 7 દર્દીઓને દાખલ કરાયા છે અને તેઓના સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ...
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમજ બર્નડ વનલીર ફાઉન્ડેશનના સહયોગથી ‘‘ધ નર્ચરિંગ નેબરહૂડ ચેલેન્જ’’’નું આયોજન કરવામાં આવ્યું...
વીર નર્મદ યુનિ. સલંગ્ન ખાનગી કોલેજોમાં ફી ઘટાડા અંગે યુનિ.એ સિન્ડીકેટના નિર્ણયના પખવાડિયા પછી પણ પરિપત્ર બહાર નહિં પાડતા અનેક તર્કવિતર્ક વહેતા...
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
સુરત (Surat): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થવાનો છે. લોકોનું અને સરકારનું ધ્યાન હાલમાં રસીકરણ કાર્યક્રમ પર છે. આજે અને આવતીકાલે ઉત્તર પ્રદેશ (UP) અને હરિયાણા (Haryana) સિવાય દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દરેક જિલ્લામાં ફરી કોરોના રસીકરણનો ડ્રાય રન યોજાશે જેથી રસીકરણની પ્રક્રિયાનું અસરકારક આયોજન અને વ્યવસ્થાપન થઈ શકે. આ બધાની વચ્ચે લોકોમાં કોરોનાનો ભય ભલે ઓછો થઇ ગયો હોય પણ કોરોનાના નવા પ્રકારનો (New strain of Corona, UK) ભય હવે તોળાઇ રહ્યો હોય એવુ લાગે છે.

બ્રિટનમાંથી (Britain/UK/London/England) મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના કારણે દેશ સહિત સુરતમાં પણ ચિંતાઓ વધી છે. જણાવી દઇએ કે સુરતમાં યુકેથી આવેલા 7 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. દેશમાં યુકેથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ્સ પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિરોલોજી (National Institute of Virology, Pune) માં મોકલવામાં આવે છે. સુરતના આ 7 દર્દઓના નમૂના પણ પૂણેની આ સંસ્થામાં મોકલવામાં આવ્યો છે. પણ હજી સુધી તેમના રિપોર્ટ ન આવતા તંત્ર ચિંતામાં મૂકાયુ છે.

બીજી તરફ તમામ દર્દીઓની તબિયત પહેલા કરતા વધુ સારી છે અને હાલમાં તેઓ સ્વસ્થ હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. આ જોતા સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઇને તંત્ર ચિંતા અને મૂંઝવણમાં છે. સુરતમાં હજીરાથી આવેલા ત્રણ દર્દીઓ તેમજ કામરેજથી આવેલા ચાર દર્દીઓમાં કોરોનાના નવા સ્ટ્રેન હોવાની શંકા છે. હાલમાં તો તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસીને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલના 10માં માળે દાખલ કરવામાં આવ્યા છે.

તેઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સુરતમાં દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોના કહેવા પ્રમાણે દાખલ 7 દર્દીઓના સેમ્પલો લઇને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ પુણેમાં જે લેબોરેટરી છે તેમાં સમગ્ર દેશભરમાંથી સેમ્પલો ટેસ્ટિંગ માટે આવે છે. અને તે સેમ્પલનો રિપોર્ટ આવતા સમય લાગી જાય તેમ છે.

હાલમાં આવા સમયમાં જે દર્દીઓ દાખલ છે તેઓને પ્રાથમિક સારવાર કરીને જ તેઓ સાજા થઇ જાય તેવું પણ છે. પુણેની લેબોરેટરીમાં તમામ દર્દીઓના સેમ્પલો મોકલ્યાને સાત દિવસ જેટલો સમય થઇ ગયો છે પરંતુ હજુ સુધી કોઇપણ દર્દીનો રિપોર્ટ આવ્યો નથી. પુણેની લેબોરેટરીમાં સમગ્ર દેશભરમાંથી સેમ્પલો ટેસ્ટિંગ થતાં હોવાથી સમય જઇ રહ્યો છે. બીજી તરફ સુરતની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા નોડલ ઓફિસર ડો. અમિત ગામીના જણાવ્યા પ્રમાણે તમામ દર્દીઓની તબિયત પહેલા કરતા વધુ સારી છે, હવે પુણેથી ક્યારે રિપોર્ટ આવે છે તેની ઉપર નજર છે. હાલ તો તમામ પહેલા કરતા સ્વસ્થ છે અને વહેલી તકે સારા પણ થઇ જશે. જણાવી દઇએ કે દેશમાં યુકેમાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત દર્દીઓનો આંકડો 73 પર પહોંચી ગયો છે.