Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી (New Delhi): ટીમ ઈન્ડિયાના (team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) તેમના પિતાને ગુમાવી ચૂક્યા છે. શનિવારે સવારે હાર્ટ એટેકથી (Cardiac arrest) તેમનું અવસાન થયું હતું.

સૈયદ મુસ્તાક અલી, ટી -20 ટ્રોફીમાં બરોડા તરફથી રમતા, કૃણાલ પંડ્યા બાયો બબલ છોડીને ઘરે પરત ફર્યો છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઈઓ શિશિર હતંગડીએ કહ્યું કે, ‘કૃણાલ પંડ્યાએ ટીમનો બાયો બબલ (bio bubble) છોડી દીધો છે. આ તેમના અને તેના પરિવાર માટે ખૂબ દુ:ખનો સમય છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાના નિધન પર બરોડા ક્રિકેટ એસોસિએશન શોક વ્યક્ત કર્યો છે.

કૃણાલે ઉત્તરાખંડ સામેની પહેલી મેચમાં 76 રન બનાવ્યા હતા અને ત્રણ મેચમાં ચાર વિકેટ પણ લીધી છે. જણાવી દઇએ કે હજી થોડા જ સમય પહેલા હાર્દિક પંડ્યાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. અને એવામાં તેમના પિતાનું નિધન પરિવાર માટે સાચે જ આઘાતજનક હશે.

To Top