Top News

More Posts

   The Latest

Most Popular

સુરત મનપા માટે ચુંટણીની દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા નિરિક્ષકોએ રવિવારથી રજુઆતો સાંભળવાની શરૂઆત કરી છે. બે દિવસ સુધી આ રજુઆતોનો દોર ચાલવાનો છે. ત્યારે ફરી એક વખત ભાજપના નેતાઓ અને કાર્યકરો કોવિડની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરતા નજરે પડયા હતા. ભાજપ કાર્યાલયથી માંડીને જયા રજુઆતો સંભળાતી હતી તે તમામ જગ્યાઓ પર માસ્ક અને શોસીયલ ડીસ્ટન્સના લીરે લીરા ઉડયા હતા પરંતુ પોલીસ કે મનપાની કોઇ ટીમ નિયમોનું પાલન કરાવવા કે કાર્યવાહી કરવા ફરકી નહોતી.

એક બાજુ સામાન્ય દુકાનદારોને ત્યા ભીડ જામે કે લગ્નપ્રસંગોમાં નકકી કરેલી સંખ્યાથી વધુ લોકો ભેગા થાય તો દંડ અને અન્ય કાર્યવાહી કરવા પોલીસ અને મનપાના અધિકારીઓ કાયદાનું હથિયાર ઉગામી દે છે પરંતુ રાજકીય પક્ષના કાર્યક્રમો સામે કાર્યવાહી કરતા હાથ ધ્રુજી રહયા છે. બે દિવસ પહેલા કોંગ્રેસ અને ભાજપ બન્નેના કાર્યક્રમોમાં આવી જ હાલત જોવા મળી હતી તો રવિવારે ભાજપના આ રજુઆત કાર્યક્રમમાં નિરીક્ષકોથી માંડીને નેતાઓ અને કાર્યકરો માસ્ક વગર અને સોશીયલ ડીસ્ટન્સનો ભંગ કરતા નજરે પડયા હતા. સામાન્ય લોકો પાસેથી મોટી પેનલ્ટી ફટકારતી પોલીસ અને મહાપાલિકા આ સોશ્યલ ડીસ્ટનશીંગમાં કાર્યવાહી કરતા ફફડી રહી છે તે સ્પષ્ટ છે.

To Top