Top News

More Posts

   The Latest

Most Popular

સંતરામપુર : કડાણા તાલુકા ના લાડપુર ગામે મકાન માં અચાનક જ આગ લાગતા જોતજોતામાં મકાન ને બાજુમાં આવેલ મકાન પણ આગની જ્વાળાઓ માં લપેટાઈ જતા મકાનો અને તમામ ઘરવખરી.

અનાજ.ઝરઝવેરાત અને રાચરચીલું ને ઘર ના આંગણા માં બાંઘેલ આઠ મૂંગા પશુઓ આગની જ્વાળાઓ માં લપેટાઈ જતા મકાનો અને તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામેલ જોવા મળે છે. ને આગમાં આઠ મૂંગા પશુઓ પણ આગની જ્વાળાઓ માં લપેટાઈ જતા શેકાઈ જઈ મોતને ભેટેલ છે.લાડપુર ગામે બનેલ આ આગ ના બનાવ થી સમસ્ત વિસતાર માં અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ આગની ઘટના ની જાણ થતાં તાલુકાનાં અઘિકારી ઓને પોલીસ તુરતજ બનાવ થી અસરગ્રસ્ત દિનેશ લાલા ખાંટ ને ત્યાં દોડી ગયેલ હતા અને અસરગ્રસ્તો ને મળી શાંતવના આપી ને પરિસ્થિતિ નો તાગ મેળવેલ.

આગથી આગ થી અસરગ્રસ્ત બનેલ આ કુટુબ ને મળવાપાત્ર જરુરી સહાય ત્વરીત તંત્ર દ્વારા અપાય. ને આ અસરગ્રસ્ત કુટુમ્બ ને રહેવા માટે છત મળે તે માટે તંત્ર દ્વારા ખાસ કિસ્સામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ નો લાભ આપવામાં આવે તે અંગેની ઊચ્ચસતરે રજુઆતો થયેલ છે.

To Top