Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા :  શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં વિભિન્ન કારણોસર ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી નાખવાના બનાવો બનવા પામ્યા છે આ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજવા રોડ કમલાનગર તળાવ પાસે આવેલ રાજ લક્ષ્મી સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થકુમાર નિલેશભાઈ સોલંકી ઉ.વ 25 બીકોમ સુધી અભ્યાસ કર્યા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યા બાદ વાઘોડિયા જીઆઇડીસી માં આવેલ એપોલો ટાયર કંપનીમાં 15 દિવસ અગાઉ નોકરી જતો હતો.

જ્યાં તેને કોઈ કારણસર નોકરી પરથી છુટા કરવામાં આવ્યો હતો જેથી તે માનસિક ડિપ્રેશનમાં આવી જતા તેને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બાપોદ પોલીસે બનાવ સંદર્ભે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાજન હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

બીજા આપઘાતના બનાવમાં પથ્થરગેટ રાવલ મોહોલ્લો જુના લકકડ પીઠા  રોડ પર રહેતા ગોપાલભાઈ રમણલાલ રાવલ (ઉ.વ. 40) પત્ની તથા સંતાનો સાથે રહેતા હતા. અને ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.પત્ની સાથે અણબનાવ બનતા પત્નીએ પિયરવાટ પકડી લીધી હતી. પત્ની સાથે સમાધાનો કોઈ અવકાશ નહી દેખાતા આવેશમાં આવી ગયેલા ગોપાલ રાવલે અંતિમ ચિઠ્ઠી લખી ગળા ફાંસો ખાઇને  આપઘાત કરી લીધો હતો.

આપઘાતના બનાવની જાણ નવાપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં કાયદેસરની કાર્યવાહી સાથે તપાસ કરતા ગોપાલ રાવલ લખેલ ચિઠ્ઠી મળી આવી હતી. ચિઠ્ઠીમાં તેમને પત્ની ઘર છોડીને જતી રહેવાની વેદના જણાવી હતી. તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસે ચિઠ્ઠી કબજે કરી  ગોપાલ રાવલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

To Top