Top News

More Posts

   The Latest

Most Popular

ગયા વર્ષે, કોરોના વાયરસને કારણે, સિનેમા પ્રેમીઓ થિયેટરોમાં ફિલ્મો માણવાથી વંચિત રહ્યા હતા. હવે 2021માં પ્રેક્ષકોને મોટા પડદે પાછા લાવવાવાના છે. આખરે, યશરાજ ફિલ્મ્સે ચાહકોની આ પ્રતિક્ષાને સમાપ્ત કરીને તેની પાંચ મોટી ફિલ્મોની રિલીઝ તારીખની ઘોષણા કરી છે. ડિસ્ટ્રીબ્યુટર્સ આ ફિલ્મો ઓટીટી કે અન્ય પ્લેટફોર્મ પરના બદલે સીધી થિયેટર્સમાં રિલિઝ કરશે. તારીખો જાહેર થતાં સિનેરસિકોમાં આનંદ છવાયો છે.

યશ રાજ ફિલ્મ્સ દ્વારા પાંચ ફિલ્મોની રિલીઝ ડેટને લઇને એક ટ્વિટ પોસ્ટ કરી છે. પોસ્ટમાં લખ્યું છે, યશ રાજ ફિલ્મ્સે 2021 માટે ફિલ્મોને લોક કરી દીધી છે અને કંપની હવે મોટા પડદા પર મૂવીઝ જોવાના અનુભવ તરફ પ્રેક્ષકોને ઇશારો કરી રહી છે.

યશ રાજ ફિલ્મ્સે પાંચ ફિલ્મોના થિયેટર રિલીઝની ઘોષણા કરી હતી. આ વર્ષે પહેલી ફિલ્મ 19 માર્ચ 2021ના રોજ રીલિઝ થશે જેનું નામ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ છે જેમાં અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા નજર આવશે.

બીજી ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ 23 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે જેમાં સૈફ, રાની મુખર્જી, સિધ્ધાંક અને શરવરી હશે.

ત્રીજી ફિલ્મ શમશેરા 25 જૂને રીલિઝ કરાશે જેમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત દેખા દેશે. ચોથી ફિલ્મ રણવીર સિંહ સ્ટારર ‘જયેશભાઇ જોરદાર’ હશે જે 27 ઓગસ્ટના રોજ રીલિઝ થશે. પાંચમી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ હશે જેમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર લીડીંગ રોલમાં હશે.

To Top