Top News

More Posts

   The Latest

Most Popular

મથુરા: પોલીસે જિલ્લાના ભીવાડી ( bhivadi) ફેઝ તથર્ડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા યુવકની લાશ મળી હોવાના કેસનો પર્દાફાશ કર્યો છે. વેલેન્ટાઇન ડે ( valentine day) ના દિવસે તેની પત્નીએ તેના પ્રેમી ( boyfriend) સાથે મળીને હત્યા કરી હતી. બાદમાં મૃતદેહને અન્યત્ર લઈ જવામાં આવ્યો હતો. આ વાતનો ખુલાસો કર્યા પછી મૃતકની ઓળખ થયાના ત્રણ દિવસ બાદ પોલીસે શુક્રવારે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતકની ઓળખ કમલસિંહ તરીકે થઈ હતી, જે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનો રહેવાસી છે. કમલની વેલેન્ટાઇન ડે પર તેની પત્ની જમુના દેવીએ તેના પ્રેમી મદન મોહન સાથે મળીને હત્યા કરી હતી. હત્યા કમલનું ગળું દબાવીને કરવામાં આવી હતી. બાદમાં બંને આરોપીઓ બપોરે 1 વાગ્યે લાશ બાઇક પર લઈ ગયા હતા અને ભીવાડીના સેક્ટર 4-5 ની વચ્ચે ફેકીને જતાં રહ્યા હતા.

પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી, ત્યારે બે શખ્સો બાઇક પર લાશ લઈ જતા જોવા મળ્યા હતા. આના આધારે પોલીસે કમલની પત્ની જમુના ( jamuna) ની ઉંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. તેણે પોલીસ અને પરિવારના સભ્યોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે પોલીસે તેને સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવ્યા ત્યારે તે તૂટી ગઈ હતી અને કમલને ( kamal) તેના પ્રેમી સાથે મળીને હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આ પછી પોલીસે બંનેની ધરપકડ કરી છે.

ભિવાડી ફેજના પ્રભારી સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કમલસિંહ તેની પત્ની અને બાળકો સાથે ભીવાડીના સેક્ટર બે સ્થિત પ્રધાન કોલોનીમાં રહેતો હતો. કમલસિંહ ઉત્તર પ્રદેશના બારસાણા નજીકના ઉમરાયા ગામનો હતો. કમલની પત્ની જમુનાના ભત્રીજા મદન મોહન સાથે પ્રેમ સંબંધ હતો. કમલને તેના ગેરકાયદેસર સંબંધો વિશે ખબર પડી ગઈ હતી. તે પછી ઘરે ઝઘડો થયો હતો. વેલેન્ટાઇન ડે પર પ્રેમી ઘરે આવ્યો ત્યારે ફરી ઝઘડો થયો હતો. આના આધારે બંનેએ કમલની ગળું દબાવી હત્યા કરી હતી.

પોલીસ પૂછપરછમાં જમુના દેવી તેની કાકીના લગ્નમાં ગઈ હોવાનું બહાર આવ્યું હતું. તેને ત્યાં મદન મોહન સાથે પ્રેમ થઈ ગયો. તે પછી, બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધો હતા. તે મદન સાથે ફોન પર વાતો કરતી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણે કમલસિંહ મદન મોહન પાસેથી 2 લાખ રૂપિયા માંગતો હતો. જ્યારે મદન મોહને 2 લાખ રૂપિયા આપ્યા ન હતા ત્યારે કમલ તેની પત્ની પર બળાત્કાર ગુજારવાનો કેસ નોંધવાની ધમકી આપી રહ્યો હતો.

To Top