Top News

More Posts

   The Latest

Most Popular

       ડભોઈ: ડભોઇ રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ ઐતિહાસિક અને ૫૦૦ વર્ષ પૌરાણીક  પાંચ બીબી ની દરગાહ નાઉર્સની અકીદત મંદો અને શ્રદ્ધાળુઓ દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી.

જ્યારે દરગાહના મુંજાવર ઐયુબ શાહ હુસેન શાહ દ્વારા મળતી માહિતી મુજબ આ પાંચ બીબીની દરગાહ ઐતિહાસિક સમયની અને ૫૦૦ વર્ષ જૂની દરગા છે અને આ દરગાહ પર હજારો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ લઈ આવે છે. અને તેમની માનતાઓ પૂર્ણ પણ થાય છે. જ્યારે આ દરગાહ હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક સ્વરૂપ હોય વર્ષોથી આ દરગાહ નો ઉર્ષ ઘણી શાનોશાૈકત સાથે ઉજવવામાં આવે છે.

સાથે ઉર્સના મોકા પર નજરો ન્યાજનો એહતમામ પણ કરવામાં આવે છે સાથે શ્રદ્ધાળુઓ દ્વારા દરગાહ ખાતે ફુલ ચાદર ચઢાવી દુઆ ગુજારવામાં આવી હતી.

તેમજ પાંચ બીબી દરગાહ નો ઉર્ષ તારીખ :૧૮ અને ૧૯ એમ બે દિવસ ઉજવવામાં આવ્યો હતો. દરગાહનો વહીવટ કરતાં ઓ દ્વારા દરગાહને ઉર્ષ ના  મોકા પર રંગરોગાન અને રોશનીથી ઝળહળતી કરાઇ હતી.તેમજ સરકારી ગાઇડલાઈન ને ધ્યાને રાખી દરગાહના વહીવટદારો દ્વારા તકેદારીના ભાગરૂપે સોશિયલ ડીસટન્ટ, માસ્ક તેમજ સ્મિત જનમેદની રહે તેવી તકેદારી અને દરકાર પણ રાખવામાં આવી હતી.

To Top