Top News

More Posts

   The Latest

Most Popular

મોંઘવારી સતત વધી રહી છે. જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ત્યારે રાજય સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી લોકોએ ત્રાહીમામ પોકાર્યો છે. સતત છેલ્લા કેટલા મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહયો છે. જેના કારણે આ ભાવ વધારાનો માર સૌથી વધુ મધ્યમ વર્ગ પર પડી રહયો છે.

2021માં આજ સુધીમાં સતત પેટ્રોલમાં ભાવમાં વધારો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો ઘટાડો પણ ભારતમાં ડીઝલ પેટ્રોલમાં વધારો થયો છે. પેટ્રોલ ડીઝલમાં ભાવમાં વધારો થતા વાહનચાલકો પરેશાન થઇ ગયા છે અને મધ્યમ વર્ગાન વાહનચાલકો તો પરેશાન થઇ ગયા છે. હાય રે મોંઘવારી! કયારે ઘટશે મોંઘવારી?

કોરોના કાળમાં મોંઘવારીએ સૌથી ઉંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોરોના કાળમાં મોંઘવારીએ બેવડો માર માર્યો છે. હાલની પરિસ્થિતિ જોઇને એવું લાગે છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાની શકયતા છે.

અમરોલી – પટેલ આરતી જે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top