Top News

More Posts

   The Latest

Most Popular

નડિયાદ: કઠલાલ તાલુકામાં રહેતી ૬ વર્ષની બાળકી ફળિયામાં રમી રહી હતી તે સમયે પાડોશમાં રહેતા આધેડે તેને આંબલી આપવાને બહાને ઘરમાં બોલાવી  દુષ્કર્મ આચર્યું હતું.

જે મામલે કઠલાલ પોલીસે આધેડ સામે ગુનો દાખલ કરી, તેની અટક કરી હતી. કઠલાલ તાલુકાના ગામમાં રહેતી 6 વર્ષની માસુમ દીકરી બપોરના સમયે ફળિયામાં રમી રહી હતી. આ  સમયે પાડોશમાં રહેતો  જયંતિ ઉર્ફે લંઘો ચિમનભાઇ સોલંકી (ઉ.વ.45)એ  આંબલી આપું તેમ કહીને બોલાવતાં બાળકી તેની પાસે ગઇ હતી. બદઈરાદા સાથે બોલાવ્યા બાદ આંબલી ઘરમાં છે તેમ કહીને જયંતિ દીકરીને તેના ઘરના ઓરડામાં લઇ ગયો હતો અને ત્યાં માસુમ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કૃત્યથી હેબતાઇ ગયેલી દીકરીએ સઘળી હકીકત માતાને જણાવી હતી. જેથી માતા – પિતા દીકરી અને તેના લોહીથી ખરડાયેલા કપડાં લઈને કઠલાલ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં જયંતિ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે જયંતિની અટક કરીને તેની તપાસ હાથ ધરી છે.

માતા પરત આવતાં રડવા લાગી હતી. તેણે પોતાના લોહીથી ખરડાયેલા કપડાં બતાવીને જયંતિએ તેની સાથે કરેલા કૃત્યની હકીકત જણાવતાં માતા ચોંકી ઉઠી હતી. તેણે આ મામલાની જાણ પોતાના પતિને કરી હતી.

મજુરીથી પતિ પરત આવતાં જ દંપતિ 6 વર્ષની માસુમ દીકરીને લઇને કઠલાલ પોલીસ મથકે દોડી ગયું હતું અને ત્યાં માસુમ દીકરી પર હેવાનિયત આચરનાર જયંતિ ઉર્ફે લંઘો ચિમનભાઇ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસે આરોપી લંઘાની અટક કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે આજ કાલ નાની બાળાઓ પર બળાત્કારની ઘટના વધવા લાગી છે. જો મા-બાપ જાગૃત બને તો આ બધું ઘટાડી શકાય. 

To Top