Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેર નજીક ઉંડેરા ગામ પાસે ગુરુવારે રાત્રે રોડ ઉપર આળી આવેલી ગાયે વૃદ્ધ મોપેડ ચાલકને અડફેટે લેતા તેઓ જમીન પર પટકાતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી.સ્થાનિક લોકો દ્વારા તેઓને તત્કાલ 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગુરુવારે રાત્રે પ્રવીણભાઈ પટેલ કોયલી ગામ થી પોતાની સ્ફુટી લઈ ગોરવા જઈ રહ્યા હતા.દરમિયાન ઉંડેરા ગામના રામદેવ પાર્ક સામે ના રોડ ઉપર અચાનક એક ગાયે આવી તેઓને અડફેટે લેતા તેઓએ જમીન પર પટકાયા હતા.જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકો એકત્ર થયા હતા.અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી અકસ્માતની જાણ કરી હતી.જોકે વૃદ્ધના માથામાંથી લોહી નીકળતું હોવાથી સ્થાનિકોએ 108ની રાહ જોયા વિના તત્કાલ ઈજાગ્રસ્તના માથામાં રૂ દબાવી પાટાપિંડી કરી હતી.

મોડેમોડે એમ્બ્યુલન્સ આવતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યારે આ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ હોવાથી અનેક અકસ્માતના બનાવો બન્યા છે.

To Top