Top News

More Posts

   The Latest

Most Popular

સેલવાસ: દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) નરોલી ગામે એક એપાર્ટમેન્ટમાંથી એક ત્રણ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયી છે. બિલ્ડિંગની વચ્ચે આવેલી જગ્યામાં નીચે જોતા બાળકીની હત્યા (Murder) કરી એના ટુકડા કરી એક કોથળામાં ભરેલી હાલતમાં બાળકીની (Girl) લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ પોલીસ પર હલ્લો કર્યો હતો, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ (Police) રેપ વિથ મર્ડરની આશંકા સેવી રહી છે.

  • નરોલીમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા કરનાર પકડાયો, રેપ વીથ મર્ડરની શંકા : લોકોનો પોલીસ પર હલ્લો
  • પોલીસે સોસાયટીના બધા જ ઘરોમાં ચેકીંગ કર્યું, એક યુવકના બાથરૂમની બારીના કાચ તૂટેલા દેખાતાં લાશ મળી

નરોલી ગામે આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી બપોરના સમયે બહાર રમતી હતી જે અચાનક ગુમ થઈ જતા પરિવારના લોકો અને આજુબાજુના લોકો શોધવા નીકળ્યા હતા પરંતુ સાંજ સુધી કોઈ જ પતો ના લાગતા પોલીસને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ સોસાયટીના બધા જ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. પણ તે સમયે પણ બાળકી ન હતી શંકાના આધારે આ જ બિલ્ડિંગમાં રૂમ ન 109માં સંતોષ નામનો યુવાન જે મૂળ રહેવાસી બિહાર અને રિલાયન્સ કંપનીમાં નોકરી કરે છે તેના ઘરમાં તપાસ કરતા ત્યાં પણ બાળકી મળી નહતી. બાદમાં એના બાથરૂમની તપાસ કરતા એના બારીના કાચ તૂટેલી હાલતમાં જોતા બિલ્ડિંગની વચ્ચે આવેલી જગ્યામાં નીચે જોતા બાળકીની હત્યા કરી એના ટુકડા કરી એક કોથળામાં ભરેલી હાલતમાં બાળકીની લાશ મળી આવી હતી.

આ ઘટનાની જાણ થતા એસપી સહિત પોલીસટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ ગોઝારી ઘટના બનતા સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકટોળાએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાને કારણે બાળકીની માતા આક્રંદ કરી રહી હતી અને કહેતી હતી કે ‘મારી બાળકીને લાવી આપો.’ આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે એ ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે બાળકી પર રેપ કર્યા બાદ એની હત્યા કરી એની લાશને ફેંકી દેવામાં આવી હશે હાલમાં તો આ ઘટનાને કારણે નરોલી ગામના લોકોમા પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

To Top