સુરત: (Surat) શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં સોમવારે સાંજે 8 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજા દિવસે યુવકને બાળક (Child) સાથે ભુસાવલ સ્ટેશન...
Income Tax Refund : આવકવેરા વિભાગે (Income Tax Department) સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. વિભાગે કહ્યું છે કે તેના...
સુરત: (Surat) આજે વિશ્વ કિડની દિવસની (World Kidney Day) સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. દશ્રિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની નવી સિવિલ...
દાહોદ: દાહોદના સાંસદે પસંદ ખરેલ આદર્શ ગામ દુધીયામાં અનેક જગ્યાએ કચરાના ખડકલા અને રોડ પર વહેતા ગંદા પાણીની સમસ્યા લોકો માટે...
તાજનગરી ( TAJNAGRI ) આગ્રા ( AAGRA) ની આજકાલ સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ ( VIRAL) થઈ રહી છે. તસ્વીરમાં, એક...
મધ્યપ્રદેશના ભોપાલમાં તેની પત્નીના ચારિત્ર પર શંકા જતા તેણે તેના ડાબા હાથ અને ડાબા પગના પંજા તીક્ષ્ણ હથિયારથી કાપી નાખ્યા હતા. પડોશીઓની...
સુરત મહાનગર પાલિકાનું વર્ષ 2021-22 (SMC BUDGET 2021-22)નું ડ્રાફ્ટ બજેટ ગુરુવારે પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનરે 6534...
નડિયાદ: ખેડા જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં આવેલ શિવાલયોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ પર આવેલ શ્રી...
આણંદ: વધતા જતા કોરોનાના કેસને કારણે આણંદ તાલુકાના સારસા અને રૂપિયાપુરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બુધવારે સારસા...
લુણાવાડા : મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક ગંભીર ગુનાઓ આચરનાર આરોપીઓને અદાલતે કસુરવાર ઠરાવીને સજા ફટકારેલ છે. પરંતું લુણાવાડા તાલુકાના નાના...
વડોદરા : ભગવાન સર્વેશ્વર મહાદેવને સુવર્ણજડિત કરવા માટે ગત વર્ષે ઓગષ્ટ માસમાં ભૂમિપૂજન થયું તેજ દિવસથી ભગવાન સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફુટ ઉંચી...
વડોદરા : શહેરમાં રાજમાર્ગો પર ઠેરઠેર રાજકીય અને ધાર્મિક બેનરોની હારમાળા નાગરિકોને નજરે પડે છે. પરંતુ ટ્રાિફક સમસ્યા નામે શોરબકોર મચાવતી ટ્રાિફક...
કોરોનાં પોઝિટિવના આજે વધુ 58 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 25,196 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે પાલિકા...
વડોદરા : છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામ પાધરમાં આવેલું હાંફેશ્વર શિવાલય ઋષિ કલ્હન્સના તપ થી સાંપડેલું શીવધામ છે. આજે અતિ પવિત્ર શિવ...
વડોદરા: મહાનગર સેવાસદનના નવા પદાિધકારીઓની આજે સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત ભાજપ ઓિફસે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે કેયુર રોકડીયા, ડેપ્યુટી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ભાગ્યવિધાતા બન્યા તે પછી ભાજપમાં રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે બિનલોકપ્રિય નેતાને ઠોકી બેસાડવાની પરંપરા ચાલુ થઈ છે....
આજકાલ લોકો તેમની વ્યસ્તતાને લીધે ખાવા માટે ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ( ONLINE FOOD APPLICATION) પર નિર્ભર થઈ રહ્યા છે. આવી જ...
‘ચર્ચાપત્ર’ એ કંઇ કચરાપત્ર નથી કે મરચાપત્ર નથી. મનોમંથનથી વિચારોના નવનીતનું શુદ્ધ ધૃત એટલે ઘી હોય છે. જે વાંચવાથી વાચક સામાજીકતામાં સશકત...
સરકાર માટે સોશિયલ મીડિયા પર અંકુશ લગાવવો જરૂરી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાને રમખાણો કરવાની મર્યાદા સુધી ખુલ્લું છોડી શકાય નહીં. ભારતમાં સોશિયલ મીડિયાના...
આજે સ્ત્રીઓ લશ્કરથી માંડીને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં જરૂર પહોંચી છે , છતાં પુરુષપ્રધાન સમાજરચનાના કારણે તેને ઘણા પડકારો સામે ઝઝૂમવું પડે...
મુંબઇમાં બી.એમ.સી. હેડક્વાર્ટર સામેની ફૂટપાથ પર રહી લીંબુ–પાણી વેચવાનો ધંધો કરી કુટુંબનું ગુજરાન ચલાવતા અત્યંત ગરીબ સ્થિતિમાં રહેતા કુટુંબની સત્તર વર્ષીય મક્કમ...
સુરતના દરેક શિવ મંદિર(shiv temple)માં મહાદેવના ભક્તો દ્વારા સુંદર મહા શિવરાત્રી(mahashivratri)ની ઉજવણી થઇ રહી છે. દર વર્ષે શિવ મંદિરમાં ઘી ના કમળ...
સ્ત્રી દરેક ઘરની લક્ષ્મી છે. તે અન્નપૂર્ણાનું એક સ્વરૂપ છે. એના વિના રસોડું અધૂરું છે. તે ગૃહલક્ષ્મી બનીને કુટુંબને સંભાળે છે. તો...
એક પશુઓના મેળામાં ઊંટ વેચનાર વેપારી અને ઊંટ ખરીદવા આવનાર માણસ વચ્ચે એક એકદમ સરસ ઊંચી નસલના ઊંટના ભાવતાલ માટે વાતચીત થતી...
કોવિડ-૧૯ ના પગલે જે અણધારી પરિસ્થિતિ પેદા થઈ તેમાં સૌથી બૂરી દશા શ્રમિકોની થઈ. સ્થળાંતરિત શ્રમિકો પોતપોતાને વતન જવા નીકળી પડ્યાં ત્યારે...
બંગાળના મમતા બેનર્જી (MAMTA BENARJI) પર કથિત હુમલો (ATTACK) થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેણીના પગ પર પ્લાસ્ટર...
રવિવારે લેખ પૂરો કરતાં પહેલાં આ પ્રશ્નો પૂછ્યા હતા: કેમ કેટલાક લોકો હોંશભેર પોતાની અંગત જિંદગીની મોકળાશ, પોતાની જમાપૂંજી, પોતાની સંપત્તિ, પોતાની...
છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ભારતીયોની જાણે દશા બેસી જવા પામી છે. એક તરફ નોટબંધી, જીએસટીને કારણે ધંધામાં મંદી હતી ત્યાં કોરોનાએ કમર...
ઝારખંડની રાજધાની રાંચીમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા નેતા લાલુ પ્રસાદ યાદવ અને તેની સુરક્ષા હેઠળ પોલીસ...
new delhi : સમગ્ર વિશ્વમાં ભારત, યુ.એસ. સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસ ( corona virus) સામે રક્ષણ આપવા માટે રસીઓ ( vaccine)...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
7 ગામના 135 સફાઈ મિત્રોને દિવાળી જેવી ખુશી: VMCમાં કાયમી સમાવેશ!
વડોદરામાં હંગામી પાર્કિંગ પોલીસી અમલમાં : ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષસ્થાને સાત સભ્યોની કમિટી રચાશે
વિરોધીઓ મગફળીના દાણાની જેમ ખોવાઈ જશે, હું ક્યારેય મેદાન છોડીને જવાનો નથી.” સતીશ નિશાળિયાએ આવું કોના માટે કહ્યું?
સમા, છાણી અને જવાહરનગરમાં ગેરકાયદે ઢોરવાડા સામે પાલિકાની કાર્યવાહી
છ મહિના પહેલા જ લગ્ન કરનાર યુવતીનો કેનાલમાં ઝંપલાવી આપઘાત
ઘરમાં હોમ થિયેટર બનાવનારા ચેતે, વેસુના બંગલામાં આગ લાગી
સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, એક્ટ્રેસે ભાષણથી સૌના દિલ જીત્યા
સુરત જિલ્લામાં હજારો પરપ્રાંતિય મતદારો ડુપ્લીકેટ?, તપાસની માગ ઉઠી
વરાછામાં મોટી દુર્ઘટના ટળી: એમ્બ્રોઈડરી મશીન ઉતારતી વખતે ક્રેન પડી, ડ્રાઈવર માંડ બચ્યો
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ત્રણ બહેનો સાથે પોલીસે મારપીટ કરી, રસ્તા પર ઢસડી
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત લાવ્યા, એરપોર્ટ પર જ NIA દ્વારા ધરપકડ
વાહનોમાં આગના બનાવો જારી, મકરપુરામા કાર ભડકે બળી
મેગા ડ્રેનેજ પ્રોજેક્ટને પગલે 7 દિવસ માટે ‘નો એન્ટ્રી’: વડોદરાના તરસાલી જંકશન પર વાહન વ્યવહાર બંધ
મિસ યુનિવર્સ 2025 ફિનાલે પહેલાં મોટો વિવાદ; જજનું પહેલાથી જ સ્પર્ધક સાથે અફેર, જાણો શું છે મામલો..?
ખાણ ખનીજ વિભાગનું સૉફ્ટવેર બંધ, રેતીના રોયલ્ટી પાસ નહીં નીકળતા સંખેડા-ઓરસંગમાં લાગી ટ્રકોની કતાર
ડેથ ઝોન દુમાડ: હિટ એન્ડ રનમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ, સારવાર દરમિયાન મોત
ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવા ઓટીપી નાખતા જ રૂ.6.59 લાખ ઉડી ગયા
માંડવી વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યાથી નમાઝીઓને તકલીફ, મસ્જિદમાં ફેલાયેલી દુર્ગંધથી રોષ
કેપ્ટન ગિલ ગુવાહાટી જશે પણ બીજી ટેસ્ટમાં રમશે કે નહીં તે નક્કી નથી
UPમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થી-મૌલવીની તમામ વિગતો ATSને આપવી ફરજિયાત
સૈયારા ગીત પર રિલ બનાવવાનું કિર્તીદાન ગઢવીને મોંઘું પડ્યું, દંડ વસૂલાયો
રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યાં છે, 272 લોકોએ ઓપન લેટર દ્વારા કર્યો સીધો આક્ષેપ
PM મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
હવે સુરતમાં દિવસે પણ ઠંડીના ચમકારા શરૂ, ઠંડી વધશે તેવી આગાહી
સારોલીમાં જાહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ
વાપીની WAAREE સોલાર કંપની પર ITના દરોડા, રેલો સુરત-વલસાડના બિલ્ડર સુધી પહોંચ્યો
જિંદગીનું રિસ્ટાર્ટ
અમેરિકા દ્વારા દેશનિકાલ બાદ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ ભારત આવશે, NIA ટીમ તેની ધરપકડ કરશે
મમદાની પછી હવે સૈકત ચક્રવર્તીનો વારો!
ઇન્સાન કી ઔલાદ હૈ, શયતાન બનેગા
સુરત: (Surat) શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં સોમવારે સાંજે 8 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજા દિવસે યુવકને બાળક (Child) સાથે ભુસાવલ સ્ટેશન ઉપર પકડી લેવાયો હતો. પુછપરછ દરમિયાન યુવકે મિડીયામાં પ્રખ્યાત થવા માટે તથા મોટી જેલમાં (Jail) જવા માંગતો હોવાથી અપહરણ કર્યું હોવાનું જણાવતા પોલીસ (Police) પણ વિચારમાં પડી ગઈ હતી.

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સચીન જીઆઈડીસી ખાતે તલંગપુર ગેટની સામે પંચવટી સોસાયટીમાં રહેતા બિપ્રચરણ પયુ ગૌડા 8 વર્ષીય પુત્રનું સોમવારે પડોશમાં રહેતો રાઘવેન્દ્ર નામનો યુવક અપહરણ કરી લઈ ગયો હતો. મોડી સાંજ સુધી શોધખોળ બાદ બાળક નહીં મળતા રાત્રે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. સચીન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં રાઘવેન્દ્રને બાળકની સાથે ભુસાવલ રેલ્વે સ્ટેશન પરથી પકડી પાડ્યો હતો. રાઘવેન્દ્રની પુછપરછ કરતા તેનું નિવેદન સાંભળી પોલીસનું મગજ પણ ચકરાવે ચડી ગયું હતું.
રાઘવેન્દ્રએ પુછપરછ દરમ્યાન એવું જણાવ્યું હતું કે, પોતાને એકવાર મોટી જેલમાં જવાની ઇચ્છા છે અને સાથે સાથે પોતે મીડિયા થકી જાણીતો થાય તેવું કોઈ કામ કરવા માંગતો હતો. જેથી આ કારણે તેણે બાળકનું અપહરણ કર્યું હતું. રાઘવેન્દ્રએ પોતાનું આખું નામ રાઘવેન્દ્ર ઉર્ફે ભારત રામશરણ કેવટ (ઉ.વ.૨૦, રહે. રુમ નં.૩૧, ની બાજુમાં પ્લોટ નં.૪૩, પંચવટી સોસાયટી, તલંગપુર ગેટની સામે સચીન જી.આઈ.ડી.સી, સુરત. મુળ. કોરીયા, છત્તીસગઢ) હોવાનું જણાવ્યું હતું. આ કામગીરીમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચ.સી.મસાણી, આર.પી.ચૌધરી, એએસઆઈ રજનીકાંત ખુમાભાઇ, પંકજ સુરેશચંદ્ર, મહેન્દ્રભાઇ ઉદેસિંગ સહિતના પોલીસ કર્મચારીઓએ ટીમવર્કથી જોડાયા હતાં.

બાળકનું અપહરણ કરી રાઘવેન્દ્ર તેને છત્તીસગઢ લઈ જવાનો હતો
આ કામગીરી માટે ટેકનિકલ સર્વેલન્સ ટીમ, ઓપરેશન ટીમ, પેટ્રોલિંગ ટીમ, સી.સી.ટી.વી સર્વેલન્સ ટીમ બનાવી બાળકની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તપાસ દરમ્યાન સીસીટીવી ફુટેજ આધારે પડોશી યુવક બાળકનું અપહરણ કરી લઇ જતા નજરે પડ્યો હતો. યુવકનું નામ તથા મોબાઇલ નંબર મળી આવતા મોબાઇલ નંબરનું લોકેશન મેળવતા જે લોકેશન સોનગઢ ખાતેનું આવ્યું હતું. તે તરફ એક ટીમ રવાના કરાઈ હતી. ત્યાર બાદ ફરીવાર મોબાઇલ લોકેશન ભુસાવળ રેલ્વે સ્ટેશન નજીકનું આવતા સોનગઢ ખાતેની ટીમના માણસો તાત્કાલિક ભુસાવળ (મહારાષ્ટ્ર) રવાના થયા હતા. રાઘવેન્દ્ર બાળકને તેના વતન છત્તીસગઢ લઈ જવાનો હતો.