કોરોનાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝન અધવચ્ચેથી અટકાવી (STOP IN HALF TOURNAMENT) દેવામાં આવી છે. આઇપીએલની અત્યાર સુધીની સિઝનોમાં પહેલીવાર...
ઇન્ડિયન ગેમિંગ વર્લ્ડ (INDIAN GAMING WORLD) માટે ખુશીના સમાચાર (GOOD NEWS) સામે આવી રહ્યા છે. PUBG મોબાઇલ (PUBG MOBILE) ભારત પરત ફરી...
ત્રીજી વખત પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ની કમાન સંભાળ્યા પછી મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM MAMTA BENARGY)એ કેન્દ્રની કેન્દ્રિય નીતિ (CENTRAL POLICY) પર સવાલ...
ભારત દેશ (INDIA) છેલ્લા એક વર્ષથી કોરોના રોગચાળો ફાટી નીકળવાનો સામનો (SURVIVE FOR CORONA SINCE ONE YEAR) કરી રહ્યો છે, એમ પણ...
દિલ્હી (DELHI)માં કોરોના (CORONA)ના વધતા જતા કેસો વચ્ચે ઓક્સિજન (OXYGEN)ને લઈને જબરદસ્ત રાજકારણ (POLITICS) જોવા મળી રહ્યું છે. આ એક મુદ્દે દિલ્હી સરકાર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ ગુરુવારે દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS IN INDIA) ચેપની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક (REVIEW MEETING)...
ભરૂચ: (Bharuch) કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અને મીની લોકડાઉનની (Lock Down) સમય અવધિ વધારવામાં આવી છે...
surat : ખાતર કંપનીઓ દ્વારા 1મેથી ખાતરની કિમતોમાં ગુણદીઠ આશરે 700 રૂપિયાનો વઘારો કરવામા આવતા ખેડૂતો ( farmers) માં નારાજગી છે. એકબાજુ...
સુરત: (surat) કોરોનાની બીજી લહેરમાં ઉદ્યોગ–ધંધાને (Industry-business) પડી રહેલી નાણાંકીય મુશ્કેલીઓને કારણે ચેમ્બર દ્વારા ગત અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકિતકાંત...
surat : કોરોના ( corona) ની મહામારીમાં દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. ત્યારે એક યુવકે તેમના જન્મદિવસની અનોખી રીતે...
સુરત: (Surat) મનપા (Corporation) દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ચાલુ કરાયેલી હોસ્પિટલો, કોવિડ સેન્ટરો તેમજ અન્ય વ્યવસ્થામાં જરૂરી મેડિકલ અને પેરા મેડિકલ...
rajsthan : રાજસ્થાનની ગેહલોત સરકાર ( gehlot goverment ) કોવિડ ( covid) ના ચેપગ્રસ્ત દર્દીઓના ઘરે કોવિડ ટ્રીટમેન્ટ કીટ (covid tretment kit)...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેરમાં નવા કોરોના સ્ટ્રેઈન વાયરસને (Virus) કારણે સંક્રમણ (Transition) ઝડપથી વધ્યું છે. અને ગંભીર દર્દીઓ પ્રમાણમાં વધારો...
સુરતઃ (Surat) શહેરના પાંડેસરા ખાતે પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીનો મૃતદેહ (Dead Body) રસ્તા પર મુકી દેવાના કેસમાં પાંડેસરા પોલીસે...
સુરત: (Surat) સુરત શહેર પોલીસ કેટલી બેફામ છે તેનાથી ખુદ પોલીસ કમિશનર અજય તોમર પણ ચોંકી ગયા છે. આ મામલે જે વિગત...
સુરત: (Surat) સુરત સહિત દેશભરમાં કેટલાક શહેરોમાં કોરોના વકરતા એરલાઇન્સ કંપનીઓ દ્વારા ફ્લાઇટ (Flight) બંધ કરવામાં આવી રહી છે. સ્પાઈસ જેટ બાદ...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં જે ઘોડાપૂર હતું તેમાં અચાનક ઘટાડો (Reduction) થયો છે. જેના કારણે હોસ્પિટલ તંત્રને ઘણી રાહત...
સુરતઃ (Surat) શહેરના મહિધરપુરા ખાતે આવેલા હીરા બજારમાં (Diamond Market) છેલ્લા ત્રણેક દિવસથી સતત પોલીસ અને વેપારી તથા દલાલોની વચ્ચે ઘર્ષણ જોવા...
કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેરના કારણે દેશમાં લોકો ખૂબ પરેશાન છે . દેશમાં સતત વધી રહેલા દર્દીઓના કારણે ઓક્સિજન...
surat : સુરત મહાનગર પાલિકા ( smc) ના મેડિકલ ઓફિસરોને ( medical officers) પગાર મામલે અન્યાય થતાં ૯૦ જેટલા મેડિકલ ઓફિસર દ્વારા...
surat : શહેરમાં કોરોના ( corona) વકરતા રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન ( mini lock down) 12 તારીખ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો...
surat : સુરતમાં કોરોના ( corona) નો હાહાકાર ચરમસીમાએ છે. અત્યાર સુધીમાં 97 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. જયારે...
કોરોનાના( corona) મામલે કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો આખરે ખુદ કેન્દ્ર સરકારના અધિકારી થકી જ સ્વીકાર કરવામાં આવ્યો છે. ખુદ સરકારે એવું સ્વીકાર્યું છે...
રાષ્ટ્રીય લોકદળ (lrd) ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિતસિંહ ( chaudhary ajitsinh) નું નિધન થયું છે. તેમને કોરોના ( corona)...
ગાંધીનગર : કોરોનાના ( corona) સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં...
કોરોના વાયરસ ( corona virus) ની રસી બનાવી રહેલી સીરમ સંસ્થા ( serum institute) ના સીઈઓ આદર પૂનાવાલા ceo aadar punawala) ને...
ગાંધીનગર : રાજ્યમાં કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલો ( covid hospitals) માં બનતી આગની દુર્ઘટનાઓ નીવારવા માટે રાજય સરકરે દ્વ્રારા પગલા લેવાઈ રહયા...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તે મુદ્દે ઓલ ગુજરાત વાલી...
રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર પણ વધી ગયા છે. અમદાવાદમાં રેમડેસિવિર ઇંન્જેક્સનના કાળા બજાર કરતા એક...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
કોરોનાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝન અધવચ્ચેથી અટકાવી (STOP IN HALF TOURNAMENT) દેવામાં આવી છે. આઇપીએલની અત્યાર સુધીની સિઝનોમાં પહેલીવાર (FIRST TIME IN HISTORY) એવું બન્યું છે કે જેમાં અધવચ્ચેથી કોઇ સિઝન અટકાવી દેવામાં આવી હોય. બીસીસીઆઇ (BCCI)નો ઇરાદો તો જો કે આઇપીએલ અટકાવવાનો નહોતો પણ ફ્રેન્ચાઇઝી માલિકો (FRANCHISE OWNER) અને વિદેશી ખેલાડીઓની માગને કારણે અંતે તેણે આઇપીએલને સ્થગિત કરવાનો વારો આવ્યો હતો.

આઇપીએલ સ્થગિત થયાના બે દિવસ પછી તેમાં ફિક્સીંગની પ્રવૃત્તિ થઇ હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેમાં પણ એવું જાહેર થયું છે કે ફિરોજ શા કોટલા મેદાનનો સફાઇ કર્મચારી સટોડિયાઓને પીચ સિડીંગ દ્વારા મદદ કરતો હતો. પિચ સિડીંગ એને કહેવાય છે કે જેમાં મેદાનમાં હાજર વ્યક્તિ ત્યાં શુ થયું તેની રજેરજની માહિતી આપે છે. મેચ અને ટીવી પ્રસારણ વચ્ચેના સમયના તફાવતનો તેઓ ફાયદો ઉઠાવીને તે અનુસાર બેટિંગ કરવામાં આવે છે. એસીયૂના એક અધિકારીએ આ કેસમાં એક વ્યક્તિને ઝડપ્યો તો હતો પણ તે લાગ જોઇને ભાગી છૂટ્યો હતો, આ સફાઇ કર્મચારીની માહિતી દિલ્હી પોલીસને સોંપી દેવાઇ છે. જો કે શંકાસ્પદ ગુનેગાર પોતાના બંને મોબાઇલ ફોન ત્યાં મુકીને ભાગવામાં સફળ રહ્યો હતો. એસીયૂની માહિતીના આધારે દિલ્હી પોલીસેઅન્ય એક કેસમાં કોટલામાંથી બેની ધરપકડ કરી હતી.

2જી મેએ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન આ બંને બોગસ આઇડી સાથે પકડાયા હતા. હવે વિચારવાની વાત એ છે કે જ્યારે કોરોનાના કારણે આઇપીએલમાં બાયો બબલ વચ્ચે હાઇ સિક્યોરિટી જેવી સ્થિતિમાં બોગસ આઇડી સાથે કોઇ ઘુસી જાય તે બાબત જ બીસીસીઆઇ માટે શરમનજનક કહી શકાય. આઇપીએલ ચાલુ હતી ત્યારે દિલ્હીમાં રમાયેલી કેટલીક મેચમાં આવી પ્રવૃત્તિ ચાલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ એવી બાબત છે કે જેમાં ફિક્સરો સીધી રીતે જોડાયેલા હોતા નથી પણ તેઓ તકનીકી ખામીનો ફાયદો ઉઠાવીને પોતાનો લાભ રળી લે છે. મેદાન પર ચાલતી મેચ અને એ મેચના ટીવી પ્રસારણ વચ્ચે થોડો સમયનો ફરક રહે છે. આવા સમયે મેદાનમાં હાજર સટોડિયાનો માણસ ફોન પર મેદાનમાં શું થયું તેની બોલ બાય બોલ માહિતી આપતો જાય છે અને ટીવી પર તે પ્રસારિત થાય તે પહેલા સટ્ટા બેટિંગ કરનાર વ્યક્તિ પોતાનો દાવ લગાવી લે છે અને એ રીતે તે ફાયદો કરે છે.
જો કે આ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે અને તે કોઇ રીતે યોગ્ય ગણી ન શકાય, પરંતુ સવાલ એ છે કે જ્યારે આઇપીએલ ચાલુ હતી ત્યારે આ વાત જાહેર કરવામાં કેમ ન આવી. એસીયૂ ચીફે આઇપીએલ સ્થગિત કરાયાના બે દિવસ પછી આ વાત જાહેર કરવાની ફરજ કેમ પડી. શું પહેલાથી જાહેર થયું હોત તો આઇપીએલની વિશ્વસનીયતા ઝાંખી પડવાની તેમને શંકા હતી.