Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરત (SURAT) શહેરમાં કોરોના વેક્સિન (COVID VACCINE) મુકવાનું અભિયાન (CAMPAIGN) ચાલી રહ્યું છે આ અભિયાનને જાણે કોવિન વેબપોર્ટલ (COVIN PORTAL) દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યું હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. સચિન જીઆઇડીસી પછી હવે રાંદેર-ગોરાટ રોડના લોકોને રસી મુકાવ્યા વિના રસી મુકાવી લીધી છે તેવા સર્ટિફિકેટ (CERTIFICATE) એસએમએસ અને ઇ-મેઇલ પર મળી જતા લોકો ચોંકી ઊઠયા છે.

પાલિકાના આરોગ્ય વિભાગ (HEALTH DEPT)ના કર્મચારીઓ દ્વારા રાંદેર અને ગોરાટ રોડના 45થી વધુ વય ધરાવતા લઘુમતી સમાજના 150 લોકોને સમજાવી રસીનો પ્રથમ ડોઝ (FIRST DOSE) લેવા માટે રજીસ્ટ્રેશન (REGISTRATION) કરાવવામાં આવ્યું હતું. આ તમામ અરજદારોને 3 મે ના રોજ રસી મુકાવવા માટે સમય આપવામાં આવ્યો હતો. રસી મેળવવા માટે લોકો રાંદેર ઝોનના અર્બન હેલ્થ સેન્ટરમાં પહોંચી ગયા હતા. પરંતુ રસીનો જથ્થો નહીં આવ્યો હોવાથી અરજદારોને પરત થવું પડયું હતું. પરંતુ અરજદારો ઘરે આવતા આ તમામ અરજદારોને રસીનો પહેલો ડોઝ લઇ લીધો હોવાનું વેક્સિનેસન સર્ટિફિકેટ લાભાર્થીના આઇડી નંબર આધારકાર્ડના યુનિક આઇડી નંબર, કોવિશીલ્ડ વેક્સિનના બેંચ નંબર અને તારીખ સાથે મળી ગયું હતું.

આ અંગે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીને આ છબરડા અંગે રજૂઆત કરાતા તમામ અરજદારોને હવે 31 મે થી 28 જુન સુધી વેક્સિન મુકાવવા માટે બીજી તક આપવામાં આવી છે. 3 મે ના રોજ ઓનલાઇન અરજીથી 18થી 45 વર્ષની વયના અરજદારોને પણ એપોઇમેન્ટ આપવામાં આવી હતી. તેમને પણ હવે 28 જુન સુધી જુની એપોઇમેન્ટના આધારે રસી લેવા જાણ કરવામાં આવી છે. ગોરાટ રોડના ફૈઝાનઅલ્તાફ ભગાડે જણાવ્યું હતું કે 3 મે ના રોજ વેક્સિન મળી ન હતી પરંતુ એસએમએસ અને ઇ-મેઇલ થકી વેક્સિન લીધાનું સર્ટિફિકેટ મળી ગયું હતું.

એટલું જ નહીં વેક્સિન આપનાર કર્મચારીનું નામ પણ સર્ટિફિકેટમાં લખવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો ધ્યાને આવ્યા પછી ધોરાજી મેમણ સમાજના અગ્રણીએ પાલિકાના આરોગ્ય વિભાગનું ધ્યાન દોરતા હવે આ અરજદારોને 31 મે થી 28 જુન સુધી રસી લેવા માટે બીજો વિકલ્પ આપવામાં આવ્યો છે.

To Top