હવામાન વિભાગ દ્વારા 18મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે ચક્રવાત ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારને હાઈ...
ગત સપ્તાહે જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ (al-aska mosque)માં ઇઝરાઇલી સુરક્ષા દળો (Israeli army)એ નમાઝીઓ પર હુમલો (attack) કર્યા પછી હિંસા ફાટી નીકળી હતી,...
કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (કૃભકો) (kribhco) એ ભારતની એક ખાતર સંસ્થા (fertilizer company) છે જેનું ઉત્પાદન એકમ સુરતના હજીરા (hazira surat) ખાતે...
છેલ્લા બે સપ્તાહથી ભારતીય શેરબજાર (INDIAN STOCK MARKET)માં ચાલી રહેલા સુધારા બાદ વિતેલા સપ્તાહ (LAST WEEK)માં બ્રેક વાગી હતી અને લાલ નિશાનમાં...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (DELHI POLICE) કોરોના (CORONA) વિરુદ્ધ રસીકરણ અભિયાન (VACCINATION CAMPAIGN) મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ના ટીકા કરનારા પોસ્ટરો...
સાપુતારા: ડાંગ જિલ્લામાં શનિવારે ‘કોરોના’નો એક પણ નવો કેસ નહિ નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે. સામે 6 દર્દીઓ સાજા થતાં તેમને...
યુકે (uk)માં કોરોના (corona) સામે રક્ષણ માટે રસી (vaccine) વાયરસના બી 1.617.2 વેરિયન્ટ (Indian variant) સામે ‘ઓછી અસરકારક’ (less effective) છે. યુકેના એક...
“નો માસ્ક, નો એન્ટ્રી” (no mask no entry) હાલ આ સ્લોગન (slogan) અને સૂચના દરેક જગ્યાએ જોવા મળશે, અને સરકારના સુચનોમાં પણ...
ભોપાલ : મધ્યપ્રદેશ (mp)માં, નકલી રેમડેસિવિર ઇન્જેક્શન (duplicate remdesivir injection) મેળવતા 90 ટકા દર્દીઓ કોરોના વાયરસ (corona virus) અને ફેફસાના ચેપ (lung...
સુરત: કોરોના ( corona) ની બીજી લહેરને રોકવા માટે તા .૧૭ મી સુધી રાજય સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ટેક્સટાઈલ માર્કેટ ( textiles...
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ ( monsoon) પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી, હડમતિયા,...
સુરતઃ શહેરમાં હવે કોરોનાનો કપરો કાળ સમાપ્ત થવા આવ્યો હોય તેવું જણાઈ આવે છે. છેલ્લા એક મહિનાથી રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને જે ધમાચકડી...
delhi : મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ( arvind kejrival) જણાવ્યું હતું કે હોમ કોરોન્ટાઈનમાં સારવાર લઈ રહેલા કોઈપણ કોરોના ( corona) દર્દીને...
જોખમ આવે ત્યારે તે કેટલું મોટું છે તેની જાણકારી તેની સામે લડનારાઓને હોવી જોઈએ. જાણકારી હોય તો જ જોખમ સામે લડી શકાય...
પશ્ચિમ બંગાળ ( west bangal) માં પણ લોકડાઉન ( lockdown) ની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે તેના આદેશો જારી...
એક બાજુ ભૂમધ્ય સમુદ્ર અને બીજી બાજુ ઇઝરાયલ જેવો દુશ્મન ધરાવતી ગાઝાપટ્ટી આજકાલ સમાચારોમાં ચમકી રહી છે. ગાઝામાં રાજ કરી રહેલું હમાસ...
એક વર્ષો જૂની પ્રેરક કથા છે.એક સમુદ્રકિનારે એક સંત મહાત્મા લટાર મારી રહ્યા હતા. અચાનક દરિયાનું એક મોટું મોજું આવ્યું અને તે...
bharuch : શુક્રવારે કોરોના ( corona) કહેર વચ્ચે ભરૂચ મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ ( ramzan eid ) ના પર્વની ઉજવણી કરાઈ...
આ એક મહામારી છે, છતાં પક્ષ અને વિપક્ષ બન્ને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરે છે. બન્ને જાણે છે, જેટલું હશે એટલું જ...
કોરોનાના અજગરે આખા વિશ્વને ભરડો લીધો છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ દર્દીઓને બચાવવા સતત પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. સંવેદનશીલ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ઓક્સિજન...
યુનોએ તાજેતરમાં જાહેર કરેલ માનવ વિકાસ આંકના 149 દેશોની યાદીમાં ભારતને 144 મો ક્રમ આપ્યો છે. 2019-20 માં ભારતનો 154 140મો હતો...
surat : મોટા વરાછામાંથી પકડાયેલા ડુપ્લીકેટ સેનિટાઇઝર ( duplicate sanitizer) બનાવવાના પ્રકરણમાં પોલીસે જીગર અને નરેશના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની...
આજકાલ સમાચારપત્રમાં, સોશ્યલ મીડિયામાં તેમ જ જ્યાં જુવો ત્યાં એક વાત ઘણાના મુખે સાંભળવા મળે છે,કે નેતા અભણ ન હોવા જોઈએ,નેતા બનવા...
મ્યુકોરમાયકોસીસ જે પહેલા ઝીગોમાયકોસીસ તરીકે ઓળખાતી હતી. મ્યુકોરાલ ફંગસની એક જાત છે અને રીઝોપસ, મ્યુકોરાલની એક પ્રજાતિ છે. જેનાથી મ્યુકોરમાયકોસીસ થાય છે....
ગુજરાતના મુખ્યમંત્રીએ એક સંબોધનમાં એવું કહ્યું કે ગુજરાતમાં ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી, એમનું આ નિવેદન એમના કહેવાતા સચોટ અધિકારીઓએ આપેલા...
છેલ્લાં સાત વર્ષમાં ભારતીય જનતા પક્ષનો ચૂંટણી અને વધતે-ઓછે અંશે શાસન પ્રણાલીમાં એવો અભિગમ રહ્યો છે કે કાયમ જંગ ખેલતાં રહેવું અને...
હિન્દુસ્તાનીઓની એક વાત ખૂબ જ જાણીતી છે અને એ છે તેની ખુદ્દારી અને આત્મસન્માન, જો પ્રેમથી માંગો તો હિન્દુસ્તાનીઓ તેમનું ગળું કપાવવા...
સરકારે ફરી એક વાર કોવિશિલ્ડ રસી ( covishield vaccine) ના બે ડોઝ વચ્ચેનો તફાવત વધારીને 12 થી 16 અઠવાડિયા કર્યો છે. આવી...
surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં સ્ટાફ ક્યાં દોડે છે તેની કોઇને ખબર જ નથી. બધુ ભગવાન ભરોસે ચાલી રહ્યું...
surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital ) માં કોરોનાની ( corona) સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
હવામાન વિભાગ દ્વારા 18મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે ચક્રવાત ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગરમાં હાઇ લેવલની બેઠકોનો દોર શરૂ થયો છે.
અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશર સિસ્ટમને પગલે 17મી મેના રોજ ચક્રવાત તોફાનમાં ફેરવવાની સંભાવના છે, અને બીજા દિવસે 18મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેના પગલે સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય પગલા ભરવામાં આવી રહ્યા છે. સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે.
વિજય રૂપાણીએ ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે. કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે, તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તાત્કાલિક સુરક્ષીત પરત ફરે તેવી વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરોને આદેશો કરવામાં આવ્યાં છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવિઝન-નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા પ્રમાણે 6 કલાકમાં વાવાઝો઼ડાની તિવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે, અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલિયાની આસપાસ બપોરના સમયે ત્રાટકવાની સંભાવના છે.
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં તા 16મીથી જ હળવા કે મધ્યમ ઝાપટાં પડશે, તો 17મીએ ગીર સોમનાથ, જુનાગઢના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. 18મીના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર જેમ કે, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે અને દરિયા કિનારે 120 થી 150 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. વાવાઝોડાનાં પગલે દરિયાઇ સીમાવર્તી વિસ્તારના માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.