Top News

More Posts

   The Latest

Most Popular

કોરોના વેક્સિનેશન રાજયમાં ખૂબજ જરૂરી છે. તેનો પૂરાવો જો હોય તો સુરતની સાતસો જેટલી નાની મોટી હોસ્પિટલોમાં આવેલા દસ હજાર જેટલા કર્મચારીઓમાં છે. ગત માર્ચ મહિનામાં જયારે પ્રથમ કોરોનાની વેવ શરૂ થઇ ત્યારે પચાસ ટકા સ્ટાફ કોરોનામાં ફસાયો હતો.

આ ઉપરાંત તેમાં જાનહાનિ પણ નોંધાઇ હતી. આ વખતે સેકન્ડ વેવ અત્યંત ઘાતક છે પરંતુ મેડિકલ સ્ટાફમાં કોરોના થયો હોય તેવા કેસ બે ટકા કરતા પણ ઓછા છે તેમ ડો.સમીર ગામીએ જણાવ્યું હતું.

ડો. સમીર ગામીએ વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટાફમાં એંસી ટકા લોકોએ કોરોનાની વેક્સિનના બે ડોઝ લઇ લીધા છે. તેને કારણે જ શહેરની હોસ્પિટલોમાં આ વખતે મેડિકલ સ્ટાફ કોરોનામાં ફસાયો નથી.

આમ રાજય સરકાર અને કેન્દ્ર સરકારને જો કોરોનાથી બચવું હોય તો એક માત્ર ઉપાય વેક્સિનેશન છે. વેક્સિનેશન હશે તો જ લોકો બચી શકશે.

સુરતમાં ચોવીસ કલાક કોરોનાના દર્દીઓ વચ્ચે કાર્યરત દર્દીઓમાં જો બે ટકા સ્ટાફ કોરોનાની અડફેટે આવ્યો હોય અને તેમાં પણ મૃત્યુદર શૂન્ય હોય તો તે બાબત કોરોના વેક્સિનેશન સફળ છે તે સૌથી મોટો પૂરાવો છે. શહેરના તમામ નાગરિકોને પણ બે ડોઝ પૂરા કરીને પોતાનો જીવ બચાવવા માટે ડો. સમીર ગામી દ્વારા અપીલ કરવામાં આવી છે.

To Top