મુંબઈ: (Mumbai) દેશવાસીઓ માટે કોરોના વાયરસની રસી બનાવી રહેલી સીરમ સંસ્થાના (Serum Institute) સીઈઓ આદર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા (zed plus security)...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) શુક્રવારે તોફાનગ્રસ્ત પશ્ચિમ બંગાળ (WEST BENGAL) અને ઓડિશા (ODISHA)ની મુલાકાત લેશે. પહેલા તેઓ ઓડિશાની રાજધાની ભુવનેશ્વર પહોંચશે...
તાજેતરના ‘સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી’ના રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાકાળ દરમિયાન બેરોજગારીમાં જબરજસ્ત વધારો થયો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં જ...
હું બાળકોને પૂછું છું કે મારા વ્હાલા બાળકો શું તમને રામ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ કયારે થયો હતો તે ખબર...
કોવિદના બીજા ઘાતક મોજા પછી દેશમાં લાખો લોકોની દશા બગડી છે. આર્થિક વિટંબણાથી તો દેશના ઉદ્યોગપતિઓ સિવાય દરેકની હાલત ઘણાં વર્ષો માટે...
કોરોના કાળમાં ઘણાએ એકલતા અનુભવી હશે. પણ જેને એકલતાને એકાંતમાં ફેરવતાં આવડ્યું એઓ સ્વસ્થ રહ્યા. એકલતામાં માણસનું મન દુઃખી રહે છે, જયારે...
ડો. મંથન શેઠે તેમની દર્પણપૂર્તિની કોલમમાં મ્યુકરમાયકોસિસ થવાના કારણ વિશે સારી ચર્ચા કરી છે. કોરોના દરમ્યાન સામાન્ય લોકો પોતાની રીતે દવા પસંદ...
આચાર્ય ચાણક્ય પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા.ચાલતાં ચાલતાં આચાર્યના પગમાં કાંટો વાગ્યો.આચાર્યને પીડા થઈ. તેમણે નીચા નમી કાંટો કાઢી નાખ્યો.પણ...
વાત તો એક રમકડાની છે, જે હજી આવતા મહિને બહાર પડવાનું. થોડું મોંઘું હશે, અને ભારતમાં એને આવતાં કદાચ વાર લાગશે. એ...
સ્વિસ કંપની રોશે ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ એન્ટિબોડી કોકટેલ (Antibody cocktail) નો ભારતમાં પ્રયોગ સફળ રહ્યો છે. જે બાદ હવે ઝાયડસ કેડિલાએ...
સમસ્યા નક્કર વાસ્તવિકતા આધારિત સત્યોને નકારીને અથવા તેની ઉપેક્ષા કરીને તેની જગ્યાએ કાચું, અધૂરું અને મનગમતું ‘વાસ્તવ’ પેદા કરીને નવાં ‘સત્યો’ સ્થાપવાની...
ઓડિશા અને બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત ‘યાસ’ (Yaas Cycline) બુધવારે મોડી રાત્રે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ભારે...
પહેલા યોગ અને હવે પોતાના નિવેદનને કારણે બાબા રામદેવ ભારે વિવાદમાં આવી ગયા છે. બાબા રામદેવનો વિવાદ ઊભો કરવા પાછળ શું હેતું...
ગયા વર્ષે જ્યારે સિનેમા થિયેટરો બંધ થયા ત્યારે જે અભિનેતાની ચર્ચા જોરમાં હતી તે અક્ષય નહી, રણવીર નહિ, ઋતિક નહિ, શાહરૂખ-આમીર નહિ,...
હિન્દી ફિલ્મની અભિનેત્રી જયારે સાઉથની ફિલ્મો તરફ વળે તો તેને પીછેહઠ તરીકે જોવામાં આવે છે અને જો હોલીવુડની વેબસિરીઝ યા ફિલ્મ મળે...
એક વાત એટલી તો સાચી છે કે મહેશ ભટ્ટની ફિલ્મોમાં જેને અભિનયની તક મળી હોય તે ફિલ્મજગતમાં ભુલાઇ તો નથી જ જતી....
મોડલીંગમાંથી ફિલ્મોમાં આવતા અભિનેતા બહુ મોટા સ્ટાર બન્યા હોય એવા દાખલા ઓછા છે. બંને ફીલ્ડ અલગ છે પણ હા, બંનેમાં કેમેરાનો જ...
હવે એ સમય ગયો કે અભિનેતા યા અભિનેત્રી માત્ર એક જ ભાષાની ફિલ્મ કરીને કારકિર્દી પુરી કરે. હવે સ્પર્ધા ખૂબ છે તો...
શર્લી સેટિઆ હમણાં ધૂઆંપૂઆં રહે છે અને તેનું કારણ ‘નિકમ્મા’ છે. આમ તેની ઓળખ ગાયિકા તરીકેની છે પણ નિકમ્મા વડે તે હીરોઇન...
નવરા પડેલા ફિલ્મ સ્ટાર્સ માલદીવ્સ જઇ મઝા કરી રહયા છે તેથી ઘણા લોકો અકળાયા છે. આ રીતે શું કામ અકળાવું જોઇએ? પૈસા...
સંતરામપુર : સંતરામપુર નગર અને તાલુકાના ગામડાંઓમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. અહીં પાણીની સમસ્યા હલ માટે કડાણા બંધ આધારીત...
સંતરામપુર : સંતરામપુર તાલુકાના ગામડાંઓમાં સીઆઈડી ક્રાઇમના અધિકારી હોવાની ઓળખ આપી તોડપાણી કરતી ગેંગના ચાર સભ્યને પોલીસે પકડી પાડ્યાં હતાં અને તેમની...
દાહોદ: દાહોદના ગરબાડા ખાતેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને બે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન, ૧૦૦ નંગ પીપીઇ કીટસ, પાંચ નેબ્યુલાઇઝર અને બે પલ્સ ઓક્સિમિટર...
કાલોલ: કાલોલ તાલુકાના મલાવ ગામથી લઈને મેઈન હાઇવેની મલાવ ચોકડી અને અલીન્દ્રા ચોકડી સુધી વહેલી સવારથી લઈને રાત્રી દરમિયાન ગેરકાયદેસર લાકડા,દારું અને...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 575 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 66,843 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા...
વડોદરા: બે પુત્ર અને પત્નીને રસ્તે રઝળતા મૂકીને પતિએ ત્રણ વાર તલાક આપીને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા પીડીતાએ સ્ત્રી અત્યાચારની ફરિયાદ...
વડોદરા: વડોદરા શહેરમાં સ્માર્ટસિટીના નામે લાખો કરોડો રૂપિયા ખર્ચી વિકાસકાર્યો કર્યા બાદ કરાયેલ બાંધકામ તોડી પાડવામાં આવતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી અધિકારીઓ પોતાના...
વડોદરા: ભણીયારા નજીક પેટ્રોલપંપ પર દોઢ માસ પૂર્વે ફાયરિંગ કરીને લૂંટ ચલાવનાર લૂંટારૂં ટોળકીના બે કુખ્યાત સાગરીતોને એલસીબીની ટીમે ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડયા...
વાવાઝોડાથી રાજ્યમાં હવાઈ નિરીક્ષણથી નહીં દેખાયું હોય તેવું ભયંકર નુકશાન થયું છે. બાગાયતી પાક અને ઉનાળુ પાકને ખૂબ નુકશાન થયું છે, લોકોના...
ગાંધીનગરમાં બુધવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં તાઉતે વાવાઝોડાની અસરના પગલે ઉનાળુ પાક, બાગાયતી પાક, વીજળી અને રસ્તાઓ...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
મુંબઈ: (Mumbai) દેશવાસીઓ માટે કોરોના વાયરસની રસી બનાવી રહેલી સીરમ સંસ્થાના (Serum Institute) સીઈઓ આદર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા (zed plus security) પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે ઉદ્ધવ સરકારનો આ બાબતે જવાબ માંગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે અરજદાર વકીલને કહ્યું, “તેઓએ આ મામલામાં દલીલ કરતી વખતે ધ્યાનમાં રાખવું પડશે કે ભારતની વિશ્વસનીયતા સારી છે અને આવી કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય અસર પડશે.”
અરજીમાં જણાવાયું છે કે જો રસી ઉત્પાદક અસલામતી અનુભવે છે, તો તે રસીના ઉત્પાદન પર અસર કરી શકે છે. પૂનાવાલાએ તાજેતરમાં જ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેમને “શક્તિશાળી લોકો” દ્વારા ધમકી આપવામાં આવી રહી છે અને અગ્રતાના આધારે રસી આપવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.

જસ્ટિસ એસ.એસ. શિંદે અને ન્યાયાધીશ એન.આર.બોરકરની વેકેશન બેંચે કહ્યું કે પૂનાવાલા દેશની ખૂબ મોટી સેવા કરી રહ્યા છે. પૂણે નિવાસી ઉદ્યોગપતિને કેન્દ્ર સરકારે પહેલેથી જ ‘વાય’ કેટેગરીની સુરક્ષા આપી દીધી છે. ખંડપીઠે કહ્યું કે આદર પૂનાવાલા અદભૂત કામ કરી રહ્યો છે. અમારી માહિતી મુજબ, તેમને પહેલાથી જ વાય-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. અરજદારો ઝેડ પ્લસ સુરક્ષાની માંગ કરી રહ્યા છે. જો તે જરૂરી હોય, તો રાજ્ય વધુ સુરક્ષા પ્રદાન કરશે.

હાઇ કોર્ટે સરકારને આ મહિનાની શરૂઆતમાં એડવોકેટ દત્તા માને દ્વારા દાખલ કરેલી અરજીનો જવાબ આપવા નિર્દેશ આપ્યો છે. ખંડપીઠે આ કેસમાં આગામી સુનાવણી 1 જૂનના રોજ નક્કી કરી છે. માનેએ પોતાની અરજીમાં પોલીસને એફઆઈઆર નોંધવા અને પૂનાવાલાને રસી પુરા પાડવા માટે અપાયેલી કથિત ધમકીની પણ તપાસ કરવા વિનંતી કરી છે.
કેન્દ્ર સરકાર ભારતમાં કોરોના રસીની અછતને પહોંચી વળવા કામ કરી રહી છે. દેશમાં હજી સુધી માત્ર બે કંપનીઓ પાસે રસી ઉપલબ્ધ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવાક્સિન, પરંતુ રસીનો પુરવઠો માંગ સાથે અનુરૂપ નથી. આના કારણે દેશભરમાં રસીકરણ અભિયાનો પ્રભાવિત થઈ રહ્યા છે. આ જોતા કેન્દ્ર સરકાર વિદેશથી રસી આયાત કરવાની તૈયારી કરી રહી છે. રશિયાની સ્પુટનિક રસીના ડોઝ ભારતમાં પહોંચવા લાગ્યા છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સ્પુટનિક રસી અંગે સરકારનું વલણ રજૂ કર્યું. પાત્રાએ જણાવ્યું હતું કે સ્પુટનિક દ્વારા ભારતમાં બનાવવામાં આવતી રસીનું ઉત્પાદન 6 કંપનીઓ દ્વારા કરવામાં આવશે. પાત્રાએ કહ્યું કે, કોવિડ સુરક્ષા યોજના હેઠળ કેટલીક વધુ કંપનીઓને લિબરલ ફંડિંગ આપીને ભારત સરકારે રસી ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો છે.