Top News

More Posts

   The Latest

Most Popular

       વડોદરા : કેન્દ્રના ધોરણે પગાર, ગ્રેજ્યુઈટી, નર્સિંગ એલાઉન્સ,આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરો તેમજ નર્સિંગ સ્ટુડન્ટસના સ્ટાઈપેન્ડમાં વધારો કરવા સહિતની પડતર પ્રશ્નોની મંગણીઓ છેલ્લા દોઢ વર્ષથી નહીં સંતોષાતા છેલ્લા ઘણા દિવસોથી વડોદરાના સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.સોમવારે નર્સિંગ સ્ટાફે એસેસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ કચેરી બહાર થાળી,વાટકી, વેલણ વગાડી ઘંટનાદ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.ઉપરાંત માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મંગળવારથી હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના ગુજરાતના સેક્રેટરી કમલેશ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી અમારી પડતર માંગણીઓ અંગે સરકારમાં રજૂઆત કરી હતી. થોડા દિવસ પહેલા આવેદનપત્ર સહિત વિવિધ કાર્યક્રમો આપ્યા હતા.ગત રોજ મીણબત્તી પ્રગટાવીને અમારા કોરોના વોરિયર્સ જે કોવિડ કામગીરી દરમિયાન મૃત્યુ પામ્યા છે.તેમને બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તેમજ આજે થાળી વાટકી વગાડી ઘંટનાદ કરીને ભર નીંદર માણી રહેલી સરકાર ને જગાડવાનો પ્રયત્ન કર્યો છે.અમારા નર્સિંગની ઘણા વર્ષોથી માંગણીઓ પડતર છે.જેમાં કેન્દ્રના ધોરણે પગાર ગ્રેજ્યુઇટી,નર્સિંગ એલાઉન્સ, આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી, મહત્તમ પગાર જે બીજા રાજ્યોમાં મળે છે.તે ગુજરાતના નર્સિંગ સ્ટાફને આપવો તેમજ નર્સિંગ સ્ટુડન્ટના સ્ટાઈપેન્ડમાં વધારો કરવો જોઇઅએ.

આ સિવાયની અનેક માંગણીઓ જેવી કે ખાલી જગ્યાઓ ભરવા, પ્રમોશન બઢતી-બદલી સહિતના પ્રશ્નોનો ઘણા સમયથી ઉકેલ આવ્યો નથી માટે ના છૂટકે અમારે કોરોના કાળમાં પણ દુઃખ સાથે આ પગલું ભરવું પડ્યું છે.અને આ બાબતે સાંજ સુધી નિવેડો નહીં આવે તો મંગળવારથી હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.

To Top