Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: જાહેર આરોગ્ય નિષ્ણાતો (health experts)ના એક જૂથ, કે જેમાં એઇમ્સ (AIIMS) અને કોવિડ-૧૯ (covid-19)અંગેના નેશનલ ટાસ્ક ફોર્સના સભ્યોનો પણ સમાવેશ થાય છે તેણે જણાવ્યું છે કે સામૂહિક, ભેદભાવ વગરનું અને અધુરું રસીકરણ (vaccination) મ્યુટન્ટ (Mutation) સ્ટ્રેઇનોના ઉદભવને ભડકાવશે. તેમણે ભલામણ કરી છે કે જેમણે કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાના પુરાવા રજૂ કર્યા હોય તેમને રસી આપવાની કોઇ જરૂર નથી.

પોતાના છેલ્લામાં છેલ્લા અહેવાલમાં ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસીએશન(ઇપ્હા) અને ઇન્ડિયન એસોસીએશ ઓફ એપડેમિઓલોજીસ્ટ્સ સહિતના જૂથોના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બાળકો સહિત સમગ્ર વસ્તીને આવરી લેવાના સામૂહિક રસીકરણના પ્રયાસોને બદલે ફક્ત નબળા અને જોખમ ધરાવતા વર્ગોનું જ રસીકરણ કરવાની જરૂર છે. દેશમાં હાલની રોગચાળાની સ્થિતિ એ વાતની માગ કરે છે કે આપણે સંસાધનીય અને રોગચાળાના આંકડાઓ મુજબ રસીકરણની પ્રાથમિકતા નક્કી કરવી જોઇએ અને નહીં કે તમામ વયજૂથના લોકો માટે રસીકરણ ખુલ્લુ઼ં મૂકી દેવું જોઇએ. તમામ મોરચાઓ એક સાથે ખોલી દેવાથી માનવ તથા અન્ય સંસાધનો ખેંચાઇ જશે અને વસ્તીના સ્તરે તેની અસર ઘણી પાતળી થશે એમ નિષ્ણાતોએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે જે અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

યુવા પુખ્તો અને બાળકોના રસીકરણને પુરાવા દ્વારા ટેકો મળતો નથી અને તે ખર્ચ અસરકારક બની રહેશે નહીં એમ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે બિનઆયોજીત રસીકરણ મ્યુટન્ટ સ્ટ્રેઇનોને ઉત્તેજન આપશે. આપણ દેશના ભાગોમાં વાયરસના સંક્રમણની ઝડપની સામે તમામ પુખ્તોને રસી આપવાનું કાર્ય એટલી ઝડપ પકડી શકશે નહીં એમ આ હેવાલમાં જણાવાયું છે અને વધુમાં એવું પણ જણાવાયું છે કે જેમને કોવિડ-૧૯નો ચેપ લાગી ચુક્યાનું સાબિત થયું હોય તેમને રસી આપવાની જરૂર નથી.

કુદરતી ચેપ પછી રસી લાભકારક છે એવા પુરાવા પેદા થયા બાદ આ લોકોને રસી આપી શકાશે એમ જણાવતા આ અહેવાલમાં જણાવાયુ છે કે રસીકરણ એ નવા કોરોનાવાયરસ સામે એક મજબૂત અને શક્તિશાળી શસ્ત્ર છે પરંતુ તેનો આડેધડ ઉપયોગ કરવાને બદલે વ્યુહાત્મક ઉપયોગ કરવો જોઇએ.

To Top