Charchapatra

તેલનો ખેલ

દર વખતની જેમ રાજયમાં સૌ પ્રથમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય બાદમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્તિ બાદ જ જાણે તેલીયા રાજાઓ હરહંમેશ ગેલમાં આવી વિના રોકટોક તેલની વિધવિધ બ્રાન્ડસ તેમાંય ભેળસેળ તો ઓછાવત્તા અંશે હોય જ. પરંતુ પરીક્ષણ માટે કોણ આગળ વધે છે? એના નાના મોટા પેકિંગ્સ પર, પાઉચ પર એમ.આર.પી. જેટલી જ ફિકસ કિંમત વસૂલવાની હોય તો શું કામ? એમ.આર.પી. હશે. દિનપ્રતિદિન તેલનો ભાવવધારો ઝીંકાતો રહ્યો છે. સામાન્ય વર્ગ એક હદ કરતાં વધુ પરેશાન થઇ રહ્યો છે. ગરીબ અને ધનિક વર્ગ લાજ નેવે મૂકીને પણ પેટના ખાડાની વ્યવસ્થા મૂંગા મોઢે કરી લેશે. બચે છે. પૈદાઇશી મધ્યમ વર્ગ જેની હાલત કફોડી છે. ગુજરાત અને દેશભરમાં જાયે તો જાયે કહાં? જેવા બચરવાળ થઇ રહ્યા છે. ભડકે બળતા તેલના ભાવવધારા સામે સ્થાનિક સ્વરાજના નગરસેવકોથી લઇને સંસદના સાંસદો સુધ્ધાં ચૂપ છે. બધાને બધી ખબર છે. પાર્ટી ફંડ કયાંથી આવશે? મધ્યમ વર્ગ તેલ લેવા જાય.
સુરત-પંકજ શાં. મહેતા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top