Top News

More Posts

   The Latest

Most Popular

તાપી જિલ્લામાં કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી બસ સેવા શરૂ કરવા સોનગઢ બસ સ્ટેન્ડ ખાતે ABVP તાપી દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી સરકારી બસો જે કોરોનાકાળમાં બંધ કરવામાં આવી હતી. તે શરૂ કરવા માટે ABVP સોનગઢ દ્વારા તા.31/07/2021 અને તા.13/09/2021ના રોજ સોનગઢ ડેપો મેનેજરને આવેદનપત્ર આપી રજૂઆત કરી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. છતાં વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેથી બુધવારે સોનગઢ બસસ્ટેન્ડ પાસે ABVP તાપી જીલ્લા સંયોજક વિશાલ પટેલની આગેવાનીમાં બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

ડેપો મેનેજર દ્વારા 2 દિવસમાં તાપી જિલ્લામાં નવી બસો અને નવા રૂટ શરૂ કરવા બાંયધરી આપવામાં આવી હતી. જેને લઈ ABVP તાપી જિલ્લા સંયોજક વિશાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો 2 દિવસમાં ડેપો મેનેજર દ્વારા વિદ્યાર્થી હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તાપી જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેમાં ABVP તાપી જિલ્લા સંયોજક વિશાલ પટેલ, મંત્રી આશિષ ગામીત, સહમંત્રી નિખિલ વસાવા, સહમંત્રી મોહિત સોની, સોનગઢ તાલુકા મંત્રી સુરેખા વસાવા, સહમંત્રી મનીષ ચૌહાણ, સહમંત્રી શીતલ વસાવા, અંકિત પાડવી, પ્રશાંત શિરસાટ, બ્રિજેશસિંહ બારડ સહિતનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

To Top