ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું તે ઘડીથી જ રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું (Flood)...
હવામાન વિભાગની (Weather Department) આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, વાપી, દમણ, સંઘપ્રદેશ વિસ્તારમાં બે દિવસથી ધોધમાર...
સંતરામપુર : કડાણા પાસેથી પસાર થતી મહિસાગર નદી પર પુલ બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી 35 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જે...
સુરત: (Surat) ભેસ્તાનનાં જર્જરીત આવાસોમાં (Bhestan Awas) પ્લાસ્ટરના પોપડા પડતાં માસૂમ બાળકીનું મોત થયા બાદ પણ અહીંના રહીશો મનપા દ્વારા ફાળવવામાં આવેલી...
સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને...
અમદાવાદ (Ahmedabad) પોલીસે અહીંના નરોડા વિસ્તારમાંથી સેક્સ રેકેટનો (sex racket) પર્દાફાશ કર્યો છે. અહીંની એક હોટલમાં દેહવ્યાપારનો ધંધો બેફામ ચાલી રહ્યો હતો....
સુરત: (Surat) શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત તાપી નદીમાં સીંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (Weir cum Causeway) તેના નિર્માણનાં 26...
સુરત: (Surat) લાલ દરવાજા ખાતે આવેલા સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) હસ્તકના પ્લોટ પર વર્કશોપ અને ગાર્ડન બનાવવાની તજવીજ વચ્ચે મંગળવારે મેયર...
ભારત (India)માં ઓડી ઇ-ટ્રોન જીટી અને ઓડી આરએસ ઇ-ટ્રોન જીટી ઇલેક્ટ્રિક કાર (Electric car) લોન્ચ કરવામાં આવી છે. જર્મન ઓટોમેકર ઓડી ઇન્ડિયા...
લાંબા સમય બાદ UAE માં શરૂ થયેલા IPL ના Phase-2માંથી ખૂબ જ ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. IPL પર ફરી એકવાર કોરોના...
કોરોનાને (Covid-19) લઈને મોટા સમાચાર આવ્યા છે. હવે કોરોના નબળો પડી ગયો છે. તેનાથી ડરવાની જરૂર નથી. દિલ્હી એઈમ્સના (AIIMS) ડિરેક્ટર ડૉ....
આણંદ : બાલાસિનોરના સલિયાવડી ગામના યુવક સાથે 18 વર્ષ પહેલા લગ્ન કરનાર સલિયાવડીની પરિણીતાને સંતાન ન થતાં ત્રાસ આપી ઘરેથી કાઢી મુકી...
નવી દિલ્હી: ભારત સરકાર (Indian Govt)ના કડક વલણ બાદ બ્રિટન (Britain) કોવિશિલ્ડ (Covishield)ને માન્યતા આપવાની બાબતમાં ઝૂકતું હોય તેવું લાગે છે. ભારતે...
સુરત: સુરત મેટ્રો (Surat metro) રેલના સૂચિત સ્ટેશન (railway station)નું નિર્માણ કરવા માટે હાલમાં ઝડપથી ચાલી રહેલી કામગીરીમાં ખજોદ ગામમાંથી પસાર થતાં...
સુરત: હજીરા (Hazira) સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) ઇન્ડિયા લિમિટેડ દ્વારા હાલના પ્લાન્ટની ક્ષમતામાં વધારો કર્યા વિના સ્થાપિત પ્લાન્ટમાં ફેરફારો કરવાની...
સુરત : સુરત (Surat) સીઆઇડી (CID) ક્રાઇમ દ્વારા જે રીતે ગાર્નેટ કોઇન (garnet coin)ના કહેવાતા ચાર હજાર કરોડના કૌભાંડ (scam)ને ચાલીસ લાખનું...
જાંબુઘોડા: જાંબુઘોડામાં ભાદરવો ભરપૂર કહેવત સાર્થક કરતો હોય એમ લાગે છે. જાંબુઘોડા સહિત સમગ્ર ચેરાપુંજી વિસ્તારમાં પાછલા બે ચાર દિવસથી ધીમી ધારે...
સુરત: વિસ્કોસ ફીલામેન્ટ યાર્ન (Yarn) પરથી એન્ટી ડમ્પિંગ ડયુટી (anti dumping duty) લાગુ કરવાની દરખાસ્ત સરકારે દફતરે કર્યાના એક જ મહિના પછી...
દાહોદ: દેવગઢબારિયા નગરના શાન તેવા ઐતિહાસિક ટાવર ઉપર આકાશી વીજળી પડતાં ટાવરનો અડધો મુંગટ ધરાશય જાનહાની ટળી બે વાહનોને નુકસાન નગરજનો ને ...
દાહોદ : દાહોદ તાલુકાનાં જાલત ખાતે ભૂરીયા ફળિયાના રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે અનેકવાર રજૂઆતો બાદ પણ સમસ્યાનું...
વડોદરા : હવામાન ખાતાએ બે દિવસ ભારે વરસાદ ની આગાહી કરી છે. ત્યારે સવારથી કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ હતું. વહેલી સવારથી જ...
વડોદરા: બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. બરોડા ડેરી અને કલેકટર કચેરી...
સાવલી : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ન આપતા બરોડા ડેરી પર બેસી પ્રતિક ધરણા કરવાની...
વડોદરા: હરીયાણા રોહતક જીલ્લાની પુત્રી સમાન યુવતી ઉપર શહેરના વગદાર અને માલેતુજાર બે નરાધમોએ આચરેલા દુષ્કર્મનો કેસ હાઇ પ્રોફાઇલ હોય તેમ પોલીસ...
વડોદરા : વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે શહેરના રાજમહેલ માંથી મોડી રાત્રે 8 ફૂટના મગરને વનવિભાગની રેસ્ક્યુ ટિમ દ્વારા રેસ્ક્યુ કરવામાં...
હાલોલ: હાલોલ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ વરસતા જન જીવનને ભારે અસર થવા પામી છે મંગળવારની સવારે છ કલાક માજ પોણા...
ટેક ડેસ્ક: ગૂગલ (Google) એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ દરેક ઈન્ટરનેટ (Internet) યુઝર કરે છે. આપણે લાઇવ ટીવી જોવા માટે પણ ગૂગલ...
વડોદરા: વૃદ્ધ ઓરમાન માતા સાથે મિલકત માગતા માથાભારે પુત્રએ મકાનમાં તોડફોડ કરીને સાવકી બહેનની એકટીવાને આગ ચાંપી દીધી હતી. સન 2015 મં...
મીડિયાને લોકશાહીની ચોથી જાગીર ગણવામાં આવી છે. નિર્ભીક અને નિષ્પક્ષ મીડિયા લોકશાહીની તંદુરસ્તી માટે જરૂરી માનવામાં આવે છે. જો મીડિયા વોચડોગની ભૂમિકા...
કિંમત માણસની નહિ, પણ તેના કામની હોય છે પરંતુ ઘણી વાર માણસની મૃત્યુ પછી જ કિંમત વરતાય. વ્યકિત ગમે તેટલું પોતાના કુટુંબ...
સાવધાન વડોદરા.! આપણે ‘ગેસ ચેમ્બર’ તરફ, દિલ્હીથી પણ બદતર સ્થિતિ, બેવડી ઋતુ અને ઝેરી હવાનો જીવલેણ સમન્વય
122 વર્ષ બાદ ખુલશે કોણાર્ક મંદિરનું ગર્ભગૃહ, રેતી કાઢવાની પ્રક્રિયા શરૂ
બિલ્ડરો-નેતાઓ-અધિકારીઓની ‘મિલીભગત’થી પાલિકાને કરોડોનું નુકસાન: વિશ્વામિત્રી બચાવો સમિતિનો વિસ્ફોટક આક્ષેપ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું પરિણામ ઘોંચમાં : 5 માર્ચે વધુ સુનાવણી
હેલ્થ અપડેટ: સલીમ ખાનની તબિયત હાલ સ્થિર: નાનો બ્રેઇન હેમરેજ થયો હોવાનું બહાર આવ્યું
ટ્રેન મારફતે નશાની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું: વડોદરા સ્ટેશનેથી લાખોનો ગાંજો પકડાયો
ઝૂ ક્યુરેટર અને ઓફિસરની મનમાની: રજા માંગો તો પણ ‘માફીપત્ર’ લખો! કર્મચારીઓ ડે,કમિશનરની શરણે
સયાજી હોસ્પિટલમાં સુપ્રીટેન્ડેન્ટની ‘સર્જિકલ સ્ટ્રાઈક’
ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા નફાની લાલચમાં 64 લાખની છેતરપિંડી, ખાનગી કંપનીના કર્મચારીની ફરિયાદ
વડોદરાના 40 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર: બજેટ સભાના બીજા જ દિવસે વિપક્ષના તમામ 7 સભ્યો સસ્પેન્ડ
સીબીએસઈ : બીજા દિવસે બંને ધોરણના પસંદગી કરાયેલા વિષયની પરીક્ષા
પાકિસ્તાન T20 વર્લ્ડ કપના સુપર 8 માં પહોંચ્યું: નામિબિયાને 102 રનથી હરાવ્યું
ગુજરાતમાં ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય, ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
શિવરાજપુરમાં સ્માર્ટ મીટરનો વિરોધ, ગ્રામજનોનું ધંધા–રોજગાર બંધ રાખી આંદોલન
T20 IND vs NED: ભારતે ટોસ જીતી બેટિંગ લીધી, અભિષેક સતત ત્રીજી વખત શૂન્ય પર આઉટ
શ્રદ્ઘા કપૂર અને રણદીપ હુડા ફિલ્મ ઇથામાં દેખાશે સાથે
ચેક પોસ્ટ પર નાકાબંધી જોઈ બુટલેગરે કાર ભગાવી, પોલીસે ₹4.87 લાખના દારૂના જથ્થા સાથે એકને દબોચ્યો
વડોદરામાં i-Hub નું રિજનલ સેન્ટર સ્થપાશે, કનુભાઇએ બજેટમાં કરી જાહેરાત
મેડિકલ સ્ટોરની ગંભીર બેદરકારીના કારણે યુવતીનો ગર્ભપાત થયો હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતમાં ફરી લૂંટની ઘટના, રાહદારીને ઘાયલ કરી ફોન આંચકી લેવાયો, યુવકની હાલત ગંભીર
આણંદમાં બીયુ પરમિશન વિના ધમધમતી બે હોસ્પિટલને દંડ
ગાલગોટિયા યુનિવર્સિટી AI સમિટથી બહાર: ચીની રોબોટ અને ડ્રોન પોતાનો હોવાનો દાવો કર્યો હતો
વારાણસી ખાતે આવેલા તુલસી ઘાટ ઘટના બાદ પ્રશાસન સજાગ, બોટ ચાલકો માટે નવા નિયમો લાગુ
પર્યાવરણ, ગૌશાળા અને પાંજરાપોળને બચાવવા અપનાવીએ વૈદિક હોળી: ધર્મેશ ગામી
PM મોદી સ્પેનના રાષ્ટ્રપતિ અને ફિનલેન્ડના પ્રધાનમંત્રીને મળ્યા, ભારત-EU FTA ને સુવર્ણ યુગ ગણાવ્યો
8માં પગાર પંચનો સરકારી કર્મચારીઓને થશે લાભ કે પછી…
સુરતના વરિયાળી બજારમાં સંયુક્ત એક્શન,રમઝાન પૂર્વે ટ્રાફિક અને સ્વચ્છતા પર કડક નજર
10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન, એ જ દિવસે પરિણામ
સુરત ના સચિન નવસારી રોડ પર ભીષણ આગનો કહેર
વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠક તોફાની બની: બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો, કોંગ્રેસના 7 સભ્યો સસ્પેન્ડ
ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું તે ઘડીથી જ રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું (Flood) નિર્માણ થયું છે. CM ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્તમાં તબાહ થયેલા લોકોને કીચડમાં ચાલી મુલાકાત લીધી હતી, ત્યાર બાદ આ સંવેદનશીલ સરકારે પહેલી જ મુખ્યમંત્રીમંડળની બેઠકમાં (Cabinet Meeting) મોટી રાહતો જાહેર કરી છે. હવે કુદરતી આફતમાં અસર પામેલા ખેડૂત, પશુચાલકો અને નાગરિકોને પહેલાં કરતા વધુ સહાય મળશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની (Cabinet meeting) પ્રથમ બેઠક મળી હતી. આ મિટીંગમાં રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓને થયેલા નુકશાન મુદ્દે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu vaghani)મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે કહ્યું કે, રાજ્ય સરકારે વરસાદી આફતનો ભોગ બનેલા ત્રણ જિલ્લાના લોકો, પશુપાલકોને મદદ માટે SDRFના સહાય ધોરણો ઉપરાંત વધારાની સહાય આપવાની સંવેદના દર્શાવી છે.

ભારે વરસાદથી ઘરવખરીને નુકશાનના કિસ્સામાં SDRFની 3800 રૂપિયાની સહાયમાં મંત્રીમંડળે 3200 રૂપિયાની સહાયનો વધારો કર્યો છે. હવે પરિવાર દીઠ 7000 રૂપિયા ઘરવખરી સહાય આપવામાં આવશે. વરસાદથી જે ઝૂંપડાઓ તૂટી ગયા તેવા કિસ્સામાં રાજ્ય સરકારે 5900 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. ઝૂંપડાઓ માટે SDRFના 4100 રૂપિયામાં રાજ્ય સરકારના વધારાના 5900 રૂપિયા મળી હવે ઝૂંપડા દીઠ 10 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મકાન સહાય ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કર્યો છે. ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે SDRF હેઠળ મળવાપાત્ર 5200 રૂપિયા ઉપરાંત રાજ્ય સરકારના વધારાના 9800 રૂપિયા મળી હવે આવા મકાનો માટે મકાન દીઠ 15 હજાર રૂપિયા રાજ્ય સરકાર આપશે. જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકારે 6800 રૂપિયાનો વધારો કર્યો છે. આમ, SDRFના 3200 રૂપિયા ઉપરાંત વધારાની 6800 રૂપિયા એમ કુલ 10 હજારની સહાય ચુકવવામાં આવશે.
વરસાદમાં 5 દૂધાળા પશુના મૃત્યુ સુધી મળશે સહાય
વરસાદમાં ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર 3 પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકોને પશુઓના મૃત્યુથી થયેલા નુકશાન અંગે સહાનૂભુતિ દર્શાવતાં હવે પાંચ પશુ સુધી આવી મૃત્યુ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં SDRFના ધોરણો મુજબ 30 હજાર રૂપિયાની પશુ મૃત્યુ સહાય પશુ દીઠ મળતી હતી. તેમાં વધારાના 20 હજાર રૂપિયા રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય કર્યો છે. આમ, હવે દૂધાળા મોટા પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુ મૃત્યુ સુધી પશુ દીઠ 50 હજાર રૂપિયાની સહાય પશુપાલકોને અપાશે.

આ ઉપરાંત ઘેટાં-બકરાં જેવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દીઠ બે હજાર રૂપિયાનો વધારો રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટે કરવાનો નિર્ણય કર્યો છે. હવે આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુ દીઠ 5 હજાર પ્રમાણે રાજ્ય સરકાર આપશે. ભારે વરસાદને કારણે પશુઓ બાંધવાની ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં SDRFના 2100 રૂપિયા ઉપરાંત રાજ્ય સરકાર તરફથી 2900 રૂપિયા વધારાના મળી કુલ 5000 રૂપિયાની સહાય શેડ-ગમાણ દીઠ આપવાનો નિર્ણય કર્યો છે.