Vadodara

રાજમહેલ અને કલાલી કન્સ્ટ્રકશન સાઈટ પરથી બે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ

વડોદરા : વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે શહેરના રાજમહેલ માંથી મોડી રાત્રે 8 ફૂટના મગરને વનવિભાગની રેસ્ક્યુ ટિમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.જ્યારે બીજા બનાવમાં કલાલી ખાતે ચાલી રહેલી કન્સ્ટ્રકશનની સાઈટ પરથી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટર દ્વારા 5.5 ફૂટના મગરને રેસ્ક્યુ કરી વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના રાજમહેલમાં મહાકાય મગર આવી ચઢ્યો હોવાનું મોડીરાત્રે વનવિભાગની રેસ્ક્યુ ટિમને કોલ મળતા જીગ્નેશ પરમાર સહિત ટિમ કાર્યકરો રાજમહેલ ખાતે પહોંચી  8 ફૂટના મગરને રેસ્ક્યુ કરાયો હતો

જ્યારે બીજા બનાવમાં કલાલી ખાતે બિલ્ડીંગની ચાલી રહેલી સાઈટ પર મગર દેખાતા ગુજરાત એસપીસીએ સંસ્થાના હોદ્દેદારોએ સ્થળ પર પહોંચી મહામહેનતે તેને રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપ્યો હતો.ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સંચાલક રાજ ભાવસારને કલાલી પાસેની એક કન્સ્ટ્રકશનની ચાલી રહેલી સાઈટ ઉપરથી કોલ આવ્યો હતો કે તેમની સાઈટ પર જે બિલ્ડીંગ બનવાનું કામ ચાલી રહ્યું છે.જ્યાં ખાડામાં એક મગર આવી ગયો છે.

જેથી તુરંત જ રાજ ભાવસાર તેમની ટિમ સાથે ત્યાં પહોંચી ગયા હતા. અને જગ્યાની તપાસ કરતા ખાડામાં એક 5.5 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો.પરંતુ ખાડો વરસાદના પાણીથી ભરાયેલ હતો.ખાડામાં ઉતરવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું.જેથી પાણી ઉલેચવાની ડંકીની મદદથી થોડું પાણી ખાલી કર્યું અને થોડું પાણી જે બાકી હતું તે ખાલી ન થાય તેમ હોવાથી ટિમ દ્વારા ખૂબ સાવચેતી પૂર્વક કઠણ પરિસ્થિતિમાં પાણીમાં અંદર ઉતરીને મગરને કોઈ જાનહાની ન થાય માટે સાવચેતી પૂર્વક પકડી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top