Top News

More Posts

   The Latest

Most Popular

તા.26 નવેમ્બર 2020થી શરૂ થયેલ કિસાનોના હકક માટેનું આંદોલન ટિકેટના નેતૃત્વમાં હિંસકમાંથી અહિંસક બન્યું. આંદોલનની પકડ ખાલિસ્તાનીયો, વિરોધી દળો, નકસલીઓ, આંદોલનજીવીઓ, વચેટિયાઓએ યોજનાપૂર્વક કર્યું જેનો મુખ્ય ટારગેટ નરેન્દ્ર મોદી અને બીજેપી સરકાર હતા. આંદોલનને દેશ-વિદેશથી ફંડિંગ મળતા અાંદોલન ફાઇવસ્ટારનું બન્યું. કેન્દ્ર સરકારે સમાધાન માટે 11 વખત મીટીંગો સદભાવના અને સકારાત્મક વાતાવરણમાં કરી પરંતુ પરિણામ શુન્ય! ટિકેટની હઠ અને અડિયલ વ્યવહારે સમાધાનને બદલે વિખવાદો પેદા કર્યાં. આંદોલ દરમ્યાન લાલકિલાની હિંસક ઘટનાઓ અને તિરંગાના અપમાનને જોઇને અમુક કિસાન સંગઠનો અસલિયત જાણી અળગા થયા. ટિકેટ એકલા પડવા લાગ્યા પણ તંગડી ઉંચી રાખી!તાજેતરમાં યુપી ગ્રામ પંચાયત  ચૂંટણી પરિણામોએ જનમાનસે ટિકેટ વિરુધ્ધ મતો આપી ટિકેટને શિકસ્ત, જબ્બર શિકસ્ત આપી. શું ટિકેટની આંખ ઉઘડશે? કિસાન આંદોલનના અંતની શરૂઆત થઇ ચૂકી છે. અમદાવાદ          – અરૂણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top