વ્હાલા વિદ્યાર્થી મિત્રો, કોરોના હળવો થવાથી હળવાશ અનુભવવા વરસાદની મોસમ માણતાં હશો. સાથે જ 15 દિવસ પછી એટલે કે 6th Aug.2021 Guj Cetની તૈયારીઓ કરતાં હશો, કરી જ લેજો. એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી માટે ઢીલાશ ન મૂકતાં તૈયારીમાં મંડી રહેજો. સાથે જ થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે આ વખતે ‘B’ જૂથવાળા વિદ્યાર્થીઓ એટલે જેમણે વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લીધું હોય તેવા વિદ્યાર્થીઓ પણ એન્જિનિયરીંગ-B.E. માટે અપ્લાય કરી શકશે. શા માટે આવી નીતિ આવી કે લાવવી પડી? All India Council of Technical Education-AICTE જે રાષ્ટ્ર લેવલે ટેક્નિકલ શિક્ષણ માટેની કાઉન્સિલ છે. જે ટેક્નિકલ શિક્ષણમાં પ્રવેશ લેવા બાબતે, શિક્ષણ બાબતે વખતોવખત નિયમો બહાર પાડે છે. એવું જાણવા મળે છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષથી ત્રણ – ચાર રાજ્યોએ AICTEને પત્ર લખ્યા કે એન્જિનિયરીંગ ક્ષેત્રની બેઠકો ખાલી રહે છે જયારે જીવવિજ્ઞાન સાથે મળતાં વિકલ્પોમાં મેડિકલ-ક્ષેત્રે જેટલા વિદ્યાર્થી પાસ થાય એટલી બેઠકો ઉપલબ્ધ નથી માટે જીવવિજ્ઞાન સાથે ધો.12 પાસ કરનાર વિદ્યાર્થીને બેચલર ઓફ એન્જિનિયરીંગમાં લાયક ગણી પ્રવેશ આપવો.

સાથે જ NEP-New Education Policy-2020 આવી. મુખ્ય આશય વિદ્યાર્થીનો સાફલ્યવાદી વિકાસ કરવાનો જેમાં વિદ્યાર્થીને વિનયન, કળા, વિજ્ઞાનમાંથી વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા આપવાની. વિદ્યાર્થી વિવિધ ક્ષેત્રમાં વ્યાવસાયિક કુશળતા વિકસાવી શકે અને પોતાનાં સ્વપ્નો પૂરા કરી શકે. વધુ સુગમતા સાથે શિક્ષણમાં સહજતા અનુભવી શકાય. હવે ફરી પાછા-જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ પસંદ કરે તો- ની પરિસ્થિતિ વિશે મનન-ચિંતનની આવશ્યકતા પર આવીએ.
તો એના ઉપાય માટે AICTE આવા વિદ્યાર્થીઓને remedial કોર્ષ તરીકે ‘‘Bridge coureses’’ જેમાં મેથેમેટિકસ, ભૌતિકશાસ્ત્ર, અને એન્જિનિયરીંગ ડ્રોઇંગ જેવા વિષયો શીખવાડવામાં આવશે. જેનાથી વિદ્યાર્થી બેઝિક કન્સેપ્ટ વિકસાવી એન્જિનિયરીંગ વિષયોમાં પોતાની ચાંચ ડૂબાડી શકશે. કારકિર્દી બનાવી શકશે.
જો ન આપે તો વિદ્યાર્થીઓ પાસે સ્વનિર્ભર કોલેજોમાં પ્રવેશ લેવાનો વિકલ્પ ખુલ્લો રહેશે જે કદાચ કોલેજોને ફાયદાકારક વધુ રહેશે. એડમિનિસ્ટ્રેશન કરવામાં નાણાંકીય સહાય મળી રહેશે.