સુરત: શહેરના વરાછા (Varachha) ખાતે રહેતી અને સીએનો અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની (Syudent)નું ગઈકાલે સાંજે અજાણ્યા દ્વારા અપહરણ (kidnapping drama) કરાયું...
દાહોદ : દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બેન્કમાં કેવાયસી અપડેટ કરવાનું કહી અજાણી વ્યક્તિએ પાલ્લી ગામે રહેતાં એક ૨૮ વર્ષીય યુવતીના...
સુરત : સુરતની કોર્ટ (Surat court)માં પ્રેકટિસ કરતા વકીલો (Advocates)ને હવે વધુ એક ભાર સહન કરવાનો સમય આવ્યો છે. અત્યાર સુધી કોઇપણ...
શહેરા: શહેરા તાલુકાના ઊંજડા ગામના તળાવની પાળ ઉપર હાર જીતનો જુગાર રમતા આઠ જેટલા જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા.પોલીસે સ્થળ ઉપરથી કેટ,...
સિંગવડ: સિંગવડ તાલુકાના મલેકપુર કટારા ફળિયા તરફ થઈ અને નાના આંબલીયા ગામે મળતા રસ્તા ઉપર નાળુ બનાવવામાં આવ્યું તેના પર મોટા ખાડા...
વડોદરા: હરિધામ સોખડામાં ભક્તોનું ઘોડાપૂર સોખડા મંદિર ખાતે બીજા દિવસે પણ અગાઉથી નિર્ધારિત વિસ્તારોના હરિભક્તો અક્ષર નિવાસી પૂ. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન...
વડોદરા : વિશ્વામિત્રી નદી જે પ્રદૂષિત થઈ છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે તેને લઈને પર્યાવરણવાદી અને પૂર્વ ધારાસભ્ય...
વડોદરા: હવે જ્યારે કોલેજો 50 ટકા ક્ષમતા સાથે ખુલી ગઈ છે ત્યારે વિધાર્થી સંગઠનો વિધાર્થીઓના પ્રશ્નોને લઈને યુનિવર્સીટીના સત્તાધીશો ને આવેદનપત્ર આપીને...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયેલ કોરોનાગ્રસ્ત તેમજ પેરાલીસીસથી પીડિત મહિલા દર્દીની સારવાર કરવામાં ફરજ...
વડોદરા: રાવપુરા વિસ્તારમાં આવેલી પાલિકાએ કુમારશાળા નંબર 1 ને તાળા મારી રોડ શાખાની કમાણી કરી આપતી કચેરી બનાવી. આજે પણ કેટલાક વિદ્યાર્થીઓ...
વડોદરા : વધુ એક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી કરાઈ રહી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.વડોદરા શહેરમાં...
સ્ટાર ભારતીય મુક્કેબાજ (Star Indian boxer) લવલીના (Lovlina) બોરગોહેને શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલ (Semifinal)માં જગ્યા બનાવી છે. આ સાથે, લવલીનાએ ટોક્યો ઓલિમ્પિક (Tokyo...
વડોદરા: મહાનગરપાલિકામાં 15 વર્ષ થી સફાઈ કર્મચારી તરીકે જશવંત સોલંકી ને 2018માં અલકાપુરી વિસ્તારમાં ગટરની કામગીરી કરતી વખતે પગમાં ઇજા પહોંચતાં તેને...
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પ્રેમીને મોંઘી ગિફ્ટ આપવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો...
રાજ્યમાં કોલેજો અને શાળાના ૯થી ૧૨ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે, પરંતુ સરકારી કાર્યક્રમોની...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 4 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપામાં,...
રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર...
કચ્છ જિલ્લાનાં ઘોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળવું એ માત્ર ગુજરાત માટે જ નહીં સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે, પરંતુ...
સુરત : મજૂરાગેટ વિસ્તારમાં આવેલી નંદીની વેટરનિટી હોસ્પિટલ અને પાંજરાપાળ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીઓની વિરુદ્ધમાં કૂતરી ગુમ થવા બાબતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરીને...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપરાંત પાનોલી અને ઝઘડિયા વસાહતમાંથી કેટલાક બેજવાબદાર ઉદ્યોગો (Indistries) ચોમાસાની ઋતુનો ગેરફયદો ઉઠાવી પ્રદૂષિત પાણી (Polluted water)...
નવસારી: (Navsari) નવસારી જિલ્લા કલેક્ટરના (District Collector) માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કોડની (Flying Squad) રચના કરી શહેરના કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં સર્વેની કામગીરી તેમજ...
નવી દિલ્હી: (Delhi) આ શૈક્ષણિક વર્ષથી નીટ (NEET) યૂજી (UG) અને પીજી (PG) માટે આરક્ષણ લાગુ થશે. સરકારે અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક તબીબી...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)ના સાતમા દિવસે ભારતે (India) સારી શરૂઆત કરી હતી. સ્ટાર બેડમિન્ટન (Badminton) ખેલાડી પીવી સિંધુએ મહિલા સિંગલ્સની છેલ્લી 16 મેચમાં...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (Corporation) દ્વારા નવી પહેલ કરીને સુમન હાઇસ્કુલોમાં (High School) ધોરણ-11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં...
સુરત: (Surat) આખા દેશમાં મુંબઈ પછી જો કોઈ શહેરમાં ગણેશોત્સવની (Ganesh Utsav) મોટાપાયે ઉજવણી થતી હોય તો તે સુરત શહેર છે. અમદાવાદની...
સુરત: (Surat) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો (GST) કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી કાપડ ઉદ્યોગ પર ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરને લઇ કાપડ ઉદ્યોગકારો (Textile...
સુરત: (Surat) વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમનું શહેર ગણાતા સુરત શહેરની વિકાસની ગતિ હવે વધુ તેજ બનશે. સુરત શહેર અત્યાર...
દિલ્હી (Delhi)વિધાનસભા સત્રની શરૂઆત પહેલા જ કોંગ્રેસ(Congress)ના કાર્યકરોએ ગુરુવારે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પછી જ્યારે સત્ર શરૂ થયું ત્યારે...
દેશમાં કોરોના રસીકરણ (Corona vaccine) શરૂ થયાને છ મહિનાથી વધુ સમય વીતી ગયા છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રસીના...
અક્ષયકુમાર રિયલ લાઇફ એકશન સ્ટાર છે. કોરોનાનો પ્રભાવ ઓછો થયા પછી જેની લાગલગાટ બબ્બે ફિલ્મ રજૂ થવાની છે તે અક્ષયકુમારની 27મીએ ‘બેલબોટમ’ને...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
સુરત: શહેરના વરાછા (Varachha) ખાતે રહેતી અને સીએનો અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની (Syudent)નું ગઈકાલે સાંજે અજાણ્યા દ્વારા અપહરણ (kidnapping drama) કરાયું હતું. વિદ્યાર્થિનીના પિતા (Father) ઉપર ફોન કરીને 10 લાખની ખંડણી (Ransom) માંગવામાં આવી હતી. જોકે પોલીસ તપાસમાં વિદ્યાર્થિની તેના પ્રેમી (Lover) સાથે ભાગી હોવાનું અને ફોન કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસે બંનેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
વરાછા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વરાછા લંબે હનુમાન રોડ પર ડાહ્યાપાર્ક સોસાયટીમાં રહેતા લાખાભાઈ સોલંકી હીરા ઘસવાનું કામ કરે છે. તેમની 20 વર્ષીય પુત્રી સીએનો અભ્યાસ કરે છે. હીરાબાગ પાસે આવેલા ક્લાસિસમાં અભ્યાસ કરે છે. ગઈકાલે વિદ્યાર્થિની સાંજે ઘરેથી સી.એ ની બુક લેવા જવાના બહાને નીકળ્યા બાદ પરત ઘરે આવી નહોતી. પરિવારે તેની શોધખોળ કરતા મળી નહોતી. તે ગુમ થયાના 50 મિનિટમાં લાખાભાઈના ફોન ઉપર અજાણ્યાનો ફોન આવ્યો હતો.

ફોન કરનારે ‘દીકરી જોઈતી હોય તો 10 લાખ રૂપિયા આપી જાઓ’ તેવું કહ્યું હતું. લાખાભાઈએ ક્યાં આવવાનું પુછતા અજાણ્યાએ ફોન કટ કર્યો હતો. દિકરીનું 10 લાખની ખંડણી માટે અપહરણ થયાના ફોનથી પરિવાર ગભરાઈ ગયો હતો. અને પોલીસને જાણ કરી હતી. પોલીસની ઝીણવટ ભરી તપાસમાં સમગ્ર ઘટના શંકાસ્પદ જણાઈ આવી હતી. સીસીટીવી ફુટેજથી લઈને તમામ વિગતો મેળવતા યુવતી તેના પ્રેમી આકાશ સાથે ભાગી હોવાનું જાણવા મળ્યું છે. યુવતીના પ્રેમી આકાશ દ્વારા તેના પિતાને ફોન કરાયો હતો. વરાછા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થિની કાપોદ્રા પોપડા સુધી જતી સીસીટીવી કેમેરામાં કેદ
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હિરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. આ ઉપરાંત યુવતિનો કાપોદ્રામાં રહેતા મૂળ રાજસ્થાની ખટીક નામના યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનુ બહાર આવ્યું હતું.
બંને પોતાના મોબાઈલ ઘરે મુકી ગયા, નવું સીમકાર્ડ ખરીદ્યું
આકાશ અને યુવતી બંને પોતાના મોબાઈલ ઘરે મુકીને ગયા છે. આકાશે બે દિવસ પહેલા નવું સીમકાર્ડ ખરીદ કર્યું હતું. આ નવા કાર્ડ પરથી ફોન કરાયો હતો. પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી છે અને પકડાઈ નહી જવાય તે માટે બંને પોતાના મોબાઈલ ઘરે મુકીને ગયા છે.
પિતાએ પ્રેમી સાથેના ફોટો જોઈ લીધા હતા
યુવતીના પરિવારે પોલીસ સાથે તેના પ્રેમ પ્રકરણની વાત શરૂઆતમાં છુપાવી હતી. પરંતુ થોડા દિવસ પહેલા યુવકના પિતાએ મોબાઈલમાં ફોટા જોઈ લીધા હતા. જેથી ઠપકો પણ આપ્યો હતો. પોલીસને આ વાતની બાદમાં ખબર પડી હતી.