ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષની સિદ્ધિઓની ઉજવણીના કાર્યક્રમોની સામે પ્રદેશ કોંગ્રેસ આગામી 1થી 9 સપ્ટેમ્બર દરમિયાન સરકારની નિષ્ફળતાઓના મુદ્દાઓને લઇ જનસંપર્ક અભિયાન...
અમદાવાદના જશોદાનગરને એસ.પી. રિંગ રોડથી જોડતા 6 લેન હાઈવેનો એક વીડિયો શેર કરી પ્રદેશ કોગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,...
રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ – કર્મચારીઓ અને પેન્શનર્સને 1 સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૫ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની 4 મહાનગર અને 25 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી....
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ની કોવિડ -19 પરની વિષય નિષ્ણાત સમિતિએ ગુરુવારે કોવિશિલ્ડ (Covishield) અને કોવાક્સિન (Covaxin)ના મિશ્રણ વિશેના અભ્યાસની...
ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી (Star Indian badminton player) પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ધમાકેદાર જીત નોંધાવ્યા પછી...
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા (Pulitzer award winner) ભારતીય ફોટો જર્નાલિસ્ટ ડાનિશ સિદ્દીકી (Indian journalist Siddiqui)ની અફઘાનિસ્તાનમાં ક્રોસફાયર (Cross fire) અથવા સુરક્ષા વિરામથી મોત...
સુરતીઓને તો બસ સેલિબ્રેશનનો એક મોકો જ જોઈએ!!!… રંગીલા મોજીલા સુરતીઓ એટલે કારણ વગરની મોજમાં માનનારા.. સુરતના લોકો સેલિબ્રેશનનો કોઈ જ મોકો...
આજનું યંગસ્ટર્સ હવે ટોળા વળીને ગપ્પા મારવામાં જ નહીં પણ કંઈક ટ્રેન્ડી અને હટકે કરીને પોતાને અટેન્શન કઈ રીતે મળે તે તરફ...
‘યે દોસ્તી હમ નહીં ભૂલેંગે’. આજના યુવો માટે તો ગિફ્ટસ વિનાનું સેલિબ્રેશન જ અધૂરું છે. એમાંય વાત જ્યારે દોસ્તીની આવે ત્યારે એમાં...
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શહેરમાં હવે અવનવા ફૂડ અને મિઠાઇ સાથે આરોગી શકાય તેવા વાસણોનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો...
‘યારો દોસ્તી બડી હી હસીન હૈ.’… દોસ્તી…. શબ્દ સાંભળતાની સાથે ચહેરા પર અનેરી મુસ્કાન તો આવે જ આવે… દોસ્તી વિના જિંદગીના રંગોને...
ગોવાની ખ્યાતિ ભારતના રેપ કેપિટલ તરીકેની છે. ગોવાના બીચ પર મોડી રાતે પણ શરાબ અને શરાબની મહેફિલ જામે છે. ગોવામાં દર વર્ષે...
એક તરફ કેન્દ્ર સરકાર લોકોને ભીડથી દૂર રહેવા એડવાઇઝરી જાહેર કરે છે. બીજી તરફ ઉત્તરાખંડ સરકારે કુંભમેળામાં 60 લાખ લોકોની ભીડથી ફેલાયેલ...
ટીમ ઇન્ડિયા (Team India)ના સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ (Chahal) અને કૃષ્ણપ્પા ગૌતમ (Gautam)ને પણ કોરોના વાયરસ (Corona virus)નો ચેપ લાગ્યો છે. આ બંને ખેલાડીઓ...
નોકરીમાંથી વ્યક્તિ જયારે નિવૃત્ત થાય છે ત્યારે એ એક અજાણી તાણ અનુભવે છે. એક પ્રશ્નાર્થ ખડો થઇ જાય છે: હવે શું? નિવૃત્તિમાં...
ઇરાનથી પોતાના જરથોસ્તી ધર્મની રક્ષા માટે ભારતના સંજાણ બંદરે ઊતરેલાં પારસીઓનો ભાતીગળ ઇતિહાસ છે. લગભગ દરેક ક્ષેત્રમાં પારસીઓનું આગવું પ્રદાન છે. ભારતમાં...
જાણવા મળ્યા મુજબ આશરે 111 દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે. પ્રવાસન સ્થળોએ ભેગી થતી ભીડમાં નથી માસ્ક, નથી સોશ્યલ...
જીએસટી માટેનું પોર્ટલ તૈયાર કરવાની કામગીરી સરકારે ઇન્ફોસીસ કમ્પનીને આપેલી. શરૂઆતથી અત્યાર સુધી એમાં જે અગવડો, અડચણો પડી તેને વેપારીઓ અને ચાર્ટર્ડ...
વય વધે એટલે જીવન ઘટે, પણ જયારે બાળકનો પ્રથમ જન્મદિવસ ઉજવીએ ત્યારે વય વધે એમ બધા શુભેચ્છા પાઠવે અને એટલે જ ‘હેપી...
એક નાનકડો ૧૨ વર્ષનો છોકરો એક બંગલા પાસે દરવાજો ખખડાવી રહ્યો હતો. બંગલામાંથી શેઠાણી બહાર આવ્યાં. છોકરાએ આજીજી કરી,”આંટી ,કોઈ કામ હોય...
બેંગકોક: થાઇલેન્ડ (Thailand)માં આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે બેંગકોકના એક એરપોર્ટ (airport) પર કાર્ગો બિલ્ડિંગમાં એક મોટી ફીલ્ડ હોસ્પિટલ (hospital)ની સ્થાપના કરી હતી. કારણ...
હજી થોડાં સપ્તાહો પહેલાં ભારતનાં પ્રસાર માધ્યમોમાં અને થોડા દિવસો પહેલાં વિશ્વમાં ભારતના મહામારી સામેના અણઘડ કારભારની ચર્ચા ચાલતી હતી. આપણને મુખ્ય...
1991 માં વડાપ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારના નાણાં મંત્રી ડો. મનમોહન સિંહે આર્થિક નીતિઓના ખૂબ મોટા પરિવર્તનનો પાયો નાખનારું બજેટ આપ્યું. આમ તો...
કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાંથી રૂ. ૯૪૧૮૧ કરોડની આવક મેળવી છે અને ઇંધણો...
સુરત: શહેરમાં વેક્સિનેશન (Vaccination) માટે લોકોને હવે રીતસર વલખાં મારવા પડી રહ્યા છે. ખાસ કરીને જેઓને વેક્સિનનો પ્રથમ ડોઝ (First dose) લીધા...
વડોદરા: શહેરના પંડ્યા બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક્ટિવા સવાર યુવતીનો પીછો કરી તેણીને પંડ્યા બ્રિજ નજીક રોકીને પ્રેસમાંથી છું. તેમ કહું...
સુરત : એક તરફ રેલવે તંત્ર સુરત (Surat railway)ને મોટું સ્ટેશન માનવા તૈયાર નથી. કારણ કે સુરતને અનેક ટ્રેનના સ્ટોપેજ અપાતાં નથી....
પાદરા: પાદરાના ઘાયજ ગામ પાસે આવેલી અદિતિ સાયન્સ સ્કૂલ શિક્ષણ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે પાદરા ની અદિતિસાયન્સ સ્કૂલમાં કરજણ વડોદરા...
સુરત: શહેરના વરાછા (Varachha) ખાતે રહેતી અને સીએનો અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની (Syudent)નું ગઈકાલે સાંજે અજાણ્યા દ્વારા અપહરણ (kidnapping drama) કરાયું...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષની સિદ્ધિઓની ઉજવણીના કાર્યક્રમોની સામે પ્રદેશ કોંગ્રેસ આગામી 1થી 9 સપ્ટેમ્બર દરમિયાન સરકારની નિષ્ફળતાઓના મુદ્દાઓને લઇ જનસંપર્ક અભિયાન કાર્યક્રમ યોજશે. રાજ્ય સરકારની સફળતાના દાવાઓ સામે કોંગ્રેસ શિક્ષણ, આરોગ્ય, અન્ન અધિકાર, મહિલા સુરક્ષા, ખેડૂતોના પ્રશ્નો, આદિવાસી સમાજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોને લઇ રાજ્ય સરકારને ખુલ્લી પાડશે.
કોગ્રેસના જન સંપર્ક અભિયાનમાં તા. 1લી ઓગસ્ટના રોજ શિક્ષણ બચાવો અભિયાન, 2જી ઓગસ્ટના રોજ આરોગ્ય બચાવો અભિયાન, 3જી ઓગસ્ટના રોજ અન્ન અધિકાર અભિયાન, 4થી ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા અભિયાન, 5મી ઓગસ્ટના રોજ, ખેડૂત- ખેતી બચાવો અભિયાન, 6ઠ્ઠી ઓગસ્ટના રોજ બેરોજગારી હટાવો અભિયાન, 7મી ઓગસ્ટના રોજ વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન, 8મી ઓગસ્ટના રોજ જન અધિકાર અભિયાન અને 9મી ઓગસ્ટના રોજ સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ જિલ્લા અને તાલુકા સ્તરે તેમજ મહાનગરપાલિકાઓમાં યોજવામાં આવશે.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે. ભાજપના શાસનકાળમાં લોકોની આઝાદી ખતમ થઈ ગઈ છે. સંવિધાન ખતરામાં છે. આદિવાસીઓના જળ, જંગલ અને જમીન અધિકારો છીનવી લેવામાં આવી રહ્યાં છે, અને સરકારના માનીતા લોકોને આદિવાસીઓની જમીન પધરાવવામાં આવી રહી છે. ભાજપ સરકાર આદિવાસીઓની ધરોહર- ઓળખને ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. કેવડિયા અને સોનગઢમાં આદિવાસીઓનો વિરોધ હોવા છતાં તેમની જમીન હડપ કરવામાં આવી રહી છે.
પોતાના રાજકીય કાર્યક્રમો યોજવા માટે સરકાર કોરોના ગાઈડ લાઈનનો દુરુપયોગ કરે છે : કોગ્રેસ
સામાજિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકો અને લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોની હાજરીનું જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ અંગે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર કમલમમાંથી નક્કી કરવામાં આવ્યા મુજબના ફતવાઓ બહાર પાડી રહી છે. પોતાના કાર્યક્રમોની ઉજવણી માટે સરકાર કોરોનાની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરે છે.
પરેશ ધાણાનીએ વધુમાં કહ્યું હતું કે રીમોટ કંટ્રોલથી ચાલતી રાજ્ય સરકાર વિપક્ષનો અને પ્રજાનો અવાજ દબાવવા માટે ખોટા ફતવો બહાર પાડી રહી છે. સરકાર ખોટા અને ભ્રામક પ્રચાર માટે કોરોના પ્રોટોકોલનો દુરુપયોગ કરી રહી છે. સરકાર એકને ગોળ અને બીજાને ખોળ આપી રહી છે. લગ્ન સમારંભમાં પણ સામાજિક કાર્યક્રમની જેમ છુટછાટ આપવી જોઈએ.