Vadodara

લીનાબેન જાગરાણીના ત્રાસથી શ્રીવાસ્તવે જાન ગુમાવ્યાનો આક્ષેપ

વડોદરા: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિજયકાન્ત શ્રીવાસ્તવે સીટી ટીબી સેન્ટર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લીનાબેન જાગરણીના માનસિક ત્રાસથી જાન ગુમાવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી બંને વચ્ચે ખટપટ ચાલતી હતી અને અગાઉ પણ બંને એકબીજા સામે રાવપુરા પોલીસ ફરિયાદ કરી છે. પરિવારજનો એ પોલીસ ફરિયાદ લખાવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા જે ભ્રષ્ટાચારથી ખદબદે છે તે તો સૌ જાણે જ છે. મોટાભાગના વિભાગમાં ભ્રષ્ટાચાર પરાકાષ્ટાએ છે. સિન્ડિકેટમાં ખોટા કામો કરો કરી રહી છે જેની જાણ જે તે વિભાગના કર્મચારી ને છે.

પરંતુ જે ભ્રષ્ટાચારને જે કર્મચારી બહાર લાવે છે તેને ઉચ્ચ અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે એટલા હદે માનસિક ત્રાસ આપવામાં આવે છે કે તે કર્મચારી પોતાના જીવ ગુમાવે છે. તેઓ જ પાલિકાના અધિકારીના કારણે માનસિક ત્રાસ આપવાથી એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો તે સામે આવ્યું છે. પાલિકા આરોગ્ય વિભાગની રાવપુરા વિસ્તારમાં જીપીઓ ની પાછળ સિટી ટીબી સેન્ટર આવેલું છે .જ્યાં વિજયકાંત શ્રીવાસ્તવ પાલિકામાં છેલ્લા ૨૧ વર્ષથી કોન્ટ્રાકટ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.

જેમને વિભાગમાં ચાલતું એક કૌભાંડ બહાર લાવ્યા હતા. 2015માં રસ્તા ઉપર ફરતી ગાડી માં કોઇ ખામી ના હોય અને ગેરેજ માં બતાવી લાખોનું કૌભાંડ બહાર તેઓ લાવ્યા હતા. સીટી ટીબી સેન્ટરમાં કોન્ટ્રાકટ પર ડિસટીક પ્રોજેક્ટ કોઓર્ડિનેટર  લીલાબેન ચાગરાણી છે તેઓએ ગાડી રીપેરીંગ 2 લાખનું કોટેશન બિલ રજૂ કરીને 99 હજાર પાસ કર્યા હતા. તે કૌભાંડ વિજયકાંત શ્રીવાસ્તવે બહાર લાવતા. લીનાબેન ચાગરાણી અને ડ્રાઇવર વિજય શ્રીવાસ્તવ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી ખટરાટ ચાલે છે. લીનાબેન પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને છેલ્લા 3 વર્ષથી વિજયકાંત શ્રીવાસ્તવને ઓફિસ પર બોલાવે છે.

પણ તેમને કોઈપણ પ્રકારનું કામ સોંપાતું નથી. જેથી તેઓ માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો અને લીના બેન ચાગરાણી અને વિજયકાંત શ્રીવાસ્તવે આમને-સામને રાવપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ફરિયાદ દાખલ કરેલી છે. જોકે લીલાબેન ચાગરાણી તો લખતા પણ શરમ આવે તેવી ગાળો બોલે છે કર્મચારીને માંનસીક ત્રાસ અને અસભ્ય વર્તન પણ કરવામાં આવે છે તેવું એક પૂર્વ કર્મચારીએ જણાવ્યું હતું.

ડ્રાઇવર તરીકે ફરજ પર હોવા પણ સરકારી ગાડી નો ઉપયોગ ના કરીને પ્રાઇવેટ ગાડી બહાર થી બોલાવવામાં આવે છે. અને તેનું બીલ પાલિકામાં મૂકવામાં આવે છે. જોકે ગત રોજ પણ મૃતક ડ્રાઇવર વિજયકાંત શ્રીવાસ્તવ અને લીનાબેન ચાંગરાણી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો ત્યારબાદ મોડી રાત્રે પરિવારજનોએ જણાવ્યું મુજબ હાર્ટ એટેકના કારણે વિજયકાંત શ્રીવાસ્તવનું મૃત્યુ થયું હતું.

કર્મચારીએ સુરસાગરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો

વિજયકાંત શ્રીવાસ્તવના પૂર્વ સહકર્મચારીઓ ગૌરાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે લીલા ચાગરાણી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી કોઇ પણ પ્રકારની કામગીરી તેમને સોંપવામાં આવતી નથી  અને ગત રોજ પણ ઝગડો થયો હતો અગાઉ પણ લીલા ચાગરાણી  ત્રાસથી હિતેન કાકા કરીને એક કર્મચારીએ સુરસાગરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઓફિસનો સ્ટાફ પોલીસ અને ફાયરબ્રિગેડ તેને બચાવી લીધો હતો .તેની નોંધ પણ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

અગાઉ પણ તેઓ વચ્ચે ઝઘડો વારંવાર થતો હતો

આરોગ્ય અમલદાર દેવેશ પટેલે જણાવ્યું હતું કે કર્મચારીનું મુત્યુ થયું છે તે ખૂબ દુખદ વાત છે મુતક વિજયકાંત શ્રીવાસ્તવ અને લીનાબેન ચાંગરાણી વચ્ચે ગતરોજ ઝઘડો થયો હતો એ પહેલી વાર નહીં પણ અગાઉ પણ તેઓ વચ્ચે ઝઘડો વારંવાર થતો હતો. અને તે મુદ્દે બંને લોકોએ આમને-સામને રાવપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ પણ નોંધાવી છે. કૌભાંડ જેવી કોઈ વાત જ નથી અને તપાસ કરવામાં આવશે તો જે સાચું હશે તે બહાર આવશે.

લીનાબેન ચાગરાણીનું 99000નો બિલ પકડ્યું હતું

પૂર્વ વિપક્ષી નેતા ને મૃતકના પિતરાઇ ભાઇ ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એક સભાસદના ભાઈની સાથે આવું થતું હોય તો અધિકારીઓની દાદાગીરી કેટલી બધી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. લીનાબેન ચાગરાણી નું 99000 નો બિલ મારા ભાઈએ પકડ્યું હતું જેના કારણે તેના પર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. કોરા નો સમય હોય કે હવે ડેન્ગ્યુ અને કમળાના પણ કેશો વધી રહ્યા છે. ટીબી સેન્ટર માં ક્લાર્ક ની શું જરૂર છે તો કે મારો ભાઈ પણ કોન્ટ્રાક્ટ બેઝ પર હતો જે બેન પર કોન્ટ્રાકટ પર હતા છતાં પણ માનસિક ત્રાસ આપે છે. આરોગ્ય અમલદાર દેવેશ પટેલ પણ કોન્ટ્રાક્ટ બેઝ પર છે. જેની પર હાઇકોર્ટમાં ભ્રષ્ટાચારનો કેસ પણ ચાલી રહ્યો છે. અને જો કોઈ કર્મચારી ભ્રષ્ટાચાર સામે એ તો તે કર્મચારીને માનસિક ત્રાસ આપીને તેને મરવા પણ મજબૂર કરી દેવામાં આવે છે. જ્યાં સુધી મારા ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું લખતો રહીશ.

Most Popular

To Top