Top News

More Posts

   The Latest

Most Popular

ઇમરાન હાશ્મીની ઇમેજ હવે સિરીયલ કિસરની નથી રહી પણ તેની એક બીજી ઇમેજ એ છે કે તેની સાથે અનેક નવી હીરોઇનોની કારિકર્દી શરૂ થઇ છે. ઇમરાનની ફિલ્મોના નિર્માતા બજેટ ઓછું કરવાના પ્રયત્નમાં રહે છે એવું કહેવા કરતાં ઇમરાનની સાથે નવી હીરોઇન જ લોન્ચ થાય એમ કહેવું વધારે યોગ્ય છે. હા, તેની સાથે દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ, ક્રિતી સેનોન, કિયારા અડવાણીનો વિચાર થઇ શકતો નથી. ઇમરાન આ વાતનો અફસોસ નથી કરતો. મહેશ ભટ્ટની ઓછા બજેટવાળી ફિલ્મોને તે સ્ટાર રહ્યો છે એ જ તેના માટે પૂરતું છે.

અગાઉ તેની સાથે કઇ નવી હીરોઇનો લોન્ચ યા રિલોન્ચ થઇ તે જવા દો. પણ હમણાં તેની ‘હરામી’ માં ધનશ્રી પાટિલે કામ કર્યું છે અને ધનશ્રીની એ પહેલી જ ફિલ્મ હતી. હમણાં ઇમરાને ‘ધ લાસ્ટ રાઈડ’ પર કામ શરૂ કર્યું છે. જેમાં તેની સાથે સાઉથમાં સ્ટાર રહેલી રાશી ખન્ના છે. રાશી ખન્નાએ હિન્દી ફિલ્મથી આરંભ કરેલો પણ એક જ ફિલ્મ પછી તમિલ – તેલુગુમાં ચાલી ગઈ હતી ને હવે ધ લાસ્ટ રાઈડથી પાછી ફરી રહી છે.

રાશી તો આવશે પણ કેપ્ટન નવાબેમાં તેની સાથે માલવિકા રાજ આવી રહી છે. માલવિકાની પણ તે પહેલી જ ફિલ્મ છે. ઇમરાન સાથે કયાં એકદમ હીરોઇન હોય યા ટીવી પર કામ કરી ચુકેલી યા એકાદ-બે ફિલ્મમાં સહાયક ભૂમિકામાં આવી ચુકેલી અભિનેત્રી હીરોઇન બની જાય છે. બે વર્ષ પહેલાં સાથે શ્રેણા ધનવંત્રી હતી. શ્રેયા ઘણી ટી.વી. સિરીયલોમાં કામ કરી ચૂકી હતી પછી ઇમરાન સાથે તક મળી અને ત્યારબાદ તરત ‘સ્કેમ 1992’ અને ‘ધ ફેમિલી મેન’ નામની મોટી વેબસિરીઝ મળી હવે તે મુંબઇ ડાયરીઝ 26/11 ઉપરાંત ‘લૂપ લપેટા’માં આવશે.

ઇમરાન હાશ્મી કયારેય એવો દાવો નથી કરતો કે મારી સાથે કામ કરશો પછી સ્ટાર બની જશો, પણ કરણ જોહરની ફિલ્મોમાં જેટલી નવોદિતને ચાન્સ નથી મળ્યો તેનાથી વધુ ઇમરાનની ફિલ્મોથી આવનારી અભિનેત્રિઓ છે. ‘ધ બોડી’માં તેની સાથે શોભિતા ધૂપેલીયા હતી જે ઢગલો ટીવી સિરીયલ કે ફિલ્મો પછી નહોતી આવી. એજ રીતે ‘રાઝ રિબૂટ’માં સુઝાની મુખરજીને તક અપાયેલી અઝરહરમાં નરગીસ ફકરી અને પ્રાચી દેસાઈ હતા. બંને નિષ્ફળ હતી પણ ઇમરાન સાથે તક મળી. ઇમરાન કોઇ સ્ટાર ઇગો વિના કામ કરે ચે તે ઓ બાબત પર ધ્યાન નથી આપતો કે તેની સાથે કઇ હીરોઇન છે પણ તેની એક ઇમેજ જ બની ગઇ છે.

ઇમરાનની ફિલ્મ હોય તો એકાદ-બે યાદગાર ગીત હોય, અપરાધની કહાણી હોય અને નવી અભિનેત્રી હોય. અલબત્ત તેની સાથે વિદ્યા બાલન, કંગના રણૌત પણ કામ કરી ચુકી છે. ‘એક થી ડાયન’માં કોંકણા સેન અને કલ્કી કોચેલીન પણ હતી. પરંતુ ઇમરાનને મળતી હીરોઇન એકદમ ટોપ પર હોય એવું ભાગ્યે જ બને. હા, હમણાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં તેને સંજય લીલા ભણશાલીએ તક આપી છે પણ તેમાં તો આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગણ, હુમા કુરેશી વગેરે છે પણ છે. ઇમરાન ભણશાલી જેવા દિગ્દર્શકને પસંદ આવ્યો તેને જ મોટી વાત ગણવી જોઈએ. બાકી ઇમરાન પોતાના કામ સિવાય અન્ય વાત પર ધ્યાન નથી આપતો.

To Top