Gujarat Main

કોરોનાના કેસો વધશે તો ફરીથી નિયંત્રણો લાદવા પડશે

સીએમ વિજય રૂપાણીએ વડોદરામાં એવી ચીમકી ઉચ્ચારી હતી કો જો રાજયમાં ફરીથી કોરોનાના કેસો વધશે તો સરકારને નિયંત્રણો લાદવા પડશે. તેમણે કહ્યું હતું કે, જયારે કોરોનાના કેસો વધે એટલે પાછા નિયંત્રણો લાદવા સિવાય સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હાલમાં કોરોના કેસો ઓછા છે એટલે નિયંત્રણો હળવા કર્યા છે, જો કોરોનાના કેસો વધશે તો ફરીથી નિયંત્રણો લાદવા પડશે.

રાજ્યમાં કોરોનાના માત્ર 15 નવા કેસ, સૌથી વધુ વડોદર શહેરમાં 4
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 મહાનગર અને 5 જિલ્લાઓમાં કોરોનાના માત્ર 15 નવા કેસ નોંધાયા છે. તો બીજી બાજુ 28 જિલ્લાઓ અને 4 શહેરમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે કોરોનાના સૌથી વધુ કેસ વડોદરા શહેરમાં 4, અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 2, ગીર સોમનાથ, જામનગર ગ્રામ્ય, જૂનાગઢ ગ્રામ્ય-શહેર, કચ્છ, અને તાપીમાં 1-1 નવો કેસ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ, ગાંધીનગર, જામનગર અને ભાવનગર શહેર તથા 28 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે 28 દર્દીઓ સાજા થતાં થયા છે. સાજા થવાનો રીકવરી રેટ 98.75 ટકા રહ્યો છે. અત્યાર સુધી 8,14,665 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 213 થઈ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 208 દર્દીઓ સ્ટેબલ છે.

Most Popular

To Top