Gujarat

જો કોંગ્રેસની સરકાર બને તો મને દરવાજે બેસાડજો, એક પણ ભાજપવાળાને સચિવાલયમાં ઘૂસવા નહીં દઉં છે

એક તરફ રાજયમાં સીએમ વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી રાજયભરમાં ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સમાતંર રીતે ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે આંદોલનાત્મક કાર્યક્રમો ચાલી રહ્યાં છે. જેમાં ખાસ કરીને કોંગીના ઉત્તર ગુજરાતના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના તેજાબી ભાષણથી રાજનીતિમાં ગરમાટો આવી ગયો છે.

ગેનીબેને તેમના પ્રવચનમાં કહ્યું હતું કે હવે લોકો રાહ જોઈ રહ્યાં છે કે કોંગ્રેસની સરકાર બને. જો કોંગ્રેસની સરકાર બને તો મારે મંત્રી કે બોર્ડ નિગમમાં ચેરમેન પણ નથી બનવું. મને તો માત્ર વિધાનસભા કે સચિવાલયના દરવાજે બેસાડજો , એક પણ ભાજપવાળાને અંદર જવા દેવાના નથી. ટ્રેન ભરીને ગંગાજળ લાવીને સચિવાલય ધોવુ પડે તેટલી હદે પરિસ્થિતિ આ ભાજપવાળાઓએ ખરાબ કરી નાંખી છે. ગેનીબેન એવી પણ ટકોર કરી હતી આપણઆ અંદરો અંદરના હિસાબ સરકાર બન્યા પછી જોઈશું. તેની ચિંતા નહીં કરતાં પરંતુ ભાજપવાળાઓને સચિવાલયની અંદર જવા દેવાના નથી.

પ્રદેશ કોંગ્રેસના પ્રવકત્તા ડૉ મનીષ દોશીએ સમગ્ર બાબતે કહ્યું હતું કે સામાન્ય માણસોને સચિવાલયની અંદર જવા દેવામાં આવતા નથી. માત્ર દલાલો કે એજન્ટોને જવા દેવામાં આવે છે. એટલે ગેનીબેનનું એવું કહેવાનું હતું કે કોંગ્રેસની સરકાર બનશે સામાન્ય માણો માટે ખૂલ્લું થઈ જશે.ભાજપના દલાલો કે ભાજપના એજન્ટોને અંદર જવા દેવામાં આવશે નહીં. જે લોકોએ જનતા વિરોધી કામ કર્યુ છે તેઓને સચિવાયલમા જતાં રોકવામાં આવશે.

પ્રદેશ ભાજપના પ્રવકત્તા યમલ વ્યાસે કહ્યું હતું કે સામાન્ય માણસો માટે આજે પણ સચિવાલયના દરવાજા ખૂલ્લા છે. આજે સરકાર જ સામે ચાલીને પ્રજાને મળવા માટે જાય છે. જો કે ગેનીબેનની ભાષા યોગ્ય નથી.

Most Popular

To Top