Top News

More Posts

   The Latest

Most Popular

ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)ના સાતમા દિવસે ભારતે (India) સારી શરૂઆત કરી હતી. સ્ટાર બેડમિન્ટન (Badminton) ખેલાડી પીવી સિંધુએ મહિલા સિંગલ્સની છેલ્લી 16 મેચમાં ડેનમાર્કની મિયાને હરાવીને અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. હવે સિંધુનો સામનો યામાગુચી સાથે થશે. 

ભારતીય પુરુષ હોકી ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે અતનુદાસ તીરંદાજી (Archery)માં પુરૂષોની વ્યક્તિગત સ્પર્ધામાં છેલ્લા આઠમાં પહોંચી ગયો છે. બોક્સર (Boxer) સતિષ કુમારે 91 કિગ્રા વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. મનુ ભાકર 25 મીટર એર પિસ્ટલ ઇવેન્ટના ક્વોલિફાયરમાં પાંચમાં સ્થાને છે. જ્યારે રાહી સરનોબત પ્રેસિસીશન રાઉન્ડમાં 25મા ક્રમે છે. ઓલિમ્પિક્સનો છઠ્ઠો દિવસ ભારત માટે મિશ્ર હતો. દીપિકા કુમારી, પૂજા રાણી અને પીવી સિંધુના સારા પ્રદર્શનથી ભારતની ચંદ્રક જીતવાની આશા જીવંત છે.

મેરી કોમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી

છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને 2021 ની લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમ (Mari kom) પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. મહિલા ફ્લાઇટવેટ (48-51 કિગ્રા) ઇવેન્ટમાં, તેને કોલમ્બિયાના બોક્સર અને 2016 રિયો ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ઇંગ્રિટ વેલેન્સિયાએ 3-2થી હરાવી હતી. છેલ્લી 16 મેચમાં પહેલો સેટ ગુમાવ્યા બાદ મેરી કોમે જબરદસ્ત વાપસી કરી હતી અને બીજો સેટ જીત્યો હતો. પરંતુ અંતિમ સેટમાં ફરી એકવાર ઇંગ્રિટે તેને પછાડી હતી.

ભારતીય પુરુષ હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

ભારતીય પુરુષ હોકી ટીમે (Indian hockey team) ટોક્યો ઓલિમ્પિક્સમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. આજે ટીમ ઈન્ડિયાએ ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારત તરફથી વરૂણ કુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીતસિંહે ગોલ કર્યા. જ્યારે કેસેલાએ આર્જેન્ટિના માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. આ ઓલિમ્પિકમાં ભારતીય ટીમ માટે આ ત્રીજી જીત છે.

પીવી સિંધુ છેલ્લા આઠમાં પહોંચી

ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુ (P V Sindhu) છેલ્લા આઠમાં પહોંચી ગઈ છે. તેણે મહિલા સિંગલ્સની છેલ્લી 16 મેચમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 2-0 થી હરાવી હતી. સિંધુએ પ્રથમ રમત 21-15 અને બીજી રમત 21-13થી જીતી હતી. હવે સિંધુની આગળ યમગુચીનો સામનો થશે. 

આર્ચર અતનુ દાસ ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો 

અતનુ દાસ (Atnu das) ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતવા માટે વધુ એક પગથિયુ આગળ વધ્યો છે. તેણે પુરૂષોની વ્યક્તિગત તીરંદાજીના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં કોરિયાના જિનિકે ઓહને હરાવ્યો હતો. તેણે આ મેચ 6-5 થી જીતી હતી. મેચ શૂટઆઉટમાં પહોંચી હતી, જેમાં કોરિયન ખેલાડીએ 9 અને અતનુએ 10 પોઇન્ટ બનાવ્યા હતા.

To Top