Gujarat

સા.આફ્રિકા સહિત 11 દેશોમાંથી આવતા વિદેશીઓનો ગુજરાતના એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ફરજિયાત

યુરોપ તથા સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં હાલમાં કોરોનાના 3જી વેવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાતમાં સાઉથ આફ્રિકા સહિતના 11 દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો રહેશે.

આજે રાજયના આરોગ્ય વિભાગ દ્વ્રારા બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન મુજબ, ટેસ્ટ – ટ્રેક અને ટ્રીટમેન્ટના ત્રિ સુત્રીય સિદ્ધાંતનો ગુજરાતમાં કેન્દ્રની સૂચનાથી અમલ કરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે હજુ ગઈકાલે જ કેન્દ્ર દ્વ્રારા બહાર પાડવામા ગાઈડલાઈન મુજબ સાઉથ આફ્રિકા તથા યુરોપ, યુકે, બ્રાઝીલ, બાગ્લાંદેશ, બોત્સવાના, ચાઈના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ ઝીમ્બાબ્વે અને હોંગકોંગથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાના રહેશે. અલબત્ત, ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવે તો તેનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ફરજિયાત મોકલાવનું રહેશે.

Most Popular

To Top