Vadodara

કોરોનાથી મૃત્યુ પામ્યાં ત્યારે સ્મશાનોમાં અને હવે ડેથ સર્ટિ. લેવા લાઈનો

વડોદરા : દોઢ વર્ષ ઉપરાંતના લાંબા સમયગાળા બાદ દેર આયે દુરસ્ત આયે કહેવત સાર્થક થઈ છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના ના કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય પેટે રૂપિયા 50 હજાર આપવાની જાહેરાત કરી હતી. જેને લઈ મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ મૃતકોના દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે સયાજી હોસ્પિટલમાં ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પ્રથમ દિવસે 100 બાદ બીજા દિવસે 157 અરજીઓ આવી હતી. જેમાંથી 140 મૃતકોના પરિવારજનોને એમસીસીડી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર પ્રમાણે નામદાર સુપ્રીમ કોર્ટમાં થયેલ પિટિશનના આધારે કોરોના વાયરસથી મૃત્યુ પામેલા મૃતકના પરિવારના સભ્યને એમસીસીડી મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ ઈસ્યુ કરવા માટે નિર્દેશ આપ્યા છે.

જેને લઈ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે કોરોનાના કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સરકારી સહાયનો લાભ મળી રહે તે માટે ડેથ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે કમિટી બનાવાઈ છે.જે કમિટી દ્વારા ગુરુવારથી કોરોના મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ડેટ સર્ટિફિકેટ મેળવવા માટે ફોર્મ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પ્રથમ દિવસે 100 જેટલા કોરોના મૃતકોમાં પરિવારજનોને ડેટ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.જ્યારે બીજા દિવસે પણ સયાજી હોસ્પિટલના રેકર્ડ વિભાગ ખાતે ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે મૃતકોના પરિવારજનોની લાંબી લાઈનો લાગી હતી.દિવસ દરમિયાન 157 અરજીઓ આવી હતી.જેમાંથી 140 જેટલા કોરોના મૃતકોના પરિવારના સભ્યોને ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

SSGનો સ્ટાફ કોવિડ ડેથ સર્ટી. આપવાની કામગીરીમાં જોતરાયો

રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.ત્યારે કોરોનાના મૃતકોના પરિવારજનોને આપવામાં આવનાર સહાય માટે સૌથી અગત્યના ડોક્યુમેન્ટ પૈકીનું એક ડેથ સર્ટિફિકેટ છે.જેને લેવા માટે સયાજી હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનોની લાંબી લાઈનો પડી હતી.જ્યારે ડેથ સર્ટિફિકેટ આપવા માટે રેકર્ડ રૂમમાં પડેલા સંખ્યાબંધ રેકર્ડમાંથી શોધી શોધીને ભારે જહેમતે સયાજી હોસ્પિટલનો સ્ટાફ મૃતકોના પરિવારજનોને સહાય મળવામાં કોઈ અગવડતા ન પડે તે માટે ડેથ સર્ટિફિકેટ આપવાની કામગીરીમાં જોતરાયો છે.

Most Popular

To Top