Top News

More Posts

   The Latest

Most Popular

શહેરા: શહેરા તાલુકાના લાભી ગામે ૫૦ વર્ષીય સાસુએ વહુના ત્રાસ થી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ મથક ખાતે આ મામલે  નણંદ એ પોતાની સગી ભાભી સામે ફરિયાદ નોધાવતાં પોલીસે 306સહિતની કલમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.. શહેરા તાલુકાના લાભી ગામ ખાતે રહેતા 50 વર્ષીય ધનીબેન કાળુભાઈ વણકરને તેમના છોકરાની વહુ જ્યોત્સનાબેન  ગિરીશ  વણકર સાથે કઈ ને કઈ બાબતે અવારનવાર તકરાર થતી હતી.  રવિવારના રોજ ઘરે મહેમાન આવ્યા હોવાથી ધનીબેન એ છોકરાની વહુ જ્યોત્સનાબેન ને ગાળો બોલવા માટે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો.

તે સમયે 50વર્ષીય  ધનીબેન ને મનમાં લાગી આવતા  પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસ મથક ખાતે બનેલા બનાવની જાણ થતા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી રાઠવા  સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે આવીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. વહુ એ સાસુની હત્યા કરી હોવાનો આક્ષેપ મરણ જનારના પરીવારજનો દ્વારા કરાયા હતા.જ્યારે  પોલીસ મથક ખાતે  મરણ જનાર  ની દીકરી વર્ષાબેન એ પોતાની સગી ભાભી સામે ફરિયાદ નોધાવતાં પોલીસે 306સહિત અન્ય કલમ મુજબ  ગુનો નોંધીને આરોપી વહુ જ્યોત્સના ને પકડી પાડીને  કોરોના ટેસ્ટ કરવા માટેની તજવીજ હાથધરી છે.

ગિરીશ વણકર આરોપીનો પતિ અને મૃતકનો સગો દીકરો

  • હું કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો ત્યારે મને ફોન આવ્યો કે મારી મમ્મી એ ગળે ફાંસો ખાઈ ને મરી ગઈ છે.મારી પત્ની જ્યોત્સના  મારા મમ્મી-પપ્પાને બહુ હેરાન કરતી હતી. તેને બહુ વખત સમજાઈ હતી, તેમ છતાં તે આવું કરતી હતી..

વર્ષાબેન મરણ જનારની દીકરી

  • મારી મમ્મીને  મારી સગી ભાભી જ્યોત્સના  કોઇને કોઇ બાબતે ઝઘડો કરતી હતી. તેના કારણે મારી મમ્મી એ આવું કર્યું છે. મેં પોલીસ મથક ખાતે ફરિયાદ મારી સગી ભાભી સામે નોંધાઇ છે..
To Top