સુરત : કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરત (Surat)ના સાંસદ દર્શના જરદોષ (Darshna jardosh) જનઆર્શિવાદ યાત્રાને લઇને સુરતમાં આવ્યા છે. સુરતમાં વિવિધ વિભાગો...
તાલિબાન (Taliban)ના કબજા બાદ અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ કથળી રહી છે. અહીં તાલિબાન સત્તા પર આવતા જ ક્રૂરતાનો સમયગાળો શરૂ થાય છે. તાલિબાન લડવૈયાઓ એક...
સફેદ રંગ શાંતિ, પવિત્રતાનું પ્રતીક છે. સફેદનાં પણ અનેક શેડ્સ છે અને દરેક વ્યકિત પોતાની પસંદનો શેડ પસંદ કર છે પરંતુ શેડ...
નાનકડું એવું તગડી ગામ ધંધુકાથી ખાસ દૂર નહોતું. આઠ કિલોમીટર દૂરનું ગામ આ યુગમાં સાવ પાદરમાં હોય એવું જ માની શકાય. ગામ...
બાળપણમાં ભાઈ બહેન માટે વરસાદ એટલે રમવા માટેનું એક મોકળું મેદાન જ બની જાય. ના તો કોઈ ટેન્શન ના તો કોઈ જવાબદારી...
હેંડિંગ વાંચતા જ 3 ઇડિયટસના કેરેકટરનું આંખ સામે ચિત્ર આવી જાય. ફરહાન કુરેશીને wildlife ફોટોગ્રાફર તરીકેની નોકરી મળી જાય છે પણ એનાં...
આજના ઝડપી જીવનમાં નોકરીધંધા માટે બહાર પડેલી સ્ત્રીઓ તેમ જ સામાજિક રીતે સક્રિય સ્ત્રીઓ પાસે જ્યાં રસોઈ બનાવવા માટે પૂરતો સમય નથી...
પ્રિય સન્નારી,કેમ છો?હેપ્પી રક્ષાબંધન….હાંસિયામાં ધકેલાઇ જતાં આપણા તહેવારોની વચ્ચે રક્ષાબંધનની જાહોજહાલી હજુ ખાસ ઝાંખી નથી પડી એ આનંદની વાત છે. પરિવારનાં સુખદુ:ખમાં...
ભારતના બંધારણની ૧૪ મી કલમ કહે છે કે કાયદાની દૃષ્ટિએ ભારતનાં તમામ નાગરિકોને સમાન ગણવાં જોઈએ, પણ હકીકતમાં તેવું બનતું નથી. ભારતમાં...
ભક્તો મૂર્તિમાં પોતાના આરાધ્ય દેવી-દેવતાઓનાં દર્શન કરી કૃતાર્થ થાય છે. ઘરમાં કે મંડપોમાં મૂર્તિઓની સ્થાપના, પૂજા ,આરતી, નૈવેદ્ય ,શણગાર કરી પ્રભુ માટે...
આપણો દેશ ૧૯૪૭માં આઝાદ થયો.અંગ્રેજોથી આપણને આઝાદી મળી.પરંતુ,ખરેખર આઝાદી કોઈ વ્યક્તિથી લેવાની હતી? અંગ્રેજોથી આઝાદીની જરૂર હતી કે પછી અંગ્રેજોના ઝુલમ,અત્યાચાર કે...
‘ધી ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એકટ તા. ૧-૬-૨૦૨૧ ના રોજ અમલમાં આવવાથી સાર્વજનિક એજયુકેશન સોસાયટીની સેલ્ફ ફાઇનાન્સ કે ગ્રાન્ટેડ કોલેજોના વીર નર્મદ દક્ષિણ...
નાળિયેરી પૂનમના દિવસે તાપીમાં હોડી ડૂબી જવાની દુર્ઘટનાની યાદમાં મૂળ સુરતીઓ બીજા દિવસે પડવા પર બળેવનો તહેવાર(રક્ષા બંધન)ની ઉજવણી કરે છે. સુરતી...
ઘી નો એક લોટો અને લાકડા ઉપર લાશ, થઈ થોડા કલાકમાં રાખ, બસ આટલી છે માણસની ઓકાત…એક બુઢા બાપા, સાંજે ગુજરી ગયા,પોતાની...
એક વ્યક્તિ એરપોર્ટથી બહાર નીકળીને એક ટેક્સીમાં બેસે છે.ટેક્સી સાફ અને સુંદર રીતે સજાવેલી હતી.ટેક્સીમાં પ્રવાસી માટે પાણી અને છાપાની વ્યવસ્થા હતી.યુવાન...
હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં રક્ષાબંધનને અનેરું મહત્ત્વ અપાયું છે. એક કથા મુજબ મહાભારતમાં શિશુ પાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની ટીકા કરી. શ્રીકૃષ્ણે...
મિત્રો અને દુશ્મનો – બંને સામે ‘રાષ્ટ્રવાદ’ના આવરણ હેઠળ કામ ચલાવવાનો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની વર્તમાન સરકારનો શોખ લાગે છે. આથી...
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવો જે ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તે હવે દૂર થાય તેવી સંભાવના છે....
લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગર અને તાલુકામાં વન વિભાગ પોતાની જમીન જાળવવામાં નિષ્ફળ નિવડી રહ્યો તેમ જણાઈ રહ્યું છે.જે જગ્યા...
નડિયાદ: ડાકોર-ઠાસરા રોડ પર ચાલતાં નવા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાથી નગરજનો ત્રણ દિવસથી પાણી માટે વલખાં...
સંતરામપુર : સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી એટલે કે સત્યસંકલ્પદાસજી સ્વામીએ 2021નું વર્ષ મુમુક્ષુ બનીએ વર્ષ તરીકે જાહેર...
દાહોદ: દાહોદ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો છેવાડાના વ્યકિત સુધી લાભ મળે . તેવી કામગીરી...
સિંગવડ: સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઇબી કોન્ટ્રાક્ટર નું કામ કરતાં વિક્રમભાઈ ચૌહાણ ના ઘરના આગળના ભાગમાં એલ્યુમિનિયમના વાયર ના ત્રણ બંડલ પડ્યા...
દાહોદ: ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામ આવેલ પાતાલેશ્વર મંહાદેવ મંદિર પોરાણીક,ઐતિહાસિક પ્રતિમાઓનું અખુટ ભંડાર ધરાવતુ શિવ મંદિર છે આ જગ્યા પર એક...
વડોદરા: પાદરાની અરવલ્લી કંપનીમાં સિક્યુરીટીની ફરજ બજાવતા આધેડ ઉપર ચોરીની પુછતાછના બહાને પાદરા પોલીસે પિતા-પુત્ર ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો પુત્રને ટેબલ...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ શુક્રવારે કોરોના નો એક પણ કેસ નહીં નોંધાતા...
વડોદરા: ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટરના બ્રિજ કામગીરી હજુ બે વર્ષથી વધુ નાગરિકોને રાહ જોવી પડશે. એક બાજુ ગુજરાત પોલીસ...
વડોદરા: ગુજરાત હાઉસીંગ બોર્ડના અવાવરૂ મકાનમાં દારૂનો વેપલો કરતા બૂટલેગર પાસેથી દારૂ-બિયરના જથ્થો મળી આવતા બાપોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો....
વડોદરા: ખાનગી કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને તેના સાગરીતે બનાવટી ચાવી વડે ખોલીને પાંચ લાખની રોકડ તફડાવીને પલાયન થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે...
કેવડિયા કોલોની: કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓ ને પણ નડી રહી છે અને આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
સુરત : કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરત (Surat)ના સાંસદ દર્શના જરદોષ (Darshna jardosh) જનઆર્શિવાદ યાત્રાને લઇને સુરતમાં આવ્યા છે. સુરતમાં વિવિધ વિભાગો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે, ત્યારે ક્રેડાઇ (CREDAI) દ્વારા યોજાયેલા એક કાર્યક્રમ (Program)માં દર્શના જરદોષે ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of commerce) ઉપર પોતાની નારાજગી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ક્રેડિટ (credit)ની વાત આવે ત્યારે ચેમ્બર વારંવાર વચ્ચે કુદી પડે છે, પોલિટિકલ વિંગમાં અમે કશું કરીએ છીએ કે નહી તે ખબર નથી પરંતુ ક્યારેક એવું થાય કે કોઇ કામ જ કરવા નથી.

મંત્રી દર્શના જરદોષે કહ્યું કે, ટેક્સટાઈલ મંત્રાલય ખુબ જ મોટું છે. સુરતમાં ટેક્સટાઈલનું વિશાલ માર્કેટ છે. દેશના અલગ અલગ શહેરોમાં પણ ટેક્સટાઈલ છે. સુરતનું વોલ્યુમ ભલે મોટું રહ્યું પરંતુ તેની સાથે બીજી કોટન ઇન્ડસ્ટ્રી, નીટિંગ ઇન્ડસ્ટ્રી, ઉત્તરપ્રદેશના વિવર્સો માટેની ઇન્ડસ્ટ્રી, રાજકોટની કોટન ઇન્ડસ્ટ્રી આ તમામનું પણ માર્કેટિંગ કરવું પડશે. ક્યારેક કામ કરતા એવું થાય કે, કામ કર્યું છે તો લોકોની વચ્ચે જઇને કહીએ. મંત્રીએ ચેમ્બરની ઘટનાને યાદ કરતા કહ્યું કે, મંત્રી બન્યાના બે દિવસ બાદ ચેમ્બરમાંથી ફોન આવ્યો. મેં ચેમ્બરના પ્રતિનિધિને બોલાવ્યા, સાથે ડીજીટીઆરના અધિકારીઓ પણ આવ્યા હતા. બીજે દિવસે હું અને સીઆર ભાઈ ગયા. અમે વ્યવસ્થિત આંકડા રજૂ કરીને વિસ્કોર્સ યાર્ન ઉપરની એન્ટિ ડમ્પિંગ ડ્યુટીનો બે જ દિવસમાં નિર્ણય લઇ લીધો.

કોઇ એક એવો મંત્રી બતાવો કે જે 24 કલાકમાં કામ કરી બતાવે. પરંતુ તેમ છતાં જ્યારે મીડિયાના માધ્યમથી ક્રેડિટના વાત આવે ત્યારે ચેમ્બર કૂદી પડે છે..? અમે લેટર લખ્યા હતા. સૌરાષ્ટ્રના લોકો માટે મહુવા ટ્રેન શરૂ કરી તેમાં પણ ચેમ્બરે વારંવાર પોતે રજૂઆત કરી હોવાનો મુદ્દો લાવીને ઊભો રાખ્યો હતો. એ તો સારુ હતું કે, સાંસદ તરીકે અમે પણ રજૂઆતો કરી હતી એટલે રેલ મંત્રી બન્યા બાદ સુરત આવતા ટ્રેનને લીલીઝંડી આપી છે. ચેમ્બરની આવી વાતોથી ક્યારેક કામ કરવાની ઇચ્છા થતી નથી અને તેઓને પાઠ ભણાવવાનું મન થાય પરંતુ જ્યારે શહેર હિતની વાત આવે ત્યારે બધું ભૂલી જવાય છે.
ક્રેડાઈના આગેવાનો દ્વારા મંત્રી દર્શના જરદોષનું સ્વાગત કરાયું
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવેલા સાંસદ દર્શના જરદોષના સન્માન માટે ક્રેડાઈ-સુરત દ્વારા પાલ, ગૌરવપથ પર આવેલી ક્રેટોસ ક્લબમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ક્રેડાઈ સુરતના ચેરમેન સુરેશ પટેલ, પ્રમુખ રવજી પટેલ (મોણપરા), સેક્રેટરી વિજય ધામેલીયા તેમજ જોઈન્ટ સેક્રેટરી દિપેન દેસાઈ તેમજ કો-ઓર્ડિનેટર જસમત વિડીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સમારોહમાં સુરતના જાણીતા બિલ્ડરો રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રુપના જયેશ દેસાઈ, સુરતના ગ્રુપના સંજય સુરાના, અવધ ગ્રુપના દિલીપ ઉઘાડ, વસંત ગજેરા, એમડી માધવજી પટેલ, રઘુવીરના જી.એસ. આસોદરીયા, સંગીની ગ્રુપના વેલજીભાઈ શેટ્ટા સહિતના બિલ્ડરો હાજર રહ્યાં હતાં.