દાહોદ: કોરોનાની ત્રીજીની સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે માસની સતત દોડધામ કરી...
દાહોદ: ફતેપુરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ઠેર ઠેર ગંદકીની સમસ્યા ઉભી થઇ છે. અને કેટલાક વિસ્તાર માં વરસાદી પાણીનો નિકાલ ન...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગતરોજ ફરીવાર બનેલા ચોરીના પ્રયાસમાં...
ગોધરા: ગોધરાના પંચામૃત ડેરી પાસે પસાર થતાં હાઇવે માર્ગ પર અચાનક કારમાં આગ લાગતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા હતા. કારમાં...
આંણદ : આંણદ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સંદર્ભે એક બેઠક કરમસદની પ્રમુખ સ્વામી...
વડોદરા: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા દેશમાં ફરજિયાત કરાયેલ હોલમાર્કિંગ પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત વડોદરા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જ્વેલરી બજારો બંધ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસીપલ કમિશનરની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક મળી હતી જેમાં ગ્રીન બેલ્ટ કૌંભાંડમાં ધારાસભ્યોનું વલણ...
વડોદરા: વડોદરા શહેરના કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી તરફના માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો તથા લારીગલ્લા સહિતના દબાણો દૂર કરી તથા...
વડોદરા : આગામી ગણેશોત્સવમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની પરવાનગીની માંગણી સાથે જનતા રાજ સંસ્થાના ઉપક્રમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી...
વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી, કિસાન રેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરા યાર્ડથી આદર્શ નગર દિલ્હી...
ભારતના રાજકારણમાં જાતિનું પરિબળ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે, પણ ચૂંટણીના સમયે રાજકીય પક્ષો જાતિ અને ધર્મના આધારે...
સરકાર જાણે છે કે આર્થિક પારાશીશી બતાવતી સરકારી બેંકોને જીવતદાન આપવું હોય તો રીઝર્વ બેંકોના વહીવટમાં સમુળગો લોકભોગ્ય ફેરફાર જરૂરી છે. પહેલા...
ગુજરાતમિત્રના ‘ચર્ચાપત્ર’ વિભાગમાં લખાતાં ચર્ચાપત્રો જુદાં જુદાં હેતુથી લખાય છે. કેટલાંક પ્રસિદ્ધિ માટે લખે, કેટલાંક સમય પસાર કરવા માટે લખે, કેટલાંક લેખન...
એક સમય હતો જ્યારે ભારત દેશમાં એન્જિનિયરિંગ વિદ્યાશાખાની સૂરજ મધ્યાહને તપતો હતો અને એન્જિનિયરિંગની માન્યતાપ્રાપ્ત વિવિધ સંસ્થાઓની બેઠકો 38.52 લાખની ટોચ પર...
૨૦૨૮ માં અમેરિકાના લોસ એન્જેલસમાં ઓલિમ્પિકસ રમાશે. આઇસીસી ઇચ્છે છે કે ઓલિમ્પિકસમાં ક્રિકેટને પણ ૨૦૨૮ થી દાખલ કરવી જોઇએ. પણ ઓલિમ્પિકસ રમતોમાં,...
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે આ કોણ આવીને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી. શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી...
ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય...
કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર બીઆઇઅસનો નિયમ ફરજિયાત કરવામાં આવતાં જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિયમના કારણે દરેક જ્વેલરી મેન્યુફેક્ચરે દરેક ઘરેણા...
શહેરમાં વધતાં પ્રદૂષણની સામે નિંદ્રાધીન જીપીસીબીએ મૌન ધારણ કરી રાખ્યું છે. જીપીસીબીની લાપરવાહીને લીધે પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક મિલ સંચાલકો વધુ બેફામ બન્યાં...
વાલિયાના ભરાડિયા ગામના જયેશ પટેલ મૂળ ખેડૂતપુત્ર અને અભ્યાસે ટેક્સટાઇલ એન્જિનિયર, પરંતુ ખેતી પ્રત્યેની રુચિ તેમને નર્સરી પ્રવૃત્તિ તરફ ખેંચી લાવી. જયેશ...
એક બાજુ તાપી નદીમાં ઠલવાતી ગંદકી બંધ કરાવવા માટે મનપા દ્વારા તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હેઠળ કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે. ત્યારે અબ્રામા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘૂસવા જતાં એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદ પોલીસે પૂછતાછ હાથ ધરતાં...
રવિવારે રક્ષાબંધનના દિવસે સવારે 8 વાગ્યાથી શહેરના 12 રૂટ ઉપર મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ થતાં જ 7થી 8 હજાર જેટલી...
અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કુમાર સિંઘ ઘણા સમયથી ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ દરમિયાન ગુમ થતાં પરિવારજનોએ સહિત લોકોનો...
અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે સિદ્ધેશ્વરી સોસાયટીના એક મકાનમાંથી ૮૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જો કે, બુટલેગર મકાનમાં નહીં મળી...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામે એક યુવક દ્વારા શિક્ષણ પ્રત્યે અનોખી જાગૃતિ જોવા મળી હતી. ગામની શાળાના એક બંધ મકાનને...
દક્ષિણ ગુજરાતનો કોંગ્રેસનો સંયોજક સંવાદ કાર્યક્રમ સોમવારે કામરેજ ચાર રસ્તા ખાતે ઉમા મંગલ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો....
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાં ને.હા-53 ઉપર શાકભાજી લઈને જઈ રહેલ ટેમ્પો પલટી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી...
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
દાહોદ: કોરોનાની ત્રીજીની સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે માસની સતત દોડધામ કરી કરવામાં આવેલી મહેનતને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી લહેરના અનુભવોને ધ્યાને રાખીને દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેર માટે ઓક્સીજન બેડ, લોજીસ્ટીકની આપૂર્તિ સાથે વેક્સીનેશનની કામગીરીને પણ પૂરપાટ ઝડપે વેગ આપવામાં આવી રહ્યો છે. ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારીની માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વખતે ઓક્સીજન બેડની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. એ બાબતને જોતા જિલ્લામાં સીએચસી કક્ષાએ પણ હવે સેન્ટ્રલ ઓક્સીજન લાઇન નાંખીને ઓક્સીજન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ૧૩ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર રૂ. ૧૯૭.૧૮ લાખના ખર્ચથી ૩૭૮ ઓક્સીજન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં ઓક્સીજનની સેન્ટ્રલ લાઇન નાખવામાં આવી છે. જેમાં લીમખેડામાં ૩૦, ધાનપુરમાં ૪૦, સિંગવડમાં ૨૪, સુખસરમાં ૧૮, ફતેપુરમાં ૨૪, પેથાપુરમાં ૧૮, ગરબાડામાં ૨૪, કતવારામાં ૩૦, સંજેલીમાં ૩૪, મીરાખેડીમાં ૩૪, બોરડીમાં ૩૪, ડાભવામાં ૩૪ અને દૂધિયામાં ૩૪ બેડની વ્યવસ્થા કરાઇ છે.
આ ઉપરાંત દેવગઢ બારિયાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૫૦ પથારી અને ઝાલોદમાં ૨૦ મળી કુલ ૪૪૮ પથારીની વ્યવસ્થા કરાઇ છે. એ માટે કુલ રૂ. ૨૧૫.૭૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ મળીને ૧૫૦૦ પથારીઓ ઓક્સીજનની સુવિધા સાથેની બનાવવા માટેનું આયોજન છે. જેને વધારીને ૨૦૦૦ હજાર સુધી કરવાની તૈયારી રાખી છે.
આ ઉપરાંત ઝાયડ્સ હોસ્પિટલમાં એક કોરોનાગ્રસ્ત બાળકો માટેનો અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા પીએમ કેર ફંડનો દાહોદને પણ લાભ મળ્યો છે. દાહોદ જિલ્લાને પીએમ કેર ફંડમાંથી ૭૪ ઓક્સીજન કોન્સ્ટ્રેટર મળ્યા છે. ૧૦ ઓક્સીજન કોન્સ્ટ્રેટર કોર્પોરેટ સોશ્યલ રિપોન્સબલિટીમાંથી રાજ્ય સરકાર દ્વારા દાહોદને અપાયા છે. જે પીએચસી, સીએચસી કક્ષા અને દાહોદની ઝાયડ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે. ઓક્સીજનની અણીના સમયની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સારવાર આપી શકાશે. પરમારે કહ્યું કે, ઝાલોદ અને દેવગઢ બારિયામાં ઓક્સીજનનું ઉત્પાદન કરવા માટેના પીએસએ પ્લાન નાખી દેવામાં આવ્યા છે. કતવારા, ફતેપુરા અને ધાનપુરમાં પણ પીએસએ પ્લાન્ટનું આયોજન વિચારણા હેઠળ લેવામાં આવ્યું છે.