આંણદ : આંણદ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સંદર્ભે એક બેઠક કરમસદની પ્રમુખ સ્વામી...
વડોદરા: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા દેશમાં ફરજિયાત કરાયેલ હોલમાર્કિંગ પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત વડોદરા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જ્વેલરી બજારો બંધ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસીપલ કમિશનરની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક મળી હતી જેમાં ગ્રીન બેલ્ટ કૌંભાંડમાં ધારાસભ્યોનું વલણ...
વડોદરા: વડોદરા શહેરના કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી તરફના માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો તથા લારીગલ્લા સહિતના દબાણો દૂર કરી તથા...
વડોદરા : આગામી ગણેશોત્સવમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની પરવાનગીની માંગણી સાથે જનતા રાજ સંસ્થાના ઉપક્રમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી...
વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી, કિસાન રેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરા યાર્ડથી આદર્શ નગર દિલ્હી...
ભારતના રાજકારણમાં જાતિનું પરિબળ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે, પણ ચૂંટણીના સમયે રાજકીય પક્ષો જાતિ અને ધર્મના આધારે...
સરકાર જાણે છે કે આર્થિક પારાશીશી બતાવતી સરકારી બેંકોને જીવતદાન આપવું હોય તો રીઝર્વ બેંકોના વહીવટમાં સમુળગો લોકભોગ્ય ફેરફાર જરૂરી છે. પહેલા...
ગુજરાતમિત્રના ‘ચર્ચાપત્ર’ વિભાગમાં લખાતાં ચર્ચાપત્રો જુદાં જુદાં હેતુથી લખાય છે. કેટલાંક પ્રસિદ્ધિ માટે લખે, કેટલાંક સમય પસાર કરવા માટે લખે, કેટલાંક લેખન...
એક સમય હતો જ્યારે ભારત દેશમાં એન્જિનિયરિંગ વિદ્યાશાખાની સૂરજ મધ્યાહને તપતો હતો અને એન્જિનિયરિંગની માન્યતાપ્રાપ્ત વિવિધ સંસ્થાઓની બેઠકો 38.52 લાખની ટોચ પર...
૨૦૨૮ માં અમેરિકાના લોસ એન્જેલસમાં ઓલિમ્પિકસ રમાશે. આઇસીસી ઇચ્છે છે કે ઓલિમ્પિકસમાં ક્રિકેટને પણ ૨૦૨૮ થી દાખલ કરવી જોઇએ. પણ ઓલિમ્પિકસ રમતોમાં,...
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે આ કોણ આવીને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી. શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી...
ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય...
કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર બીઆઇઅસનો નિયમ ફરજિયાત કરવામાં આવતાં જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિયમના કારણે દરેક જ્વેલરી મેન્યુફેક્ચરે દરેક ઘરેણા...
શહેરમાં વધતાં પ્રદૂષણની સામે નિંદ્રાધીન જીપીસીબીએ મૌન ધારણ કરી રાખ્યું છે. જીપીસીબીની લાપરવાહીને લીધે પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક મિલ સંચાલકો વધુ બેફામ બન્યાં...
વાલિયાના ભરાડિયા ગામના જયેશ પટેલ મૂળ ખેડૂતપુત્ર અને અભ્યાસે ટેક્સટાઇલ એન્જિનિયર, પરંતુ ખેતી પ્રત્યેની રુચિ તેમને નર્સરી પ્રવૃત્તિ તરફ ખેંચી લાવી. જયેશ...
એક બાજુ તાપી નદીમાં ઠલવાતી ગંદકી બંધ કરાવવા માટે મનપા દ્વારા તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હેઠળ કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે. ત્યારે અબ્રામા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘૂસવા જતાં એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદ પોલીસે પૂછતાછ હાથ ધરતાં...
રવિવારે રક્ષાબંધનના દિવસે સવારે 8 વાગ્યાથી શહેરના 12 રૂટ ઉપર મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ થતાં જ 7થી 8 હજાર જેટલી...
અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કુમાર સિંઘ ઘણા સમયથી ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ દરમિયાન ગુમ થતાં પરિવારજનોએ સહિત લોકોનો...
અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે સિદ્ધેશ્વરી સોસાયટીના એક મકાનમાંથી ૮૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જો કે, બુટલેગર મકાનમાં નહીં મળી...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામે એક યુવક દ્વારા શિક્ષણ પ્રત્યે અનોખી જાગૃતિ જોવા મળી હતી. ગામની શાળાના એક બંધ મકાનને...
દક્ષિણ ગુજરાતનો કોંગ્રેસનો સંયોજક સંવાદ કાર્યક્રમ સોમવારે કામરેજ ચાર રસ્તા ખાતે ઉમા મંગલ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો....
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાં ને.હા-53 ઉપર શાકભાજી લઈને જઈ રહેલ ટેમ્પો પલટી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી...
રાજયભરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની નેતાગીરીએ સમગ્ર રાજયમાં પ્રચારનો એક મીની રાઉન્ડ પૂર્ણ કરી દીધો છે. જેના પગલે પાર્ટી હાઈકમાન્ડે પાણી...
રાજ્યભરમાં એક તરફ શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવતીકાલે આ કસોટી લેવામાં આવનાર છે. આજે રાજ્યના...
અમેરિકાએ ફાઈઝરની કોવિડ-19 વેક્સીનને સોમવારે પૂર્ણ મંજૂરી આપી હતી, આ એક સીમાચિન્હ છે જેના પગલે લોકોમાં રસીમાં વિશ્વાસ વધશે અને વધુ કંપનીઓ,...
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે એક મહત્વાકાંક્ષી રૂ.૬ લાખ કરોડની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન(એનએમપી) યોજના ખુલ્લી મૂકી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરોમાં ખાનગી કંપનીઓને...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
આંણદ : આંણદ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સંદર્ભે એક બેઠક કરમસદની પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજ ખાતે જિલ્લાના તબીબોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી નાબૂદ કરવાના ધ્યેય સાથે તેમજ મેડીકલ કોલેજમાં ટર્શરી કેર હોઇ ત્યાં વધુ ઓ.પી.ડી. રહેતી હોય છે. જેથી મેડીકલ કોલેજમાંથી વધુ ને વધુ ટીબી નોટીફીકેશન થાય, ટીબી નિદાન અને સારવાર માટે જાહેર જનતાને કોઇ ખર્ચ ન કરવો પડે તે માટે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીં જિલ્લા કક્ષાનો વોર્ડ કાર્યરત થાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.
કરમસદ ખાતે આરોગ્ય વિભાગની મળેલી બેઠકમાં મેડીકલ કોલેજ ખાતે જિન એક્સપર્ટ મશીનની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હોવાથી ટેસ્ટ માટે જિલ્લા કક્ષાએથી એમઓયુ કરવાની કાર્યવાહી કરવા અંગેની તેમજ મેડીકલ કોલેજ ખાતે ડી.આર., ટીબી વોર્ડ વહેલામાં વહેલી તકે કાર્યરત કરવામાં આવે તે અંગે આદેશ કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા ક્ષય અધિકારી ડો.આર. આર. ફુલમાળીએ જણાયું હતું કે, હાલ જિલ્લાના પી.એચ.સી. અને સી.એચ.સી. ખાતે ટીબીના શંકાસ્પદ દર્દીઓનું ચેકપ થાય છે.
જેમાં નેગેટીવ રિપોર્ટ આવતા ખાનગી એક્સરે લેબમાં મોકલવામાં આવે છે. જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી લેબ સાથે એમઓયુ કરાયા છે. લેબ રીપોર્ટ આધારે સઘન સારવાર કરવામાં આવે છે. વધુંમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા માંટે દર બીજા તથા ચોથા મંગળવારે જિલ્લામાં ઘરે ઘરે ફરીને ટીબીના લક્ષણવાળા લોકોને એક્ટીવ ટેસ્ટ કરાવા માટે સમજાવાનું કાર્ય કરવામાં આવશે. તે ઉપરાંત એક્સરે વેનની મદદથી સ્થળ પરજ એક્સરે કરાવામાં આવશે. આ ઉંપરાત કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં જિલ્લા કક્ષાનો ટીબી વોર્ડ બનશે.
આ બેઠકમાં કરમસદ પ્રમુખ મેડીકલ કોલેજના ડીન ડૉ. હિમાંશુ પંડયા તથા મેડીકલ કોલેજના તમામ વિભાગના તબીબો, ગાંધીનગર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ.વિ.)ના સંયુકત નિયામક (ટીબી) ડો. એસ. કે. મકવાણા, ડબલ્યુ.એચ.ઓના કન્સલ્ટન્ટ ડો. વાય. કે. જાની, સ્ટેબટ ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર ડો. દિક્ષિત કાપડિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી. છારી, મુખ્ય જિલ્લા, તબીબી અધિકારી ડો.અમર પંડયા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર. આર. ફૂલમાલી તથા જિલ્લાનના એમઓટીસી સહ તાલુકા હેલ્થઓ ઓફિસરો અને પેરામેડીકલ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.
સરકાર તરફથી એક વર્ષ માટે 7.50 લાખની મદદ કરવામાં આવશે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં જિલ્લા કક્ષાનો ટીબી વોર્ડ બનાવા માટે સરકાર દ્વારા એક વર્ષ માટે સાડા સાત લાખની મદદ કરવામાં આવી છે. કોલેજ તરફથી જગ્યા તથા આરોગ્ય વિભાગ તરફથી સ્ટાફ, દવા અને અન્ય વ્યવસ્થા કરવામાં આવશે.
3382 દર્દી ટીબીની સારવાર લઈ રહ્યા છે આણંદ જિલ્લામાં હાલ કુલ 3382 દર્દીઓ ટીબીની સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 2585 સરકારી અને 797 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ટીબીના દર્દીઓ માટે આણંદ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા 77 માક્રોસ્ર્કોપિક સેન્ટર ચાલું કરવામાં આવ્યા છે.