Top News

More Posts

   The Latest

Most Popular

નડિયાદ: ખેડા તાલુકાના ચાંદણા ગામના ખેડૂતો બોલેરો ગાડીમાં શાકભાજી ભરીને અમદાવાદ વેચવા માટે ગયા હતા.જ્યાંથી પરત આવતાં વખતે બોલેરો ગાડીનું ટાયર ફાટતાં, ચાલકે કાબુ ગુવમાતા, આગળ જઇ રહેલા કન્ટેઇનરમાં ગાડી ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ૮ વ્યક્તિઓને ઇજા થઇ હતી.

ખેડા તાલુકાના ચાંદણા ગામમાં રહેતા મુકેશભાઇ બચુભાઇ તડવી અન્ય ખેડૂતો સાથે બોલેરો ગાડીમાં શાકભાજી ભરીને અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં શાક વેચવા ગયા હતા. જ્યાંથી તેઓ ચાંદણા પરત ફરી રહ્યા હતા, તે સમયે બીડજ ગામની સીમમાં એકાએક બોલેરોનું ટાયર ફાટતાં, ગાડી સ્પીડમાં હોવાથી ચાલક ફારૂકમીયાં કાલુમીયાં મલેકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા, ગાડી આગળ જઇ રહેલા કન્ટેઇનરમાં ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા અંબાલાલભાઇને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ૮ વ્યક્તિઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

વાંઠવાળી પાસે લક્ઝરીની ટક્કરે આધેડનું મોત

મહેમદાવાદના કેસરામાં રહેતા યુનિસમીયાં યુસુફમીયાં મલેક પોતાના મોટા બાપા સાબીરમીયાં કરીમમીયાં મલેકને બાઇક ઉપર બેસાડીને ખાત્રજ તરફ જઇ રહ્યા હતા. તેઓ વાંઠવાળી બ્રિજ ઉપર રબારીના કૂવા પાસે પહોંચ્યા તે સમયે રોડની સાઇડમાં એક રીક્ષા ઉભી હોવાથી યુનીસમીયાંએ બાઇક ઉભું રાખ્યું હતું અને સાબીરમીયાં રીક્ષાની પાછળ ઉભા હતા. આ સમયે ખાત્રજ તરફથી બેફામ ગતિએ આવી રહેલી લક્ઝરી બસના ચાલકે રોડની સાઇડમાં ઉભેલા સાબીરમીયાંને ટક્કર મારતાં તેઓ માર્ગ પર પટકાયા હતા. માથાના અને શરીરના ભાગે તેઓને ગંભીર ઇજા થતાં યુનીસમીયાં તેમને રીક્ષામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન સાબીરમીયાનું મોત નીપજ્યું હતું. આ મામલે યુનીસમીયાં મલેકની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે અકસ્માત સર્જનાર લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

To Top