સમગ્ર રાજ્યમાં તા.૧૭મી સપ્ટેમ્બરના રોજથી કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે,...
રૂપાણી સરકારની સાથે આઉટ થયેલા પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ગુરૂવારે કહ્યું હતું કે, હું જરાયે નારાજ નથી. જો કે આગામી 2022ની...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 15 કેસો હતા. જે ગુરૂવારે વધીને 22 સુધી પહોંચી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું...
ગુજરાત (Gujarat)માં નવી સરકારની રચના વખતે મુખ્યમંત્રી (CM) પદની રેસમાં આગળ કહેવાતા નીતિન પટેલ (Nitin patel) અગાઉ પ્રમોશન ન મળવાથી નિરાશ થયા...
સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં હવે દક્ષિણ ગુજરાતનો દબદબો વધી ગયો છે. જેના પગલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું પણ હાઈકમાન્ડ સમક્ષ વજન...
બિઝનેસમેન એલન માસ્ક (Elon musk)ની કંપની સ્પેસએક્સ (Space X)એ તેના પ્રથમ સર્વ-નાગરિક ક્રૂ (All civilian crew)ને અવકાશમાં મોકલ્યા હતા. અને આ રીતે માનવ...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત ઉપરવાસમાં પણ વરસાદનું (Rain) જોર ઘટ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક...
વલસાડ: (Valsad) રાજ્ય સરકારમાં પારડીના ધારાસભ્ય (MLA) કનુભાઈ દેસાઈને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને રાજયકક્ષાના મંત્રી (Minister) તરીકે...
કેરળ (Kerala)ના વિદ્યાર્થીઓ દ્વારા એક પુસ્તક (Book)માં લખવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી છોકરીઓ (Christian girls)ને ફસાવવા માટે લવ જેહાદ (love jihad) ચાલી...
ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (captain kohli) એ ટી 20 વર્લ્ડ કપ (T20 world cup) પહેલા મોટી જાહેરાત...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 24 મંત્રીના કેબિનેટની (Cabinet) રચના બાદ ગુરૂવારે મોડી સાંજે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે....
સુરત: (Surat) ઓગસ્ટના મધ્યમાં સુરત શહેરની મહિધરપુરા પોલીસે (Mahidharpura Police) વિશ્વ વિખ્યાત જેમોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (Gemology Institute of America) (જીઆઇએ)ના કથિત...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા વરસાદના કારણે ઘણા રસ્તા પર ખાડા પડી ગયા છે. ગોડાદરામાં કબૂતર સર્કલથી મહારાણા પ્રતાપ...
સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) 71મા જન્મદિન (Birthday) નિમિત્તે સુરતમાં નમોત્સવ (Namotsav) કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં લોક કલાકાર સાંઈરામ...
સુરત: (Surat) રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની (Textile Market) જગ્યાનો ભાડાપટ્ટાનો સમયગાળો 49 વર્ષના બદલે સીધા 99 વર્ષ કરી દેવાતાં હાઇકોર્ટમાં...
જાણીતી બંગાળી અભિનેત્રી (Bengali actress) અને ટીએમસી સાંસદ (TMC MP) નુસરત જહાં (Nusrat jahan) આજકાલ પોતાના અંગત જીવન (persona life) માટે જબરદસ્ત...
સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા 12 હજાર કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) માટે આનુસાંગિક...
દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) નવેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 દરમિયાન પંજાબ અને હરિયાણામાં ટ્રેક્ટર વેચાણ (Tractor Sales)માં અસામાન્ય ઉછાળા પર કેન્દ્ર...
જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ અને સુષ્મિતા દેવ જેવા મોટા નામોનું સમર્થન છોડ્યા બાદ કોંગ્રેસ પાર્ટી હવે નવી પ્રતિભા શોધી રહી છે. પાર્ટીનો પ્રયાસ...
અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાની પહેલી ટર્મના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજમાન કર્યા બાદ ભાજપે વધુ એક આંચકો આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલના...
હાઈપ્રોફાઈલ ડ્રામા બાદ આજે બપોરે 1.30 કલાકે નિર્ધારિત સમયે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ શરૂ થયો છે. મંત્રીમંડળમાં 1 જૈન,...
પ્રિયંકા ચોપરા હિન્દી ફિલ્મોને કાયમ માટે બાય બાય કહી દેશે? હવે તો દિપીકા પાદુકોણે પણ હોલીવુડમાં કામ કરવા માંડી છે તો શું...
ગયા બુધવારે રામચરણ સાથેની િકયારા અડવાણીની ફિલ્મનું હૈદ્રાબાદમાં ગ્રાન્ડ લોન્ચિંગ થયું. આ લોન્ચિંગને ગ્રાન્ડ બનાવવા રામચરણના પિતા ચિરંજીવી ઉપરાંત, રણવીર સીંઘ, એસ.એસ....
વરુણ ધવન પોતાને ટોપ ફાઇવ સ્ટારમાંનો એક માનવા લાગ્યો હતો પણ વિત્યા સમયમાં તેને કોઇ નવી ફિલ્મ નથી મળી. રણવીર સીંઘ, ઋતિક...
આમીરખાનને બધા સ્ટાર તરીકે, સફળ નિર્માતા- દિગ્દર્શક તરીકે ઓળખે છે પણ તેનો નાનો ભાઇ ફૈઝલખાન ફિલ્મમાં અભિનેતા તરીકે નિષ્ફળ ગયો પછી કોણ...
ભારે રાજકીય ઉથલપાથલ અને ખેંચતાણના અંતે આજે બપોરે રાજ્યના કેબિનેટની (GUJARAT CABINET)જાહેરાત થવા જઈ રહી છે. નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં નો રિપીટેશનની ફોર્મ્યુલાના...
અમાયરાનો અર્થ થાય છે રાજકુમારી. અમાયરા દસ્તૂરને જુઓ તો એ અર્થ પ્રમાણે લાગે ય છે પણ ફિલ્મોના રાજકુમારી થવા તો ઘણું કરવું...
તમન્ના, અનુષ્કા શેટ્ટી, કાજલ અગ્રવાલ વગેરે સાઉથની ફિલ્મોમાં દબદબો ધરાવે છે. તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરવા સાથે તેમણે હિન્દીમાં પણ ચાન્સ મારવો...
ભારતની આઝાદીના પંચોતેરમા વર્ષે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતીયો ગણતંત્રની અનુભૂતિ કરે છે ખરા? ગણતંત્રમાં ન તો કોઈ રાજા હોય...
દેશની વિવિધ ટ્રિબ્યુનલ્સમાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવતા તથા ‘‘ટ્રિબ્યુનલફિડ રિફોર્મ એક્ટ’’ પસાર કરવા બદલ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર...
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
સમગ્ર રાજ્યમાં તા.૧૭મી સપ્ટેમ્બરના રોજથી કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે. એટલું જ નહિ, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી કાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આજથી શરૂ થનાર કોવિડ-૧૯ રસીકરણ અભિયાનને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશ્નર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.
અગ્રવાલે કહ્યું હતું કે સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેક્સિન સ્ટોર, ૪૧ જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૨,૦૦૦થી વધુ તાલીમબધ્ધ વેક્સિનેટર ઉપલબ્ધ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
આવતી કાલ તા.૧૭ સપ્ટેમ્બરથી શ્રમિક-કામદાર પરિવારોની આરોગ્ય સુરક્ષા માટે એક વિશેષ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ વર્ગને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા નિષ્ણાંત તબીબી ટીમ સાથે રાજ્યભરમાં ૧૦૦થી વધુ દિનદયાલ ઔષધાલય સેન્ટર ઉભા કરવામાં આવશે. તેમાં પુરતી દવાઓનો જથ્થો પણ ઉપ્લબ્ધ કરાવી વિના મુલ્યે નિદાન-સારવાર કરાવાશે